________________
૧૪૬
કાલલોક-સર્ગ ૨૮ अत्र च एकादिचतुरंतं यच्छेषं तत्रिंशद् गुणनेन मुहूर्तीकृत्य तस्मात्क्रमप्राप्तं यत्रक्षत्रं तद्यदि समक्षेत्रं तदा त्रिंशच्छोध्यते, अर्द्धक्षेत्रं चेत्पंचदश शोध्यंते, एवं शोधने यच्छेषं तच्चंद्राक्रांतस्य नक्षत्रस्यातीतं मुहूर्त्तादिकं भवतीति ज्ञेयं ।
यच्चोपरितने राशा-वेकविंशतिशोधने । शेषं तत्रिंशताहत्य सप्तषष्ट्या विभज्यते ॥९२२॥ लब्धा मुहूर्ता ज्ञातव्या यत्तु तत्रापि शिष्यते । ते विज्ञेया मुहूर्तस्य विभागाः सप्तषष्टिजाः ॥९२३॥ यथा युगस्य प्रथमे वर्षे दशसु पर्वसु । अतिक्रांतेषु पंचम्यां किं नक्षत्रं निशापतेः ॥९२४।। यात्रातीतपर्वसंख्या वर्तते दशलक्षणा । तस्यां पंचदशनायां पंचाशं जायते शतं ॥९२५॥ पंचम्यां पृष्टमिति च चत्वारस्तिथयो गताः । ततश्चतुष्टयं तत्र योजनीयं मनस्विभिः ॥९२६॥ चतु:पंचाशदधिकं शतं स्याद्राशिरेष च । हीनो द्वाभ्यामवमाभ्यां द्विपंचाशं भवेच्छतं ॥९२७।।
અહીં એકથી આરંભીને ચાર સુધીનો જે અંક શેષ રહ્યો હોય તેને ત્રીશે ગુણી મુહૂર્ત કરવા. ત્યારપછી તેમાંથી ક્રમે પ્રાપ્ત થયેલું નક્ષત્ર જો સમક્ષેત્રી હોય, તો તે મુહૂર્તના અંકમાંથી ત્રીશ બાદ કરવા, અને અર્ધક્ષેત્રી નક્ષત્ર હોય, તો પંદર બાદ કરવા. એ પ્રમાણે બાદ કરતાં જે શેષ રહે, તે ચંદ્ર ભોગવાતા નક્ષત્રના વીતી ગયેલા મુહૂર્ત વિગેરે આવે છે, એમ જાણવું.
જે ઉપરના રાશિમાંથી એકવીશ બાદ કરતાં શેષ રહ્યા હોય, તેને ત્રીશ વડે ગુણી સડસઠે ભાગવા. ભાગમાં જે આવે તે મુહૂર્ત જાણવા અને જે રહ્યા હોય, તેટલા એ મુહૂર્તના સડસઠીયા ભાગ જાણવા. ८२२-८२3.
પ્રશ્ન :- યુગના પહેલા વર્ષમાં દશ પર્વ ગયા પછી પાંચમને દિવસે ચંદ્રનું કયું નક્ષત્ર છે?
८२४.
ઉત્તર :- અહીં જે ગયેલા પર્વની સંખ્યા દશ છે, તેને પંદરથી ગુણતાં એક સો ને પચાસ (૧૦x૧૫=૧૫૦) થાય છે. પાંચમની તિથિનો પ્રશ્ન છે, તેથી ચાર તિથિઓ વ્યતીત થયેલી હોવાથી તેમાં (૧૫૦+૪) ચાર મેળવવા. એટલે એક સો ને ચોપન (૧૫૪) થયા. આટલા કાળે બે અવમતિથિ ગયેલી હોવાથી, તેમાંથી બે બાદ કરતાં શેષ એક સો ને બાવન (૧૫૪–૨=૧૫૨) રહે છે. તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org