________________
કાલલોક
૧૫
વર્ણન કરીને પછી બીજા ગઢનું વર્ણન છે. તેમાં પણ પગથિયા ચારે દિશામાં દ્વારપાલો વિગેરે તથા તેની રચનાનું વર્ણન કરીને તેમાં રહેનારા અધિકારીઓ (એટલે તિર્યંચો)નું નામથી નિર્દેશ કરેલ છે.
આ ગઢમાં સુંદર દેવછંદાની રચના અંગે પણ વર્ણન છે.
ત્યાર પછી ત્રીજા ગઢની રચનાનું વર્ણન કરીને તેના દ્વારપાલોનું નામપૂર્વક વર્ણન કર્યા પછી મધ્યમાં પીઠ છે, તે પીઠની લંબાઈ પહોળાઈ આદિ પ્રમાણ બતાવીને, પછી સર્વ માનનું ટૂંકમાં વર્ણન છે. આ રીતે ગોળ સમવસરણનું વર્ણન કર્યા બાદ ચોરસ સમવસરણની હકીકત કહી છે. તેમાં પગથિયા-ગઢનું અંતર આદિ માન બતાવીને બાકીનું શેષ પ્રમાણ ગોળ સમવસરણ પ્રમાણે કહ્યું છે.
સમવસરણની પીઠના મધ્ય ભાગમાં રહેલા અશોક વૃક્ષનું વર્ણન છે. ૨૪ તીર્થંકર પરમાત્માના સમવસરણમાં ૨૪ ચૈત્યવક્ષો કહ્યા છે તેના નામો શ્રી સમવાયાંગ સૂત્ર પ્રમાણે કહ્યા છે. તે ચૈત્યવક્ષો તે તે તીર્થંકરના શરીરથી કેટલા પ્રમાણ હોય ? તથા તે વૃક્ષ સાથે અન્ય શું હોય ? તે સર્વ વિગત જણાવેલ છે. ચૈત્યવૃક્ષ અંગે જે મતાંતર છે, તે અને ઉપરાંત પૂ. ઉપાધ્યાયજીએ સ્વ અભિપ્રાય પણ આપેલ છે.
ચૈત્યવૃક્ષ નીચે ચાર સિંહાસન જેની ઉપર બેસીને પરમાત્મા દેશના આપે છે, તેનું વર્ણન તથા પરમાત્મા ઉપર રહેલા છત્રત્રિક તથા આગળ ધર્મચક્ર આદિનું સુંદર વર્ણન છે.
આ સર્વકાર્ય કયા દેવ કરે તેનો પણ ઉલ્લેખ કરેલ છે. પરમાત્માના સમવસરણમાં કઈ વિધિથી આગમન થાય તે જણાવેલ છે અને કૃતજ્ઞતા ગુણની પરાકાષ્ઠા રૂપ ““નમો તિથ્થસ્સ”ના ઉચ્ચારપૂર્વક સિંહાસન ઉપર બેસે છે. તે અંગે જે આગમપાઠો છે, તે પણ રજૂ કર્યા છે.
ત્યાર પછી પરમાત્માની પાંત્રીશ ગુણોથી યુક્ત જે વાણી હોય છે, તેનું ખૂબ વિસ્તારથી વર્ણન કરેલ છે. સાથે ભીલ્લા અને તેની પત્નીઓનું તથા વૃદ્ધ ડોશીનું દૃષ્ટાંત આપેલ છે.
આ દૃષ્ટાંતો પછી વાણીના ૩૫ ગુણોને વિગતપૂર્વક સમજાવેલ છે. પરમાત્મા દેશના આપે છે, તેમાં પરમાત્મા સર્વ વિરતિ અને દેશવિરતિ ધર્મ પ્રકાશે છે. અહીં પૂ. ઉપાધ્યાયજી મ. સર્વ વિરતિ અને દેશવિરતિનું વર્ણન ખુબ જ વિસ્તારથી કરેલ છે. તેમાં સામાયિકનું વિસ્તારથી વર્ણન કરેલ
આ રીતે આગળ વર્ણન કર્યા પછી પરમાત્મા તીર્થપણે ચતુર્વિધ સંઘનું સ્થાપન કરે છે અને એમાં અઢાર હજાર શીલાંગનું વર્ણન કરેલ છે. તે અંગે શ્લોક ઉપરથી ખૂબ જ સુંદર ભાંગા કર્યા છે.
ત્યાર પછી શ્રાવકના વ્રતના ભાંગા બતાવેલ છે. તેની સ્થાપના અંકોથી બતાવીને વિસ્તાર કરેલ છે. તે ઉપરાંત ભંગના અંકોને દેવકુલિકા સ્વરૂપે સ્થાપેલ છે. શ્રાવકના શ્રાવક પદનો અર્થ કરેલ છે. ત્યાર બાદ ગણધર ભગવંત દેશના આપે. તે વખતે વ્યવસ્થા શું થાય ? તે વિગત વિસ્તારથી જણાવેલ છે. પરમાત્માના રૂપથી રાજાના રૂપ સુધી ક્રમવાર અનંત ગુણહીનતા કેવી રીતે છે ? તે બતાવેલ છે.
ત્યાર બાદ સમવસરણમાં બાર પર્ષદાની વ્યવસ્થા કેવી રીતે હોય ? કોનું કયું સ્થાન ? તે બતાવેલ છે. અને તે કેવા ક્રમથી ? કયા વિવેક ઔચિત્યથી બેસે છે, તે જણાવેલ છે.
સમવસરણમાં આવવાથી શું લાભ છે ? તે વર્ણન કર્યા બાદ જ્યારે પ્રથમ પૌરષી પૂર્ણ થાય, ત્યારે રાજા વિગેરે. બલિ આપે તેનું વર્ણન છે. ત્યારબાદ પરમાત્માનું દેવછંદામાં જવાનું અને અન્ય ગણધર ભગવંતો દેશના આપે તેનું વર્ણન છે.
ત્યાર પછી આઠ પ્રાતિહાર્યો, જે પરમાત્મા સાથે જ હોય છે તેના નામ નિર્દેશ કરીને વિગત જણાવેલ છે. ત્યાર પછી પરમાત્માના ૩૪ અતિશયોનાં નામ અને તેની વિગત સાથે વર્ણન કરેલ છે. પરમાત્માના અનંત દોષોનો નાશ થયેલો છે. તે છતાં મુખ્ય અઢાર પ્રકારના દોષો જે નાશ પામ્યા છે, તેના નામ આપેલ છે.
ત્યાર પછી પરમાત્માના વિહાર ક્રમનું ટૂંક વર્ણન છે. અંતિમ સમય જાણીને અનશન કરીને છેલ્લે સર્વકર્મના ક્ષય સમયે શૈલેષીકરણ પર આરૂઢ થઈને સર્વકર્મનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org