________________
૧૨૪
કાલલોક-સર્ગ ૨૮ युगेऽथावमरात्राणां स्वरूपं किंचिदुच्यते । भवंति ते च षड् वर्षे तथा त्रिंशद्युगेऽखिले ॥७८४॥ एकैकस्मिन्नहोरात्र एको द्वाषष्टिकल्पितः । लभ्यतेऽवमरात्रांश एकवृद्ध्या यथोत्तरं ॥७८५॥ कर्ममासे ततः पूर्णो त्रिंशद् द्वाषष्टिजा लवाः । लभ्यते ऽवमरात्रस्य तत एवोच्यते बुधैः ॥७८६।। विश्लेषे विहिते येशाः शेषाः कर्मेंदुमासयोः ।
त्रिंशद् द्वाषष्टिजाः कर्म-मासस्यैतेऽवमांशकाः ॥७८७॥ उक्तं च- चंदउडुमासाणं अंसा जे दिस्सए विसेसंमि ।
ते ओमरत्तभागा भवंति मासस्स नायव्वा ॥७८८॥ कर्ममासद्वये पूर्णे ततः षष्टिदिनात्मके ।
संपूर्णोऽवमरात्रः स्या-देकषष्टितमे दिने ॥७८९।। अयं भावः-द्वाषष्टिरंशाः कल्प्यंतेऽ-होरात्रस्यादिमेऽथ च ।
तत्रैकषष्टिभागात्मा संपूर्णा प्रथमा तिथिः ॥७९०॥ હવે એક યુગમાં કેટલા અવમરાત્ર આવે ? તેનું કાંઈક સ્વરૂપ કહીએ છીએ. તે અવરાત્રો એક વર્ષમાં જ આવે છે, તેથી આખા એક યુગમાં ત્રીશ આવે છે.૭૮૪.
એક એક અહોરાત્રમાં એક અહોરાત્રનો બાસઠીયો એક અંશ અવમાત્રનો આવે છે. એ જ રીતે ઉત્તરોત્તર એક એક અવમાત્રના અંશની વૃદ્ધિ કરવી.૭૮૫.
તેથી એક કર્મમાસ પૂર્ણ થાય, ત્યારે અવમરાત્રના બાસઠીયા ત્રીશ અંશ પ્રાપ્ત થાય છે; તેથી જ પંડિતો કહે છે કે કર્મમાસ અને ચંદ્રમાસનો વિશ્લેષ કરીએ, ત્યારે કર્મમાસના જે બાસઠીયા ત્રીશ અંશ બાકી રહે છે તે અવમાત્રના અંશો છે. ૭૮૬–૭૮૭.
કહ્યું છે કે-“ચંદ્રમાસ અને કર્મમાસનો વિશ્લેષ કરતાં જે કર્મમાસના શેષ અંશો જોવામાં આવે છે, તે અવમાત્રના અંશો જાણવા''.૭૮૮.
ત્યારપછી સાઠ દિવસના પ્રમાણવાળા બે કર્મમાસ પૂર્ણ થાય, ત્યારે એકસઠમે દિવસે એક અવરાત્ર (ક્ષયતિથિ) પૂર્ણ થાય છે.૭૮૯.
અહીં ભાવાર્થ આ પ્રમાણે છે–એક અહોરાત્રના બાસઠ અંશ કલ્પવા(કરવા), તેમાં પહેલા એકસઠ ભાગમાં પહેલી તિથિ સંપૂર્ણ થાય છે. ૭૯૦.
૧ ક્ષયતિથિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org