SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ઋતુ-અયન-ચાતુર્માસનો પ્રારંભ ऋतुप्रारंभका मासा अप्येत एव कीर्त्तिताः । ज्योतिष्करंडप्रज्ञप्ति - वृत्त्यादेर्मतमेतकत् ॥६६४॥ भगवतीवृत्तौ तु-प्रावृट् श्रावणादिः, वर्षारात्रोऽश्वयुजादिः, शरन्मार्गशीर्षादिः, हेमंतो माघादिः, वसंतश्चैत्रादिः, ग्रीष्मो ज्येष्ठादिरिति पक्षांतरं दृश्यते । ૧૦૫ इदं च पक्षांतरं जंबूद्वीपप्रज्ञप्तिसूत्रेऽपि उत्सर्पिणीनिरूपणे 'चउद्दस पढमसमए' इत्यस्मिन् सूत्रे संगृहीतमस्ति, यतस्तत्र श्रावणे मासि उत्सर्पिणी लगति, तत्प्रथमसमय एव चतुर्दश काला युगपल्लगंति, तन्मध्ये ऋतुरप्यस्ति तत ऋतोरप्यारंभः श्रावणे मासि भवतीति पक्षांतरमिति । किंच दक्षिणायनारंभकोऽपि श्रावण एव चातुर्मासकारंभकोऽप्ययमेव, तेन ऋत्वारंभकोऽप्यसाविति पक्षोऽपि युज्यत एवेति । यदि वा सूर्यवर्षमाश्रित्य युगे ऋतवः प्रथमाषाढपूर्णिमादयः स्युः, कर्मवर्षस्य तु ऋतवः श्रावणासितप्रतिपदाद्याः स्युरित्यतो वा पक्षांतरमिदं भावीति संभाव्यते, तत्त्वं त्विह तद्विद्यमिति. તેમ જ ઋતુના પ્રારંભના માસ પણ એ છ જ કહ્યા છે. જ્યોતિષ્મદંડક અને પ્રજ્ઞપ્તિની ટીકા વગેરેનો આ મત છે. ૬૪. પરંતુ ભગવતીની ટીકામાં તો ‘“પ્રાવૃષ ઋતુ શ્રાવણથી શરૂ થાય છે, વર્ષાૠતુ આસોથી, શરદ ૠતુ માગશરથી, હેમંત ઋતુ મહાથી, વસંત ઋતુ ચૈત્રથી અને ગ્રીષ્મ ઋતુ જેઠથી શરૂ થાય છે.'' એમ પખવાડીયાનું આંતરૂ દેખાય છે. આવો પક્ષ જંબુદ્રીપપ્રજ્ઞપ્તિસૂત્રમાં પણ ઉત્સર્પિણીનું સ્વરૂપ કહેતી વખતે ‘ચઉદ્દસ પઢમસમએ’ (પહેલે સમયે ચૌદ) આ સૂત્રમાં કહેલો છે, કારણ કે તેમાં શ્રાવણ માસમાં ઉત્સર્પિણીની શરૂઆત કહેલી છે. તેના સમયે જ ચૌદ પ્રકારના કાળ એકી સાથે શરૂ થાય છે. તે ચૌદમાં ઋતુ પણ ગણેલો છે. તેથી ઋતુનો પણ આરંભ શ્રાવણ માસથી જ થાય છે, એમ બીજો પક્ષ સમજવો. દક્ષિણાયનનો આરંભ પણ શ્રાવણથી જ થાય છે, ચાતુર્માસનો આરંભ પણ શ્રાવણથી જ થાય છે, તેથી ઋતુનો આરંભ પણ શ્રાવણથી જ થાય છે, એવો પક્ષ પણ યોગ્ય છે. Jain Education International અથવા તો સૂર્યવર્ષને આશ્રયીને યુગમાં ૠતુઓ પહેલા અષાઢની પૂર્ણિમાથી શરૂ થાય છે અને કર્મવર્ષને આશ્રયીને ઋતુઓ શ્રાવણ વદ એકમથી શરૂ થાય છે. આ કારણથી પણ આ પક્ષાંતર હશે એમ સંભવે છે. તત્ત્વ તો વિષયના વિદ્વાન જ જાણે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005157
Book TitleLokprakash Part 04
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy