________________
૯૨
तृतीयायां तिथौ षट्सु व्यतिक्रांतेषु पर्वसु । रोहिणीचंद्रनक्षत्रे विषुवं प्रथमं भवेत् ॥५७९ ॥ पर्वाण्यष्टादशातीत्य नवम्यां वासवोडुनि । द्वितीयं विषुवं प्रोक्तं युगे तीर्थंकरादिभिः || ५८० ॥ त्रिंशत्पर्वातिक्रमे च पंचदश्यां तृतीयकं । प्रज्ञप्तं स्वातिनक्षत्रे विषुवं पुरुषोत्तमैः ॥ ५८१|| त्रिचत्वारिंशतं पर्वाण्यतिक्रम्य युगादितः । स्यात्पुनर्वसु नक्षत्रे तुर्यं षष्ठीतिथौ ध्रुवं ॥ ५८२ | पंचपंचाशतं पर्वाण्यतिक्रम्य च पंचमं । उत्तरासु भद्रपदा - स्वाख्यातं द्वादशीतिथौ ॥ ५८३॥ अष्टषष्टिमतिक्रम्य पर्वाणि विषुवं भवेत् । षष्ठं तिथौ तृतीयायां मैत्रनक्षत्र एव च ॥ ५८४ ॥ पर्वाण्यशीतिमुल्लंघ्य नवम्यां सप्तमं पुनः । मघासु मघवत्पूज्यै - र्विषुवं कथितं जिनैः ॥ ५८५ ॥
साथै तिथि, सूर्य, चंद्र जने नक्षत्रनो योग हे छे. ५७८.
પ્રથમથી છ પર્વ વ્યતીત થાય ત્યારે ત્રીજને દિવસે રોહિણી નામના ચંદ્રનક્ષત્રમાં પહેલું વિષુવ आवे छे. ५७८.
કાલલોક-સર્ગ ૨૮
યુગના આરંભથી અઢાર પર્વ વ્યતીત થાય, ત્યારે નવમીને દિવસે વાસવ એટલે ઘનિષ્ઠા નામના ચંદ્ર નક્ષત્રમાં બીજું વિષુવ આવે છે—એમ તીર્થંકરાદિએ કહ્યું છે. ૫૮૦.
ત્રીશ પર્વ જાય ત્યારે પૂર્ણિમાને દિવસે સ્વાતિ નક્ષત્રમાં ત્રીજું વિષુવ આવે છે–એમ ઉત્તમ પુરુષોએ ह्युं छे.५८१.
Jain Education International
યુગના આરંભથી તેતાલીશ પર્વ જાય ત્યારે છઠ્ઠનેદિવસે પુનર્વસુ નક્ષત્રમાં ચોથું વિષુવ આવે છે.૫૮૨. પંચાવન પર્વ જાય ત્યારે બારશની તિથિએ ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં પાંચમું વિષુવ આવે છે. ૫૮૩. અડસઠ પર્વ જાય ત્યારે ત્રીજને દિવસે અનુરાધા નક્ષત્રમાં છઠ્ઠું વિષુવ આવે છે.૫૮૪. એંશી પર્વ જાય ત્યારે નવમીને દિવસે મઘા નક્ષત્રમાં સાતમું વિષુવ આવે છે-એમ ઈન્દ્ર પૂજિત એવા જિનેશ્વરોએ કહ્યું છે.૫૮૫.
१. पूर्णिमा भने अमावास्या.
For Private & Personal Use Only
www.jainelibrary.org