SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ કાલલોક-સર્ગ ૨૮ स्याद् द्वितीया द्वादशानां विगमे युगपर्वणां । माघस्य श्यामसप्तम्या-मावृत्तिस्तिग्मरोचिषः ॥५५३॥ कस्यां तिथौ स्यादावृत्ति-स्तृतीयेतीष्यते यदि । तदा धृतस्त्रिको रूपो-नितेऽस्मिन् शिष्यते द्विकः ॥५५४॥ सत्र्यशीतिशतं तेन गुणितं जायते किल । शतत्रयं सषट्षष्टि द्विकेऽथ त्रिगुणीकृते ॥५५५॥ सैके जाता सप्त ते च पूर्वराशौ नियोजिताः । त्रिसप्तत्या समधिकमेवं जातं शतत्रयं ॥५५६॥ हृतेऽस्मिन् पंचदशभि-श्चतुर्विंशतिराप्यते । त्रयोदशावशिष्यते तदैष प्रश्ननिर्णयः ॥५५७।। चतुर्विशतिपक्षाति-क्रमे तीर्थेश्वरैयुगे । नभ:कृष्णत्रयोदश्यां तृतीयावृत्तिरीरिता ॥५५८॥ एवमन्यास्वपि तिथिषु करणभावना कार्या आवृत्तिनक्षत्रज्ञानमुद्दिश्य करणं त्वतिविस्तरमिति नात्र प्रपंचितं, तज्जयोतिष्करंडवृत्त्यादिभ्योऽवसेयं । નાખવાથી એક સો ને સત્યાશી (૧૮૭) થયા. તેને પંદરે ભાગતાં (૧૮૭ - ૧૫=૧૨ શેષ ૭) ભાગમાં બાર આવે છે, બાકી સાત શેષ રહે છે. તેથી પૂર્વે પૂછેલા પ્રશ્નનો આ પ્રમાણે નિર્ણય થયો કે–બાર પર્વ (છ માસ) ગયા પછી માઘ વદ સાતમને રોજ સૂર્યની બીજી આવૃત્તિ થાય છે. ૫૪૯-૫૫૩. પ્રશ્ન :- ત્રીજી આવૃત્તિ કઈ તિથિએ થાય ? ઉત્તર :- એમ જાણવાની ઈચ્છા હોય તો ત્રણનો અંક ધારણ કરી તેમાંથી એક બાદ કરવો, એટલે બાકી બે રહે છે. તે બે વડે એક સો ને વ્યાશીને ગુણવાથી ત્રણસો ને છાસઠ (૩૬) થાય છે. પછી એને ત્રણ ગુણા કરી તેમાં એક નાંખવાથી સાત (૭) થાય. તે સાતને પૂર્વની (૩૬) રાશિમાં ભેળવવાથી ત્રણસો ને તોંતેર (૩૭૩) થાય. તેને પંદરે ભાગતાં ભાગમાં ચોવીશ (૨૪) આવે છે અને તેર (૧૩) શેષ રહે છે; તેથી પ્રશ્નનો નિર્ણય આ પ્રમાણે જાણવો કે–યુગને વિષે ચોવીશ પખવાડિયા (બાર માસ) ગયા પછી શ્રાવણ વદ તેરસને રોજ ત્રીજી આવૃત્તિ થાય છે એમ જિનેશ્વરોએ કહ્યું છે. પપ૪-૫૫૮. એ જ પ્રમાણે બીજી તિથિઓને વિષે પણ કરણની ભાવના કરવી. આવૃત્તિના નક્ષત્ર જાણવા માટે જે રીતે કહી છે, તે અતિ વિસ્તારવાળી હોવાથી અહીં કહી નથી, તે જ્યોતિષ્કરડની ટીકા વિગેરેમાંથી જાણી લેવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005157
Book TitleLokprakash Part 04
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy