________________
અયનની આવૃત્તિ
૮૫ याम्यायनारंभ-रूपाः पंच ताः श्रावणे स्मृताः । तथोत्तरायणारंभरूपा माघे च पंच ताः ॥५३॥ आद्यावृत्तिः श्रावणाद्य-प्रतिपद्यभिजिद्युता ।। माघस्य श्यामसप्तम्यां द्वितीया हस्तसंयुता ॥५३२॥ तृतीयास्यन्नभः कृष्ण-त्रयोदश्यां मृगान्विता । चतुर्थी शुक्लतुर्यायां माघे शतभिषग्युता ॥५३३।। विशाखायुग्मभ:श्वेत-दशम्यां पंचमी भवेत् । षष्ठी माघे प्रतिपदि श्यामायां पुण्यशालिनी ॥५३४॥ सप्तमी कृष्णासप्तम्यां श्रावणे रेवतीयुता । माघे कृष्णत्रयोदश्या-मष्टमी मूलसंयुता ॥५३५॥ नभश्चतुर्थ्यां शुक्लायां नवमी योनिदेवयुग् ।
माघकृष्णत्रयोदश्यां दशमी कृत्तिकांचिता ॥५३६॥ તેમાં શ્રાવણ માસમાં દક્ષિણાયનના આરંભવાળી પાંચ આવૃત્તિઓ કહી છે અને માઘ માસમાં ઉત્તરાયણના આરંભવાળી પાંચ આવૃત્તિ કહી છે. પ૩૧.
પહેલી આવૃત્તિ શ્રાવણ માસની શરૂઆતમાં એકમને દિવસે અભિજિત નક્ષત્રના યોગમાં થાય છે, બીજી આવૃત્તિ હસ્ત નક્ષત્રના યોગમાં માઘ વદ સાતમે થાય છે.૫૩૨.
ત્રીજી આવૃત્તિ શ્રાવણ વદ તેરશને દિવસે મૃગશિર નક્ષત્રના યોગમાં થાય છે, ચોથી આવૃત્તિ માઘ શુદી ચોથને દિવસે શતભિષા નક્ષત્રના યોગમાં થાય છે.પ૩૩.
પાંચમી આવૃત્તિ શ્રાવણ સુદી દશમે વિશાખા નક્ષત્રના યોગમાં થાય છે, છઠ્ઠી આવૃત્તિ માઘ વદ એકમના પુષ્ય નક્ષત્રના યોગમાં થાય છે. પ૩૪.
સાતમી આવૃત્તિ શ્રાવણ વદ સાતમે રેવતી નક્ષત્રના યોગમાં થાય છે, આઠમી આવૃત્તિ માઘ વદ તેરશે મૂલ નક્ષત્રના યોગમાં થાય છે.પ૩૫.
નવમી આવૃત્તિ શ્રાવણ સુદ ચોથને દિવસે યોનિદેવ (પૂર્વાફાલ્ગની) નક્ષત્રના યોગમાં થાય છે અને દશમી આવૃત્તિ માઘ વદ તેરશે કૃત્તિકા નક્ષત્રના યોગમાં થાય છે. પ૩૬.
આ જાણવાની રીત બતાવે છે.
૧. માઘ શુદી દશમી આવવી જોઈએ, કેમકે ૧૮૬ દિવસનો આંતરો છે. બતાવ્યા પ્રમાણે ગણત્રી કરતાં પણ દશમ આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org