SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ८० : पंचाशद्यानि पर्वाणि मासेषु पंचविंशतौ । तानि पंचदशघ्नानि पंचाशा सप्तशत्यभूत् ॥ ४९८ ॥ दशम्यां पृष्टमिति च क्षिप्यते दश तेन च । शतानि सप्त जातानि षष्ट्याढ्यानि ततः परं ॥४९९ ॥ द्वादशावमरात्रा: स्यु- र्मासेषु पंचविंशतौ । तेषु त्यक्तेष्वष्टचत्वारिंशा सप्तशती भवेत् ॥ ५००॥ सत्र्यशीतिशतेनास्य राशेर्विभजने सति । चत्वार एव लभ्यंते शेषास्तिष्ठति षोडश ॥ ५०१ ॥ गतानि चत्वार्ययना - न्यतीतं यदनंतरं । तदुत्तरायणं दक्षिणायनं त्वस्ति सांप्रतं ॥५०२ ॥ षोडशो दिवसस्तस्या- प्यधुना खलु वर्त्तते । एवमन्यत्रापि भाव्यं करणं ज्ञैर्यथोचितं ॥ ५०३ ॥ युगे युगे चतुस्त्रिंश- मयनानां शतं विधोः । तच्चैकैकं भचक्रार्द्ध-भोगमानमिहोदितं ॥ ५०४ ॥ અને કયું અયન વીતી ગયું છે ? ૪૯૭. ઉત્તર પચીશ માસમાં જે પચાસ પર્વો વીતી ગયા, તેને પંદરે ગુણતાં સાત સો ને પચાસ (૫૦x૧૫ =૭૫૦) થયા.૪૯૮. તેમાં દશમને દિવસે પૂછ્યું છે માટે દશ ઉમેરવાથી સાત સો ને સાઠ (૭૫૦+૧૦=૭૬૦) થયા.૪૯૯. ત્યારપછી પચીશ માસમાં બાર ક્ષય તિથિઓ આવે છે, તેથી તેમાંથી બાર બાદ કરતાં સાત સો ને અડતાલીશ (૭૬૦–૧૨ =૭૪૮) બાકી રહે છે.૫૦૦. કાલલોક-સર્ગ ૨૮ પછી આ રાશિને એક સો ને ત્યાશીએ ભાગતાં ભાગમાં ચાર આવે છે. અને સોળ બાકી વધે છે. (૭૪૮ + ૧૮૩= ૪ )૫૦૧. ૧૬ ૧૮૩ તેથી ચાર અયન વીતી ગયાં, તેમાં પણ જે હમણાં છેલ્લું (ચોથું) વ્યતીત થયું. તે ઉત્તરાયણ અને અત્યારે જે વર્તે છે તે દક્ષિણાયન.૫૦૨. Jain Education International તે દક્ષિણાયનનો પણ આજે સોળમો દિવસ વર્તે છે. આ રીતે બીજે સ્થળે પણ પંડિતોએ ઉચિત હોય તેમ જાણવું.૫૦૩. એક એક યુગમાં એક સો ને ચોત્રીશ (૧૩૪) ચંદ્રના અયનો આવે છે. તે અયનનું એક એક નક્ષત્રચક્રના અર્ધ ભાગને ભોગવવા જેટલું પ્રમાણ અહીં કહ્યું છે. ૫૦૪. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005157
Book TitleLokprakash Part 04
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy