________________
આ સિદ્ધશીલાને આકાર કેવો છે. તથા તે પછી લેકાંત કેટલે દૂર છે તે સર્વ ઉલ્લેધાંગુલ પ્રમાણ દ્વારા કેવી રીતે ઘટે તે બતાવીને વિશેષ વિગત દ્રવ્યલોકમાં કરેલ હોવાથી ત્યાંને હવાલે આપેલ છે.
આ ચૌદ રાજલોક પ્રમાણે લોક, અલોકની અપેક્ષાએ કેવો લાગે છે તે બતાવીને અલોકમાં કેણ રહે તે બતાવ્યું છે અને એ રીતે ખરેખર નિશ્ચિત જગત કે, જે આપણું ચર્મચક્ષુથી અદશ્ય છે તેને આવા ગ્રંથમાં સરળતા પૂર્વક પ્રકટ કરીને દીપકની ઉપમાને સાર્થક કરતો તથા લોકને પ્રકાશ પાડતો સત્યાવીસ સર્ગ અને ક્ષેત્રલોક ઉત્તરાર્ધ પૂર્ણ કરેલ છે.
આ લોક ઉપર પ્રકાશ પાડતા લોક પ્રકાશ ગ્રંથના અધ્યયન દ્વારા આપણે પોતાના આપાને ઉર્ધ્વગતિ ગામી બનાવવામાં સફળ થઈએ એ જ અભ્યર્થના.
ધૃતક લેલ પાર્શ્વનાથ તીર્થ
સુથરી (કચ્છ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org