SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ અહીંના દેવેની દિવ્યકાંતિ એટલી ઉત્કૃષ્ટ હોય છે કે તેને પ્રથમ દેવલોકના ઈન્દ્ર સૌધર્મેન્દ્ર પણ સહન કરી શકતા નથી તે બનેલા પ્રસંગથી આગમના પાઠ પૂર્વક બનાવેલ છે. ત્યારપછી અહિંના ઈન્દ્ર મહાકેન્દ્રના પરિવાર આદિનું પૂર્વના ઈન્દ્રોની જેમ વર્ણન કરેલ છે. હવે આઠમા સહસ્ત્રાર દેવલેકનું વર્ણન કરતાં પ્રથમ તેમનું સ્થાન, પ્રતિરોની સંખ્યા પ્રતિરોના ઈન્દ્રક વિમાનના નામ, દરેક પ્રતરના વિમાની સંખ્યા, પુષ્પાવકીર્ણક વિમાનની સંખ્યા તથા કુલ સંખ્યા બતાવેલ છે. છે ત્યારપછી વિમાનોના આધાર, વર્ણ, ઊંચાઈ ને પૂર્વની જેમ હવાલે આપીને અહિંના દેવાનું પ્રતરવાર જઘન્ય-ઉત્કૃષ્ટ આયુષ્ય, આયુષ્ય પ્રમાણે દેહમાન, આહાર, શ્વાસોચ્છવાસનું પ્રમાણ, ઉત્પત્તિ વનને વિરહ કાળ, ગતિ તથા આગતિને બતાવીને બાકીનું શુક દેવલોકની જેમ કહીને વાત પૂર્ણ કરેલ છે. ત્યારપછી સહસ્ત્રારેન્દ્રના પરિવારના દેવેની સંખ્યા સહિત પૂર્વના ઈન્દ્રોની જેમ વર્ણન કર્યું છે. હવે આનત તથા પ્રાણુત દેવકનું વર્ણન કરતાં પ્રથમ તેનું સ્થાન, આકાર પ્રતોની સંખ્યા, ઈન્દ્રક વિમાનના નામ, પંક્તિગત વિમાનોની સંખ્યા, પુષ્પાવકીર્ણ વિમાનોની સંખ્યા, કુલ સંખ્યા બતાવીને વિમાનો આધાર તથા પ્રાસાદની ઊંચાઈનું માન આપેલ છે. પ્રતર પ્રમાણે જઘન્ય-ઉત્કૃષ્ટ આયુષ્ય, આયુષ્ય પ્રમાણે દેહમાન, આહાર, ધામેચ્છવાસનું પ્રમાણ બતાવીને ભોગ અભિલાષાનું વર્ણન કરેલ છે. ત્યાર પછી ગતિ, આગતિ, અવન-ઉત્પત્તિનું અંતર, તથા અવધિજ્ઞાનનું પ્રમાણ બતાવીને આ બન્ને દેવેલેકના એક જ ઈદ્ર મહારાજા પ્રાણુકેન્દ્રનું પૂર્વના ઈન્દ્રની જેમ સંક્ષેપથી વર્ણન કરેલ છે. હવે આરણ અને અશ્રુત અગ્યાર અને બારમા દેવલોકનું વર્ણન કરતાં તેના સ્થાન તથા આકારનું વર્ણન કરીને પ્રતરની સંખ્યા, ઈન્દ્રક વિમાનના નામે, દરેક પક્તિમાં રહેલા વિમાનોની સંખ્યા, પુષ્પાવકીર્ણક વિમાની સંખ્યા તથા સર્વ વિમાની સંખ્યા બતાવી છે. વિમાનોને આધાર, પ્રાસાદની ઉંચાઈ, દેવોનું પ્રતર પ્રમાણે ઉત્કૃષ્ટ-જઘન્ય આયુષ્ય, આયુષ્ય પ્રમાણે દેહમાન, આહાર તથા શ્વાસોચ્છવાસ બતાવીને બાકીનું સર્વ ઉપર પ્રમાણે જણાવી દીધું છે. ત્યાર પછી બન્ને દેવલોકના એક ઈન્દ્ર અય્યતેન્દ્રનું વર્ણન કરતાં પ્રથમ વર્તમાનના ઈન્દ્ર જે પૂર્વભવમાં સીતાજી હતા તેમના પૂર્વ જીવનના વૃત્તાંતનું વિસ્તારથી વર્ણન છે. તે ઈન્દ્ર મહારાજાનું પૂર્વ પ્રમાણે વર્ણન કરેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy