________________
ને ત્યારપછી દરેક પ્રસરમાં ક્રમશઃ જે વિમાને છે, તેની કુલ સંખ્યા, ત્યારપછી દરેક પંક્તિમાં ત્રિવેણુ-ગોળ અને ચોરસ વિમાને કેટલા હોય તે તથા તેમને કુલ સરવાળે કરીને જણાવેલ છે.
તેમાં વળી પુષ્પાવકીર્ણ વિમાનની સંખ્યા બતાવી બન્ને દેવલોકના અધિકારમાં કેટલા-કેટલા વિમાને આવે તેની સંખ્યા તથા તે વિમાનો કેવી રીતે રહેલા છે તે તથા તેમાં રહેલા પ્રાસાદો કેવા છે તે જણાવેલ છે.
બને દેવલોકમાં પૂર્વના પ્રબળ પૃદયથી ઉત્પન્ન થયેલા દેવનાં મુકુટના ચિહ્નો દરેક પ્રતરના જઘન્ય-ઉત્કૃષ્ટ આયુષ્ય તથા આયુષ્ય પ્રમાણે શરીરમાન, આહાર, શ્વાસોચ્છવાસ, કામભેગની અભિલાષા, અવધિજ્ઞાન વિષય, લેશ્યા, ગતિ, આગતિ તથા ઉત્પત્તિચ્યવનનું જઘન્ય ઉત્કૃષ્ટ અંતરનું વર્ણન પૂવની જેમ કરેલ છે.
ત્યારપછી સનકુમારાવતંસક વિમાનમાં ઉપ પાત સભામાં ઉત્પન્ન થતાં સનકુમારેદ્રની ઉત્પત્તિ, તેમની પર્ષદાની સંખ્યા, તે પર્ષદાના દેવોનું આયુષ્ય, લોકપાલો સાત સભ્યો તેમની સંખ્યા, આત્મ રક્ષક, દેવોની સંખ્યા, યાન વિમાન તથા તેની વિમુવણ કરનાર દેવનું સ્વરૂપ વગેરે સામાન્યથી બતાવેલ છે.
ત્યારપછી આ ત્રીજા ઈન્દ્ર મહારાજાની ક્રિય શક્તિનું વર્ણન કરીને ભાગેછુ એવા તે ઈન્દ્ર કયા સ્થાને-કેવી રચના કરીને કેવી રીતે કામ ભેગ કરે છે તે જણાવેલ છે.
એવી જ રીતે ચોથા ઈન્દ્રનું પણ જણાવ્યું છે.
એ પ્રમાણે ભેગ–સુખ ભોગવતા સનકુમારેન્દ્ર મહાવિદેહમાં ઉત્પન્ન થઈને સિદ્ધિ ગતિ ગામી બનશે તે જણાવીને તેમનું વિવરણ પૂર્ણ કર્યું છે.
તેવી જ રીતે મહેન્દ્ર દેવલોકના ઈન્દ્રનું પણ સનકુમારેન્દ્ર પ્રમાણે જ સર્વ વૃત્તાંત સામાન્યથી જણાવીને પૂર્ણ કરેલ છે.
હવે ત્રીજા દેવલોકની ઉપર રહેલા પાંચમા બ્રહ્મલોક નામના દેવલોકનું વર્ણન કરતાં તે દેવલોકનું સંસ્થાન બતાવીને તેના પ્રતની સંખ્યા, પ્રતાના ઈન્દ્રક વિમાનેનાં નામ દરેક પ્રતરના વિમાનોની સંખ્યા પુષ્પાવકીર્ણ વિમાનની સંખ્યા તથા વિમાનના સર્વ સંખ્યા બતાવેલ છે.
આ બ્રહ્મ દેવલેક કોના આધારે પ્રતિષ્ઠિત છે તે જણાવીને તેમાં રહેલા વિમાનોના પ્રાસાદની ઉંચાઈ, વર્ણ-ગંધ-રસ-પર્શની વિશેષતા તથા અહિં ઉત્પન્ન થનાર દેવોની પૂજાઈ બતાવીને અહિંના દેવના મુકુટના ચિહ્ન તથા લેશ્ય બતાવેલ છે.
ત્યાર પછી અહિંના દેવનું દરેક પ્રતરવાર જઘન્ય તથા ઉત્કૃષ્ટ આયુષ્ય બતાવેલ છે.
આયુષ્ય પ્રમાણે શરીરમાન, આહાર, ઉચશ્વાસ, કામાભિલાષ, ગતિ. આગતિ, ચ્યવન. ઉત્પત્તિનું અંતર તથા અવધિજ્ઞાનની મર્યાદાનું સંક્ષેપથી વર્ણન કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org