SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ ॐ ही श्री शांतिम् આમુખ. જેનદર્શનનું સાંગે પાંગ નિરૂપણ કરનારા એક અપૂર્વ ગ્રન્થનો બીજો ભાગ અનુવાદ સહિત પ્રસિદ્ધ કરવા અમે ભાગ્યશાળી થયા છીએ, એથી અમને પરમ આલાદ થાય છે. આ દાર્શનિક ગ્રન્થના કર્તા મહામહોપાધ્યાય શ્રીવિનયવિજયગણિ છે. ચોદપૂર્વધારી શ્રુતકેવળી શ્રીભદ્રબાહુસ્વામીએ રચેલા ક૯પસૂત્રની “સુબાધિકા” અર્થાત “સુખબાધિકા વૃત્તિ દ્વારા તેઓ જૈન અજૈન સમાજને વિશેષ પરિચિત છે. કેમકે મોટે ભાગે-બકે સર્વ સ્થળે પર્યુષણ-પર્વમાં એ વૃત્તિ વાંચવામાં આવે છે. એમની બીજી લેકપ્રીય કૃતિ શ્રીપાલરાજાને રાસ છે કે જે પ્રતિવર્ષ બેવાર આયંબીલની ઓળીમાં વંચાય છે. એ રાસ પૂર્ણ કર્યા પૂર્વે તેમનો સ્વર્ગવાસ થયેલ હોવાથી તેને પૂર્ણ કરવાનું સૌભાગ્ય તેમના વિશ્વાસ-ભાજન સહાધ્યાયી ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહામહોપાધ્યાય શ્રીયશવિજયગણિને મળે છે. ગ્રન્થકાર વિચારરત્નાકરના? કર્તા મહોપાધ્યાય શ્રીકીતિવિજયગણિના શિષ્ય છે. વીશ હજાર લેક પ્રમાણ પદ્યબદ્ધ લેક પ્રકાશના કર્તાના જીવન તેમજ તેની અન્ય કૃતિઓના સંબંધમાં વિશેષ વકતવ્યની આવશ્યકતા અમે સ્વીકારીએ છીએ. વિશેષમાં અનેક ગ્રન્થના સાક્ષીભૂત પાઠોનું અને પારિભાષિક શબ્દોનું સૂચિપત્ર પણ આપવાની અમને જરૂર જણાય છે. આ ઉપરાંત સ્થાપનાચિત્ર તથા બીજી જે કાંઈ હકીકત આ મહા નિબન્ધને વેગ્ય સ્વરૂપમાં પ્રકટ કરતી વેળાએ ઉપયોગી ગણાય તેનો પણ આસ્વાદ પાઠક વર્ગને મળે તેવી અમારી ઇચ્છા છે. આ બીજો વિભાગ હોવાથી અત્યારે તો આને ન્યાય આપવા વિશિષ્ટ પ્રયાસ કર્યો નથી, પરંતુ અમે આશા રાખીએ છીએ કે અંતિમ વિભાગની પ્રસ્તાવનામાં આ હકીકતોને અવશ્ય યંગ્ય સ્થાન આપી શકાશે. આ ગ્રંથમાં એકંદર ૭૦૦ ગ્રંથેનો આધાર લેવામાં આવેલ છે તે હકીકત બનતા સુધી ગ્રંથાદિકના નામ સાથે પ્રસિદ્ધ કરવાની જરૂર છે તે બાબત પણ અંતિમ ભાગ વખતે જોઈ લઈશું એવી ઉમેદ છે. આ અમૂલ્ય ગ્રન્થનું સંશોધનાદિ કાર્ય અભય કુમારચરિત્ર વિગેરેના અનુવાદક ભાવનગર નિવાસી શ્રીયુતુ મેતીચંદ ઓધવજી શાહ દ્વારા કરવામાં આવ્યું છે. ભાષાંતર શબ્દસર કે સમાસાદિ અવશ્ય પ્રમાણે કરવામાં આવ્યું નથી, પણ માત્ર વાંચનારને “લોકેને ભાવાર્થ સમજવામાં આવે તે પદ્ધતિથી કર્યું છે. કેટલાક મૂળ લોકો વિના માત્ર અર્થની જિજ્ઞાસાવાળા વાંચનારાએને આ અનુકુળ થઈ પડશે તેમ ધારી આવું ભાષાંતર પ્રસિદ્ધ કરવાની જરૂર વિચારી છે. ૧ શ્રીવિચારરત્નાકર શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકેદ્ધાર પંડમાંથી અંક ૭ર તરીકે પ્રગટ થયો છે. અને ઉપર જવેલ સુબેધિકાવૃત્તિ ૫ એજ ફંડમાંથી પવે બે વાર અંક ૭ અને ૬૧ તરીકે પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy