SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ થયેલ હોવાથી તદનુસાર અમે પૂર્વધર શ્રીજિનભદ્રગણિ ક્ષમાશ્રમણકૃત શ્રીવિશેષાવ યક ભાષ્યનું ભાષાંતર બે વિભાગમાં પ્રસિદ્ધ કર્યું હતું. તેમજ સ્તુતિ આદિના કેટલાક ગ્રન્થા પણ જેવા કે શાભનસ્તુતિ, અપભક્રિસ્તુતિ, જિનાનંદસ્તુતિ. ભકતામર સ્તોત્રની પાદપૂર્તિરૂપ કાવ્યસંગ્રહ ગુજરાતી અનુવાદ સહિત તથા બની શકયું ત્યાં પ્રતિકૃતિઓ સહિત પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. આવા તાત્વિક ગ્રન્થની અભિરુચિવાળા અભ્યાસકોને આ ગ્રન્થ પણું આદરણીય થઈ પડશે એવી અમારી નમ્ર માન્યતા છે. આ ગ્રન્થનો વિષય ઘણે ગહન હોવાથી ઘણી ઓછી વ્યક્તિઓ આવા વિષયને લાભ લે છે એમ અમારા જાણવામાં હોવાથી આ ગ્રન્થ ભાષાંતર સહિત પ્રસિદ્ધ કરવા પ્રયત્ન સેવવામાં આવ્યા છે.' આ ગ્રન્થ સંબંધે કાંઈ ન્યૂનતા આદિ માલમ પડે, તેમજ બીજી કાંઈ વિશેષ માહિતી દાખલ કરવી રહી ગયેલી જણાય તેમજ અન્ય કાઈ સૂચના કરવી એગ્ય લાગે તે જે પાઠક વર્ગ તરકથી અમને લખી જણાવવામાં આવશે તે તેનો અમલ કરવા અવશ્ય બનતું કરીશું. ભાષાંતરને સાંગોપાંગ અને સંપૂર્ણ શુદ્ધતાવાળું ઉતારવાને માટે વખતો વખત અનુ વાદક મહાશયને પ્રેરણા કરવામાં આવતી, અને અન્ય વિદ્વાને તરફ ફાર વગેરે કવચિત તપાસવા મોકલવામાં પણ આવતા. અનુવાદક મહાશયે બને એટલી કાળજીપૂર્વક કામ કર્યું હશે તથાપિ. વિષય અતિ ગહન હાઈ એના અભ્યાસી તેઓ ન હોવાથી તેમાંયે ઉંડાણમાં ઉતરી મશનવડે કરાયેલા અભ્યાસી અતિ અ૯પ હોવાથી, ભાષાંતરની શુદ્ધતાની વિશેષ પ્રતીતિ માટે છપાયેલાં કારમાં ફરીથી વિદ્વાનો તરફ મોકલવામાં આવતાં માલુમ પડયું કે અશુદ્ધિઓ ઘણી રહી ગઈ છે અને શુદ્ધિપત્ર દાખલ કરવા જેવી સ્થિતિ ઉપસ્થિત થઈ છે. વિદ્વાન દ્વારા ફારોની ફેરવણી, શુદ્ધાશુદ્ધિની તારવણી તેમજ અનુવાદક મહાશય અને વિદ્વાનોની મતફેરીના કારણે આ તૈયાર થઈ ગયેલા ગ્રંથને બહાર પાડવામાં લગભગ બે વર્ષ નીકળ્યા અને ક્ષેત્રલોકવાળે બીજો ભાગ લગભગ પોણે છપાઈ તૈયાર થશે. આખરે શઢિપત્ર આપવું એવો અમારો ઈરાદે થવાથી શુદ્ધિપત્ર તૈયાર કરાવીને આની અંદર જ દાખલ કરવામાં આવ્યું છે. સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં રચેલા આગમાદિ ગ્રન્થને સુપરરોયલ સાઈઝમાં ૧૨ પછ પોથી આકારે બહાર પાડવામાં આવે છે, જ્યારે વિચારસાર-પ્રકરણને 3મી આઠ પેજ પસ્તક આકાર અને વિશેષાવશ્યક ભાષાંતરને બે ભાગમાં સુપરરોયલ સાઈઝમાં આઠ પેજી પુસ્તકાકારે બહાર પાડવામાં આવ્યા છે. તેમજ આને પણ સુપરરોયલ ૮ પેજી સાઈઝમાં પુસ્તક આકારે બહાર પાડવામાં આવે છે. અને સ્તુતિ આદિના તથા ભકતામરપાદપૂર્તિના પુસ્તકોને ક્રાઉન ૮ પેજી સાઈઝમાં પ્રસિદ્ધ કર્યા છે. આગમાદય સમિતિ દ્વારા અપૂર્વ ગ્રન્થો બહાર પડે છે તેને સામાન્ય ઇતિહાસ આપ અસ્થાને લેખાશે નહિ. ૧ મૂળ અન્ય પોથી આકારે શેઠ દે. લા. જૈન પુસ્તકોહાર ફંડમાંથી દ્રવ્ય અને ક્ષેત્રલોકને બે ભાગમાં અંક ૬૫ અને ૭૪તરીકે પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. પછીના કાલ અને ભાવલોકને પ્રસિદ્ધ કરવાનું કાર્ય ચાલુ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy