SearchBrowseAboutContactDonate
Page Preview
Page 624
Loading...
Download File
Download File
Page Text
________________ ધમ-દેશના, પચ નમસ્કાર દરિદ્ર હતા. તેણે કોઇક વખત કોઈ પ્રકારે ત્યાં આવેલા મુનિઓને અતિમહુમાન સહિત રાત્રિ રહેવા માટે પેાતાનું સ્થાન આપ્યું. વળી હપૂર્વક તેમની પયુ પાસના કરી. સાધુઓએ પણ તેને ધમમાં જોડાય તેવી આક્ષેપણી ધ-દેશના કહી. કેવી ? “હે મહાનુભાવ ! પવતના ઉંચા શિખર સરખા દેહવાળા, જેના મદજળથી આંગણાં સિંચાતાં છે, એવા હાથીએ, વિવિધ જાતિના સમુદાયવાળા સુવણ સાંકળ--યુક્ત અનેક અવા, વિનય અને આદરથી પ્રણામ કરવામાં તત્પર, વિવિધ પ્રકારની સેવા કરવામાં ઉદ્યત એવા સામંતા, દેશે, પટ્ટા, નગરા, ગામા અને વસતીવાળાં સ્થાના આદિ સુખ-સામગ્રી ધમથી પ્રાપ્ત થાય છે. મહેલામાં નિવાસ, સ્વાધીન કરેલી પૃથ્વી, મના હર અંતઃપુર, અખૂટ ભ`ડાર, માહેર સ'ગીત, નાટકાદિ, દિવ્ય દેહકાંતિ, ચંદ્રસમાન ઉજ્જવલ યશ, શ્રેષ્ઠ પુરુષાયુક્ત મળ, આ જગતમાં જે સારામાં સારાં સુખા છે, તે સર્વ ધર્માંથી પ્રાપ્ત થાય છે, જે ચીનાઇ રેશમી પટ્ટાંશુક દેવદૃષ્ય, આશ્ચયકારી ઉત્તમ માતીઓના મનેાહર ઉજ્જવલ હાર અને તેવાં બીજાં આભૂષણા, કપૂર, અગર, કુંકુમ, કેસર વગે૨ે મનેાહર ભાગાંગેાના વૈભવ વળી જીવાને જે અદ્ભુત ગુણ્ણાની પ્રાપ્તિ થાય છે, તે સર્વ પ્રભાવ હાય તા માત્ર ધમના જ છે. માટે હું ભાગ્યશાળી ! કાંઇક ધર્મકાર્ય કર, જેથી જન્માંતરમાં સુખ ભાગવનારી થઇ શકે.” આ પ્રમાણે મુનિઆએ કહ્યું, ત્યારે સગતે વિચાર્યું' કે, ધર્મ કોને કહેવાય? કેવી રીતે કરાય ? તેનું મને કશું જ જ્ઞાન નથી, તેા કરવાની વાત તે દૂર જ રહી. આ સાધુ ભગવંતા મારા પ્રત્યે વાત્સલ્ય ભાવવાળા છે, તેા તેમની આ ઉચિત આજ્ઞાના અમલ કરુ`. તેણે કહ્યું કે-- હે ભગવંત ! અમે ખરાબ-હલકા લેાકેાના વાસમાં રહેનારા હેાવાથી ધર્મીના સ્વરૂપથી અજ્ઞાત છીએ, છતાં પણ અમારે ચેાગ્ય જે ધર્મકાય હાય, તેની આપ આજ્ઞા કરી.’ [ ૫૮૧ .440 ત્યાર પછી સાધુએ એ • આ ચેાગ્ય છે. ' એમ સમજીને તેને ‘ પચનમસ્કાર ભાગ્યે. હું ભાગ્યશાળી ! આ મત્ર, પાપને નાશ કરનાર છે, તે સર્વાદર-અહુમાનથી ત્રણે સન્ધ્યાસમયે, ત્રણ, પાંચ કે આઠ વખત નિયમિત ભણવા, ખાસ કરીને ભાજન અને શયન સમયે તે આ વિષયમાં ક્ષણવાર પશુ આનું બહુમાન-સ્મરણ ન મૂકવું.' આ પ્રકારે ઘણી હિતશિક્ષા આપીને સાધુઓ બીજે વિહાર કરી ગયા. પેલે સંગત પામર પણ ગુરુવચનને ભાવથી સ્વીકારી લાંખા કાળ સુધી તે પ્રમાણે સ્મરણ કરીને શરીરના ત્યાગ કરીને ‘પંચનમસ્કાર'ના સ્મરણ-નિયમના કારણે ઉપાર્જન કરેલા પુણ્ય. પ્રભાવયેાગે પૃથ્વીરૂપ અ'ગનાના તિલકભૂત, સમગ્ર લક્ષ્મીના સ્થાનરૂપ ‘સડિä’ દેશમાં સુંદર એવા ‘'દિપુર' નામના નગરમાં સિંહથી અધિક પૌરુષવાળા ‘પદ્માનન' નામના રાજાની ‘કુમુદિની’ નામની અત્યંત વલ્લુભ એવી રાણીની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયા. રત્નરાશિનાં સ્ત્રગ્નથી સૂચિત હોવાથી તેનું નામ ‘રશિખ' સ્થાપન કર્યું. સમગ્ર કળા -કલાપ ગ્રહણ કરીને સુખપૂર્વક યૌવનારંભ કાળ પામ્યા, આ કુમારના કળા-કૌશલ્યના અતિશય સાંભળવાથી અતિર'જિત થયેલી જાણે સુકૃતથી આકર્ષાએલ લક્ષ્મી જાતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy