SearchBrowseAboutContactDonate
Page Preview
Page 610
Loading...
Download File
Download File
Page Text
________________ જિન-પૂજાનાં જન્માન્તરમાં શુભ લે [ ૫૬૭ @ સેનાપતિ ઉત્પન્ન થયા. તથા દાનવ-માનવેાએ કરેલા ઉપદ્રવાની શાંતિ કરવા સમ, તેને હિતનિમિત્તે શ્રવણુ કરાવનાર એવા (૧૧) પુરહિત ઉત્પન્ન થા. અભિલાષા થવા સાથે ઇન્દ્રના નિવાસસ્થાન સમાન ભવન તૈયાર કરી આપનાર, વૃદ્ધિ પામેલા પ્રભાવ યુક્ત વિશ્વકર્મા-સમાન સ્થપતિ (૧૨) વાધકી ઉત્પન્ન થયા. રાજ્ય-વિષયક ચિંતા કરનાર વિશ્વાસુ વ્યવહાર કરનાર સ્વામીનાં ગૃહકાય કરવામાં તર, લેાકાચારમાં કુશલ એવા (૧૩) ગાથાપતિ ગૃહપતિ શ્રેષ્ઠ વણિક ઉત્પન્ન થયા. દર્શનીય એવાં જેનાં સવ અંગેા લાખા લક્ષણવાળાં છે, પતિના ચિત્તને રંજન કરવામાં ચતુર, મનહર રૂપલાવણ્યથી યુક્ત, રત્નની કાંતિના રાજનમાં જે ચતુર છે, એવું (૧૪) સ્ત્રીરત્ન તેને પ્રાપ્ત થયું.-આ પ્રમાણે ચક્રવર્તીનાં ચૌદ રત્ના વણુબ્યા પછી, હવે નવ પ્રકારના નિધિએ વધુ વે છે— યથાકાલ અસ્ખલિત ક્રમથી (૧) પાંડુક નિધિ, તે ચક્રવર્તીને શાલિ, જવ વગેરે પ્રકારનાં સર્વ જાતિનાં ધાન્યા અપણ કરે છે. (૨) પિંગલ નિધિ, કુંડલ, તિલક, ખાજુખ'ધ, વીંટી મુદ્દા, મણિજડિત મુકુટ, મનેાહર હાર વગેરે દિબ્યાલ'કારના વિધિ પ્રાપ્ત કરાવે છે. (૩) ફાલ નામના નિધિ, સર્વ દિશાઓમાં સુગંધ ફેલાવે તેવા પ્રકારના સવઋતુએમાં ઉત્પન્ન થતા નિર્મળ ચમકતા પત્રવાળા, કલ્પવૃક્ષ વગેરેનાં પુષ્પાની ગૂંથેલી માળા આદિક તેને અર્પણુ કરે છે. (૪) શંખ નામના નિધિ, અસ`ખ્યુ પ્રકારના, કાનને મનેાહર લાગે તેવા શબ્દવાળા, વિવિધ પ્રકારના સુંદર રીતે નિર ંતર વાગતા એવા વાજિંત્ર-વિધિ અર્પણ કરે છે. વિવિધ પ્રકારની ર'ગ-બેર`ગી આકષ ણીય રચનાયુક્ત, રાગને હરણ કરનાર એવા ચીનાંશુક-રેશમી વસ્રા તૈયાર કરીને (૫) પદ્મ નામના નિધિ તેને અપશુ કરે છે. તીક્ષ્ણ તરવાર, તેમરસ, ધનુષ-ખાણુ, ચક્ર, મુસુંઢિ, બિડિમાલ વગેરે સગ્રામ કરવામાં ઉપયેગી થાય તેવા શસ્રસમૂહ (૬) માણવક નામના નિધિથી ઉત્પન્ન થયા. સુકુમાલ સ્પર્શયુક્ત શયન, આસન, તેમ જ શરીરને શાંતિ કરી આપનાર અનેક ભક્તિયુક્ત બીજાં સાધના (૭) નૈસપ નામના નિધિએ તેને તૈયાર કરી આપ્યાં. તેના ઉગ્ર પુણ્યમે કૈાઇ દિવસ અંત ન આવે તેવે અખૂટ (૮) સર્વ રત્નમય નિધિ પ્રાપ્ત થયેલેા છે કે, જેનાથી તેનાં સવ મનાવાંછિત કાચ પૂર્ણ થાય છે. પેાતાના બીજા જીવ સરખા પ્રિય એવા મંત્રીપુત્ર નિષ્કુત્રિમ ગાઢ સ્નેહયુક્ત વિશ્વાસનું અપૂર્વ એક સ્થાન તેવા મનેહર તેને મિત્ર થયા. તેને સુંદર રત્નની ખાણુ સમાન, ખત્રીશહજાર સરળ અને કલ્યાણકારી નામવાળી પત્નીઓ હતી. દેશનાં જે કલ્યાણિક નામા હોય, તેવા નામવાળી તેટલી જ બીજી દેવાંગના-સમાન સ્ત્રીઓના પતિ થયા. વળી તે અનેક ખેડ, કટ, મડમ, ગામ, નગર, ખાણા વગેરેથી સંકળાયેલા છે, એવા મોટા રાજ્યને અનેક લાખ પૂર્વીના લાંબા કાળ સુધી ભાગવીને પેાતાનું પુણ્ય ખપાવતા હતા. હવે કાઈક સમયે ત્યાં ‘શિવકર' નામના અરિહંત પ્રભુ સમવસર્યા. સમાચાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy