SearchBrowseAboutContactDonate
Page Preview
Page 591
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૮ ] ઉપદેશપદ–અનુવાદ વલ્લભ છે ?” તેમણે પણ પૂર્વભવના વૃત્તાને કહ્યા, એટલે બંનેને સંવેગ ઉત્પન્ન થયો. (૯૭૩) આ વકતવ્યતા વિસ્તારથી કહેવાની ઈચ્છાવાળા શુકનું મરણ ઈત્યાદિ ચૌદ ગાથા –ગર્ભિત ચરિત્ર કહે છે – ૯૭૪ થી ૯૮૬–સર્વ ઋતુગ્ય વૃક્ષ-સમૂહની પુષ્પ-સુગંધથી ભરપૂર દિશાસમૂહવાળું નંદનવન સમાન અતિમનહર મહાવન નામનું એક મોટું વન હતું. જેમાં પુષ્પરસના પાનથી મત્ત બનેલા મધુકરના ગુંજારવથી સંતોષ ઉત્પન્ન કર્યો છે, તથા લીલાથી ગમન કરતા હાથીઓના કુલના કંઠના ગજરવ શબ્દથી મનહર એવા તે વનમાં જિનેન્દ્ર ભગવંતનું ભવન હતું. તે કેવું હતું? તે કે, મોટા સ્થૂલ સ્તંભેવાળું, સ્તંભ ઉપર સ્થાપન કરેલી નૃત્ય કરતી પૂતળીઓથી યુક્ત, લક્ષણયુક્ત સ્ત્રીવર્ગની જેમ જેની ચલાયમાન નિર્મલ પતાકા ફરતી છે, હિમાલય પર્વત સરખા ઉંચા શિખર સરખું, સ્ફટિકમણિમય વિશાલ શાલા-યુક્ત, જેણે કિન્નર દેવતાઓના સમૂહ માફક આરંભેલાં ગીતથી દિશાચકને બહેરું કરેલ છે, અતિરમય આફ્લાદક શ્રી ઋષભનાથ ભગવંતની પ્રતિમાએ જેના મધ્યભાગમાં શભા કરી છે, જેને વૃક્ષોના સમૂહથી શોભાયમાન એ ચારે બાજુ ફરતે વનખંડ છે. લોકોનાં નયનને રમ્ય, સુંદર કાંતિવાળું, જયલક્ષમીના કુલઘર સરખું, વળી મહાદેવના હાસ્ય-સમાન પ્રકાશિત કાંતિસમૂહવાળું એક જિનભવન હતું. તે વનમાં મનુષ્ય ભાષા બોલનાર અતિગાઢ નેહવાળું એક પિપટ અને મેનાનું તિર્યંચ-યુગલ હતું. સ્વછંદપણે ઉડતા, ફરતા ફરતા તે બંને કંઈક સમયે તે ઋષભદેવ ભગવંતની પ્રતિમા પાસે આવ્યા એને દેખીને હર્ષિત મનવાળા કહેવા લાગ્યા કે આ રૂપ-દર્શન અપૂર્વ નયનામૃત-સમાન છે, માટે બીજાં કાર્યો છોડીને આપણે દરરોજ આવીને આ રૂપ જેવું યોગ્ય છે. આ પ્રમાણે દરરોજ પ્રભુ-પ્રતિમાનાં દર્શન કરતા કરતા લગભગ તેમના આત્મામાં મોહની મલિનતા ઓસરી ગઈ. આ પ્રમાણે તે બંનેના દિવસો પસાર થતા હતા. એટલામાં રતિ-આનંદના સ્થાન સમાન વસંત માસ આવ્યો. એક સાથે જ ત્યાં આગળ સમગ્ર વૃક્ષે પુષ્પ-સમૂહથી આચ્છાદિત બની ગયા. એટલે વનનાં દરેક સ્થળે દેવતાઓના બગીચાઓથી પણ અધિક શેવા લાગ્યાં. એ પછી તે બંનેએ પિતાની ભક્તિથી પૂર્ણ ચંચુપુટથી આંબાની મંજરીઓ ગ્રહણ કરીને પૂજન-નિમિત્તે પ્રભુના મસ્તક ઉપર અર્પણ કરી હતી. આમ પ્રભુ-પૂજા કરતા કરતા તેઓના કષાયોની મંદતા થઈ, મધ્યમ પ્રકારના ગુણવાળા તેઓને કેટલાક સમય ગયા પછી મરણ-પરિણામ થયા. આ બાજુ ભરતક્ષેત્રમાં કોશલ નામના શુભ પ્રદેશમાં વિકસિત થએલા કમલખંડથી શોભાયમાન, હજારે સરોવરોથી વીંટાયેલ, હજારો પુરાણા દેવકુલની સભાઓથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy