SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૨ ] ઉપદેશપદ-અનુવાદ ગુણશ્રી નામનાં કોઈ પ્રવર્તિની તેમના જેવામાં આવ્યાં છે, જેઓ અભિમાન-કલંકથી રહિત હતાં, દોષોની ઉત્પત્તિ જેનાથી દૂર થયેલી છે, સ્થિર સ્વભાવવાળી, નિરંતર અખંડ આચાર પાળનારી, અપૂર્વ ચંદ્રબિંબ સમાન આનંદ આપનાર, ઈન્દ્ર સમાન સુબુદ્ધિવાળી, દોષ તરફ નજર ન કરનારી, કમરજના સંગથી રહિત અથવા બાલબ્રહ્મચારી, ચંદ્રકિરણ સમાન ઉજજવલ વસ્ત્ર ધારણ કરનારી અને તેવા જ સ્વચ્છ માનસવાળી જાણે શરદલમી હોય, શ્રેષ્ઠ ગૌરવને ધારણ કરનાર, હેમંત ઋતુની જેમ કમલ સરોવરની શોભાને નાશ કરનાર અર્થાત્ તેના કરતાં અધિક શોભાવાળી, જેમણે સમગ્ર દોષોને અંત કર્યો છે, શિશિરઋતુ માફક અતિ શીતલ સ્વભાવવાળી, કેયલ સમાન મધુર વચન બેલનારી, વસંતમૂર્તિની જેમ ભવનના લોકોને આનંદ પમાડનાર, ગ્રીષ્મઋતુની જેમ લોકોને અતિ પરસેવે કરનાર, બીજા પક્ષે જેણે ઘણું લોકેનું શ્રેયકલ્યાણ કરેલ છે, એવા ઉગ્રતાની પ્રભાવાળાં, આ પ્રમાણે સર્વકાળમાં શીલસંપન્ન પવિત્ર ચિત્તવાળાં પ્રવર્તિનીને દેખીને વિકસિત કમળ-સમાન મુખવાળી રાજ પુત્રીએ કહ્યું કે, “તારાઓ સહિત ચંદ્રકળા-સમાન ઉજજવલ વેષ ધારણ કરનારાં આ કયાં સાધ્વી છે? રાજહંસી સાથે બીજી હંસીઓ હોય તેવાં સમાન વેષધારી સાધવીઓ સહિત આ કેણ સાઠવી હશે ? ત્યારે વણિકપુત્રીએ કહ્યું કે, “અમારા ગુરુઓને પણ ગૌરવ સ્થાન, ઉગ્ર તપથી દુર્બલ કરેલા અંગવાળાં, જેમણે પાપ શમાવેલાં છે, એવી આ શ્રમણી છે, હે સ્વામિની! એના વિશાળ નિર્મલ દયા-યુક્ત માનસમાં રાજહંસ પણ સ્થાન પામી શકતો નથી. જે ધન્ય હોય, તે જ એમનાં દર્શન પામી શકે છે, ધન્ય હોય, તે જ ભક્તિ-રાગથી તેમને વંદન કરે છે, ધન્ય પુરુષે જ તેમનાં વચનને શ્રવણ કરે છે અને હંમેશાં તેનો અમલ કરે છે. તે સાંભળીને સર્વ સખીઓ ત્યાં ગઈ અને વંદના કરી. સાધ્વીએ પણ સૂત્રમાં કહેલી વિધિ પ્રમાણે તેઓને ધર્મકથા કહેવી શરુ કરી કે, “દરિદ્રને જેમ રત્નપૂર્ણ રેહણાચલ પર્વતની પ્રાપ્તિ થાય, તેમ દુર્લભ મનુષ્યપણું પ્રાપ્ત કરીને બુદ્ધિશાળીએ રત્ન-સમાન ધર્માનુષ્ઠાન જરૂર ગ્રહણ કરવું જોઈએ. સિદ્ધ કરેલી મહાવિદ્યા પણ ફરી સમરણ કરવામાં ન આવે, તે જેમ નિષ્ફલ થાય છે, તે પ્રમાણે ધર્મમાં પ્રમાદ કરનાર પામેલું મનુષ્યપણું પણ હારી જાય છે. પ્રાર્થના કરવામાં પ્રમાદ કરનારને ચિંતામણિરત્ન પણ ધનસમૃદ્ધિ આપતું નથી, તેમ ધર્માચરણમાં આળસ કરનારને મનુષ્યજન્મ નિષ્ફલ થાય છે. (૨૫) જેમ દુર્લભ ક૯પવૃક્ષને દેખીને મૂઢ મનુષ્ય તેની પાસે કડી માગે, તેમ મોક્ષફલ આપનાર મનુષ્યપણમાં મૂખ મનુષ્ય વિષયોની માગણી કરે છે. તે હવે તમે સમ્યકત્વને ગ્રહણ કરો, પાપ દૂર કરનાર સંયમ અંગીકાર કરો, મહાતપની સેવના કરો. જે તમે જન્મ-મરણનો છેડો લાવવાની ઈચ્છા કરતા હો, તો જીવરૂપી સુવર્ણને સંયમરૂપ કુલડીમાં નાખીને તપસ્યારૂપ અગ્નિથી ખૂબ તપાવીને કર્મ-કલંકથી મુક્ત કરવામાં આવે, તો તદ્દન નિર્મલા સુવર્ણ સરખે કમરહિત આત્મા થાય, તેમાં સંદેહ નથી.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy