________________
૩૫૪ ]
ઉપદેશપદ-અનુવાદ
આ પ્રમાણે પ્રાધના કરવા છતાં પણ જ્યારે મેરુપર્યંત સમાન પેાતાની ધૈય તાથી સાધુ પ્રતિજ્ઞા છેડતા નથી, ત્યારે આલિંગન આદિ તથા કામશાસ્ત્રમાં નિરૂપણ કરેલા વિવિધ ઉપાચેાથી ચલાયમાન કરવા માટે પ્રયત્ન કરવા લાગી, તે પણ મુનિ જરાપણ Àાભ ન પામ્યા. એમ કરતાં દિવસ આથમવાના સમય થયા, ત્યારે મુનિને ખમાવીને પેાતાના આત્માની નિંદા કરીને સવેન્દ્રિયાના સવર કરેલા હેાવાથી મડદા સમાન તેને દાસીએ પાસે ઉપડાવીને સ્મશાનના સ્થાનકમાં ત્યાગ કર્યા. ત્યાં કાઉસગ્ગપ્રતિમાપણે ઉભા રહેલા તેને અભયા-વ્યંતરીએ ઉપસર્ગ કરવાના આરંભ કર્યો. સમતાથી સહન કરતા સાત દિવસેા પસાર કર્યાં, ત્યારે આઠમા દિવસના સૂર્યાય સમયે તેણે જેમાં લેાક, અલાક સાક્ષાત્ પ્રગટ દેખાય તેવું કૈવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. સુંદર ચારિત્રથી પ્રભાવિત થયેલા ચારે નિકાયના દેવા ત્યાં આવી પહોંચ્યા. અતિ ઉજ્વલ વિશાલપત્રયુક્ત સુવર્ણ કમલ આકારનું આસન રચ્યું. તેના ઉપર આ વિરાજમાન થયા, દેવાએ તેમના કેવલજ્ઞાનના મહેાત્સવ કર્યાં. ત્યાર પછી ભવસમુદ્રમાંથી પાર પમાડનાર ઉત્તમ નાવ સમાન ધર્મોપદેશ આપ્યા. તે આ પ્રમાણે—
ધર્મોપદેશ
“કાઇપણ તેવા પુણ્યાયના પ્રતાપે આ ઉત્તમ મનુષ્યપણું મેળવીને, તેમાં પણ વિશેષ પુણ્યાગે વળી તીર્થંકર પરમાત્માના અનુત્તમ ધર્મની પ્રાપ્તિ કરી. તેા હવે તમે નીહાર-હિમ અને ચંદ્ર સમાન ઉજ્જવલ–નિલ મનથી જિનેશ્વરદેવની પૂજા કરો, ત્યાર પછી આદરપૂર્વક મહાસન્માન કરે. દરેક ક્ષણે પાપનાં પચ્ચક્ખાણ કરે, તથા સતત મેાટી ધાર પડે તેવા મેઘની ઉપમાવાળા કામ, ક્રોધરૂપી દાગ્નિ નાશ કરનાર-એલવનાર, સ્વ-મેક્ષ આપનાર એવા સ્વાધ્યાય કરે. જેએએ · મહાવ્રત રૂપ પૂર્ણ નિયમ ગ્રહણ કર્યા હોય, તેમણે હ ંમેશાં તેમાં ઉદ્યમ કરવા જોઇએ. જિનકથિત વિધિ અનુસાર સુપાત્રદાન અને દીન-દુઃખીએ વિષે અનુકંપા કરવી.
ન્યાયમાર્ગનું અનુસરણ, આયતન-સેવન, અનાયતન–વન, નીંહાર-તુષાર, મુક્તાહાર સમાન ઉજવલ યશ સંગ્રહ કરવામાં લાભ રાખવા. મહાદાક્ષિણ્ય બુદ્ધિ રાખવી, નિરંતર મૃત્યુના ઝડપી પ્રવાહ ત્રાસ પમાડી રહેલા છે, તેા તેના નાશ કરવા માટે સૂત્રમાં જે માર્ગ નિરૂપણ કરેલા હોય, તેમજ પર્યંત કાલને ઉચિત અત્યંત નિપુણ આરાધના કરવી જોઇએ. (૧૫૦) સાધર્મિકાનું શ્રેષ્ઠ વાત્સલ્ય, જીવાની દૃઢ રક્ષા, દ્રુતિના માર્ગે લઈ જનાર ક્ષણિક વિષયા વિષે વૈરાગ્ય, આ જિનેન્દ્રના શાસનમાં બીજા પણ જે બ્રહ્મચર્યાદિક વિધિએ કહેલી હાય તેને જો આગળ અતિપવિત્ર સંપદા પ્રાપ્ત કરવી હાય, તે તમારે હમેશાં ધનું સેવન કરવું જોઇએ. મનથી કલ્પના કા, તે ફળ આપનાર કલ્પવૃક્ષે આગળ ઘણા મેળવ્યા, ચિંતિત પદાર્થ આપનાર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org