SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ મિથ્યાદષ્ટિનું અજ્ઞાન ગતાનું સ્વાભાવિક તત્ત્વથી સુખ નથી. જે કંઇ સુખ થયું છે, તે માત્ર ઔષધના પ્રભાવનું. વળી તેમાં પણ અત્યંત ભયંકર રોગથી અંદરથી તો પીડાય છે, બહારથી જ સુખલાભ જણાય છે. જેમ શરદકાળમાં કઠેર સૂર્યનાં કિરણોના સમૂહથી મોટા સરોવરોમાં ઉપરનું બહારનું જળ તપેલું હોય છે, પરંતુ અંદરના મધ્યસ્થાનમાં અત્યંત શીતલભાવવાળું જળ હોય છે. એવી રીતે સુંદર ક્રિયાયોગે બાહ્ય સુખનો યોગ થાય, તે પણ મિથ્યાત્વ ગાઢ હોવાથી દુઃખમાં સુખની ક૯૫ના કરે છે. કારણ કે, જે સુખથી ભાવિમાં દુઃખ થવાનું હોય તેને વિવેકીએ સુખ માનતા નથી, પણ અવિવેકી અજ્ઞાનીઅવળી બુદ્ધિવાળા મિથ્યાત્વીઓ જ સુખ માને છે. (૪૪૦) ફરી પણ દષ્ટાન્ત દ્વારા તે જ કહે છે – ૪૪૧–કમળો વગેરે આંખના રોગથી પીડા પામેલો સ્ત્રી-પુરુષને દેખી કે ઓળખી શકતે નથી, તેવી રીતે જેને સાચે બોધ હણાયે છે, એ મિથ્યાદષ્ટિ આત્મા સામે સાચું સુખ હાજર થયું છે, તે પણ તે સુખ મેળવી શકતો નથી. (૪૪૧) કેમ? તેને જવાબ આપે છે – ૪૪૨–ખોટી વસ્તુનો આગ્રહ રાખનાર મિથ્યાદષ્ટિ આત્મા નકકી હેવ-ઉપાદેય પદાર્થના વિવેકનો અભાવ હોવાથી વિષ-વિકારથી વિહલ બનેલા ચિત્તવાળે હેય અને તેને પુષ્પમાળા, ચંદન, સ્ત્રી વગેરેને ભેગ પ્રાપ્ત થાય, તે પણ તે અભોગ છે, તેમ મિથ્યાષ્ટિ આત્માને ચકવર્તી વગેરે પદવી પ્રાપ્ત થયેલી , તે પણ વિપરીત જ્ઞાન હોવાથી તેને કેાઈ ભોગ ગણાતા નથી. (૪૪૨) તે જ કહે છે– ૪૪૩–જીવાદિક પદાર્થ વિષયક જે જ્ઞાનનો અવબોધ મિથ્યાદષ્ટિ આત્માને સમ્યગુ પ્રકાર હોતો નથી. જ્ઞાન ન હોવાથી સ્ત્રી આદિને કે ભગ્ય વસ્તુ વિષયક જે ભોગ, અધપુરુષ સમાન જાણ. અંધ પુરુષને મહેલ, સુંદર શય્યા. આસન, સ્ત્રી વગેરેના ભેગા મળવા છતાં રૂપ દેખાતું ન હોવાથી પરમાર્થ થી તે ભેગપણાને પામતું નથી; તે જ પ્રમાણે મિથ્યાદષ્ટિ આત્માઓને સાચા પદાર્થનું સમ્યગજ્ઞાન ન હોવાથી તે ભેગ તે પરમાર્થથી ભેગ નથી. આ જ વાતને વધારે દઢ કરતા જિનભદ્રગણી ક્ષમાશ્રમણ શ્રીવિશેષાવશ્યક ભાષ્યમાં આ વસ્તુની સિદ્ધિ કરતા તે પ્રમાણે જણાવે છે. (૪૪૩) કહેલી વસ્તુ કહે છે– ..... सदसदविसेसणाओ, भवहेउजहिच्छिओवलंभाओ । णाणफलाभावाओ, मिच्छद्दिहिस्स अन्नाणं ॥ ४४४ ॥ તેને સત એટલે સાચા અને અસત્ એટલે બેટા એ બેમાં વિશેષતા માનત ન હોવાથી મિથ્યાદષ્ટિ છે અને તેથી તેનું જ્ઞાન પણ અજ્ઞાન જ ગણેલું છે. મિથ્યાષ્ટિઓ જે પદાર્થ છે, તે સર્વથા અસ્તિ પ્રકારે જ માને છે. એવી રીતે નાસ્તિ-નથી એમ પણ અહીં સમજવું. પરંતુ વસ્તુસ્વરૂપ તે પ્રમાણે નથી. સર્વ ભાવે સ્વરૂપથી સત્પણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy