________________
પ્રાયશ્ચિત્તમાં લૌકિક દષ્ટાંત
[ ૩૦૫
શક્તિઓ ચાલી જાય છે. દુઃખ-ફલેશ આદિ ફલો આપવા અસમર્થ થાય છે. (૩૭૬)
એ પ્રમાણે થતાં જે સિદ્ધ થયું, તે બતાવે છે–
૩૭૭—ભવવૃક્ષના મૂળ સમાન પાપપ્રકૃતિના અનુબંધને વિચ્છેદ થયો, એટલે ભવને પણ વિચ્છેદ થયો. આ કારણે તેને વિચ્છેદ કરવા માટે નિન્દા-ગર્હ કરવા પ્રયત્ન કરે, એટલે બીજા અનુષ્ઠાનની અપેક્ષાએ નિન્દા-ગહ કરવા રૂપ વિશેષ પ્રયત્ન કરો. બીજા મતમાં પણ આ કહેલું છે, તે પછી આપણા જૈનોમાં તે તે વિશેષ પ્રકારે અશુભાનુબંધની નિન્દા-ગહી કરવી જોઈએ. અનુબંધ અટકાવવાના વિષયમાં વાનપ્રસ્થત્રીજા આશ્રમનું સેવન કરતા બે શિષ્યનું ઉદાહરણ આપે છે. આશ્રમેન કમ અનુક્રમે ૧ બ્રહ્મચારી, ૨ ગૃહસ્થ, ૩ વાનપ્રસ્થ અને ચોથો આશ્રમ યતિને છે. (૩૭૭) પ્રાયશ્ચિત્તમાં લૌકિક દૃષ્ટાંત
૩૭૮ થી ૩૮૨–મગધ નામના દેશમાં આંગિરસ અને ગાલવ નામના બે બ્રાહ્મણપુત્રો બે આશ્રમનું પાલન કરી વાનપ્રસ્થાશ્રમમાં જોડાયા. કેઈક સમયે ગાલવ નામના નાનાભાઈને કોઈ પણ કારણસર પિતાના વનખંડમાંથી આંગિરસના વનખંડમાં આવવાનું થયું. તે વખતે મોટાભાઈને પિતાના વનમાંથી દર્ભ, કન્દ, ફલ, જળ, ઈધન વગેરે તાપસ લોકોને ઉપગી વસ્તુઓ લાવવાની હોવાથી બીજાએ ત્યાં રહીને તેની રાહ જોઈ. આવવાની રાહ જોવામાં વધારે સમય થયો, તેથી ગાલવને ભૂખ લાગી. એટલે તેણે મેટાના વનમાંથી દાડમફલ તોડીને ખાધાં. એક મુહૂર્ત પછી મોટો પિતાના વનમાં પાછો આવ્યો અને નાનાએ તેને વંદના કરી. મોટાએ દાડમ ગૂમ થયેલું દેવુ, પૂછયું કે, “આ કોણે કર્યું?” નાનાએ પિતે લીધું છે, તેમ કહ્યું. ત્યાર પછી આંગિરસે કહ્યું, અહિંથી તારી મેળે ગ્રહણ કરવાથી તને અદત્તાદાનનું પ્રાયશ્ચિત્ત લાગ્યું. જે કે-“જે કારણથી પાપ છેદાય છે, તે કારણથી પ્રાયશ્ચિત્ત એમ બેલાય છે, ઘણે ભાગે જેનાથી ચિત્ત શુદ્ધ થાય, તે પ્રાયશ્ચિત્ત કહેવાય.” આ વચનથી અપરાધ-શુદ્ધિના ઉપાયભૂત અનુષ્ઠાન તે પ્રાયશ્ચિત્ત કહેવાય તથાપિ ઉપચારથી પ્રાયશ્ચિત્તથી શુદ્ધ કરી શકાય, તે અપરાધ પણ પ્રાયશ્ચિત્ત-શબ્દથી વ્યવહાર થાય છે. તેથી પ્રાયશ્ચિત્ત જેને લાગુ પડે, તે પ્રાયશ્ચિત્તી કહેવાય. માટે તું પણ પ્રાયશ્ચિત્તી હોવાથી હું તને પ્રતિવંદન નહીં કરીશ. નિશીથસૂત્રમાં પણ કહેવું છે કે “મૂલગુણ અને ઉત્તરગુણોમાં શક્તિવાળા હોવા છતાં તેમાં જે પ્રમાદ કરે છે–આળસ સેવે છે–ખેદ પામે છે, તેઓ પણ વંદન કરવા લાયક નથી.”
ગાલવે કહ્યું કે-“તમે મને પ્રાયશ્ચિત્ત આપો.” આંગિરસે કહ્યું કે-આ મંડલાધિપતિના નગરમાં જા અને રાજા પાસે શુદ્ધિ માગ.” દુષ્ટને શિક્ષા અને શિષ્ટનું પરિપાલન કરવું, તે રાજાનું કર્તવ્ય છે અને સર્વ આશ્રમના ગુરુપણે હોવાથી તેના અધિકારનું આ કર્તવ્ય છે. ગાલવે કહ્યું કે, તે રાજા તે અહીંથી ઘણું લાંબા અંતરે al
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org