________________
મળવા છતાં અને મૂળ ગ્રંથ ઉપરાંત બીજી અનેક વિવિધ સામગ્રીઓને પણ આ ગ્રંથમાં પીરસેલ હોવાને લીધે ગ્રંથનું કદ ધાર્યા બહાર વધી જતાં આ અપૂર્વ ગ્રંથ, સમાજને એકદમ સસ્તી કિંમતે વસાવી દેવાની જે પ્રાથમિક ધારણા હતી તે તથા પ્રમાણમાં બર આવી શકી નહીં.
પૂ. ઉપા. શ્રી ધર્મવિજયજી મ. જેવા વિદ્વાન મુનિરાજના હાથે “આચાર્યશ્રી વિજય મેહનસૂરીશ્વરજી સ્મારક ગ્રન્થમાળા-વડોદરા નાં મંગલાચરણ તરીકેનો તે પ્રથમ અનુવાદ ગ્રન્થ જ એ રીતે હજાર ક્ષતિઓથી પરિપૂર્ણ પ્રસિદ્ધ થવા પામ્યું ! તેમાં કુદરતના સંકેત સિવાય બીજું શું કલ્પીએ? અન્યથા પોતાના જ ગુરૂજીની તે સ્મારક ગ્રંથમાળાના મંગલાચરણમાં જ તેવા વિદ્વાન પુરૂષના હાથે “યત્ર મફTTીતઃ”ના ન્યાયે તે ત્રુટક-અસંબદ્ધ-વિપરીત અર્થવાળા અને પ્રાયમહત્વશન્ય એવી શાસ્ત્રવિરૂદ્ધ ટીપ્પણીઓથી ભરપૂર અનુવાદ, સમાજને પીરસાઈ જવો સંભવે જ કેમ ? અને દ્રવ્યાનુયોગાદિ તત્વજ્ઞાનના નિષ્ણાત શ્રીયુત બદામીજી જેવા શ્રાદ્ધવર્યું પણ પૂ. ઉ.શ્રીની વિદ્વત્તાના ભસે તે અનુવાદને ઉપલક દૃષ્ટિએ જ તપાસવાનું તથા પ્રસ્તાવના આપવાનું બને જ કેમ? આનું નામ જ ભાવિભાવ.
તે અનવાદમાં એ રીતે પ્રસિદ્ધ થવા પામેલ શ્રીયત બદામીજી જેવા સમાજમાન્ય પ્રાજ્ઞ અને પ્રૌઢશ્રાદ્ધવર્યાની તે પ્રસ્તાવના ઉપર આ અનુવાદમાં અન્ય કોઈ વિદ્વાનની પ્રસ્તાવના લેવાનું અનુચિત જણાવાથી તે અનુવાદમાંની ક્ષતિઓના સુધારાઓ ક્રમસર ખ્યાલ પર નાખીને શ્રીયુત બદામીજીને તે અનુવાદમાંની તે પ્રસ્તાવના, સંગત સુધારા વધારા સાથે આ અનુવાદને આપવાનું જણાવેલ. પરિણામે તેઓશ્રીએ પણ તે વાતને પ્રમાણિક પદ્ધતિએ સ્વીકારી, અને પ્ર. ઉપાશ્રીના તે અનુવાદમાંની પિતાની તે પ્રસ્તાવના જરૂરી સુધારા વધારા સાથે આ ગ્રંથમાં તેઓએ દિલભેર આપી! તેઓશ્રીની સત્યાર્થ પ્રિયતાનું આ આદર્શ પ્રતિક લેખાય.
આ અનુવાદ રચવાનું કાર્ય હાથ ધરતાં તે કાર્યમાં [ પૂ. શ્રી ધર્મવિ.મને તે અનુવાદમાં ટીકામાંના જે જે પાઠો અને કલેકેને અનુવાદ તજી દેવામાં આવેલ છે, તે તે પાઠ અને લેક શેધી આપવામાં બે માસ પર્યત સતત પરિશ્રમ ઉઠાવી તેનાં સ્થળો અને સંખ્યાનું પણ તૈયાર લીસ્ટ મેકલી આપવા વડે ] પ્રાથમિક નોંધપાત્ર સહાય અર્પનાર પૂ. આ. .શ્રી વિજયપ્રભસૂરીશ્વરજી મ.શ્રીના ચારિત્રી વયેવૃદ્ધ વિદ્વાન શિષ્યરત્ન પૂ.પં.મ.શ્રી નવિજયજી મહારાજશ્રીને હાર્દિકે ઉપકાર માનું છું. વળી મુદ્રિત ટીકાની સાથે મેળવવા સારૂ પિતાના ભંડારમાંથી સં. ૧૫૦૦ લગભગની તથા સં. ૧૬૩૫ ની એમ પ્રાચીન હસ્તલિખિત બે પ્રતિ મહિનાઓ સુધી આપનાર પૂ. મુનિરાજ શ્રી ગુલાબવિજયજી દાદાના સચ્ચારિત્રી, સુતપસ્વી અને વયોવૃદ્ધ શિષ્યરત્ન પૂ. મુનિવર્ય શ્રી મંગળવિજયજી મ. શ્રીનો પણ ઉપકાર વિસરી શકાય તેમ નથી ! કારણ કે- તેઓશ્રીએ આપેલ તે બંને હસ્તલિખિત પ્રાચીન પ્રતોમાંથી તે મહત્વને અર્થ પમાડનાર સવાત્રણ પ્રમાણુ નવા મૂળપાઠ પ્રાપ્ત થયા છે, જેને આ અનુવાદ ગ્રંથની કુટનોટમાં દાખલ પણ કર્યા છે ! કુટનેટમાં આપેલ તે પાઠેની આ જ નિશાની સં. ૧૫૦૦ લગભગની પ્રતની છે, આ * નિશાની સં. ૧૬૩૫ ની પ્રતની છે; અને આ x નિશાની બંને પ્રતની છે.
આ આત્મકલ્યાણ ગ્રન્થનાં વાચન-મનન અને પરિશીલન દ્વારા કલ્યાણકામી ભવ્યાત્માઓ, સમ્યગદર્શનાદિ રત્નત્રયીની નિર્મળ આરાધના પામી શિવલક્ષ્મીના ભક્તા બને એ જ શુભાભિલાષા.
ભાવનગર,
મારવાડી વડે. વિ. સં. ૨૦૦૯ મેર ત્રિવેદશી)
શમણુસંધસેવક હંસસાગર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org