________________
'વૃત્તિકાર કૃતા પ્રશસ્તિ
[ આઘાટ નગરના રાજાએ સં. ૧૨૮૫ માં આપેલ “હીરલા” બિરૂદને તથા બાર વર્ષ આયંબિલ કરવાને લીધે “તપ” નામક બિરૂદને વર્યા બાદ] જગતને વિષે (તપાગચ્છ સ્થાપક તરીકે) “તપ” નામથી વિખ્યાતિને પામેલા શ્રી જગચંદ્રસુરીશ્વરજી થયા. તેઓશ્રીની પાટે ગુરૂને વિષે ઉત્તમ એવા શ્રી દેવમુંદરસૂરીશ્વરજી થયા. તે દેવસુંદરસૂરીશ્વરજીના પાંચ શિષ્યો હતા; તેમાં આગમરૂપ સમુદ્રમાંથી વિવિધ પ્રકારની અવસૂરિઓ રૂ૫ લહરીઓ પ્રગટ કરવાવડે પિતાનું જ્ઞાન સાગર” એવું યથાર્થ નામ ધારણ કરનારા શ્રી જ્ઞાનસાગરસરીશ્વરજી નામે પ્રથમ શિષ્ય હતા, શ્રત સમુદ્રમાંના વિવિધ આલાપકેના ઉદ્ધારનારા થવાથી સર્વ આચાર્યોના ઈન્દ્ર તરીકે ગણાએલા કુલમંડનસૂરીશ્વરજી નામે બીજા શિષ્ય હતા, ષદર્શન વૃત્તિ-ક્રિયારત્નસમુચ્ચય અને વિચારસારસંગ્રહ નામના ગ્રંથોના રચનારા અને શ્રી ભુવનસુંદરસુરીશ્વરજી વગેરેના વિદ્યાગુરૂપણાની ખ્યાતિને ભજનારા શ્રી ગુણરત્નસુરીશ્વરજી નામે ત્રીજા શિષ્ય હતા, અખંડ મહિમાવાળા પ્રવરગુરૂ શ્રી સેમસુંદરસૂરીશ્વરજી ચેથા શિષ્ય, એવા ઉત્તમ ધર્મવંત હતા કે – તેથી પ્રભુશાસનની “સાધુ અને શ્રાવક, તરીકેની ” બંને પ્રકારની સંતતિ ઘણી જ વૃદ્ધિ પામી ! તથા શ્રી યતિજિતકલ્પની વૃત્તિના રચયિતા એવા પાંચમા શિષ્ય પ્રવર શ્રી સાધુરત્નસૂરીશ્વરજી થયા, કે-જેઓશ્રીએ મારી (રત્નશેખરસૂરીશ્વરજી) જેવા બાળબુદ્ધિને (?) પણ ભવપમાંથી (પિતાની વાણીરૂપ) કીરણના પ્રયોગ વડે બહાર ખેંચી કાઢ! અર્થાત્ ચારિત્રની પ્રાપ્તિ કરાવી.
પૂ. શ્રી જગચંદ્રસૂરીશ્વરજીની પાટે આવેલા તે શ્રી દેવસુંદરસૂરીશ્વરજીની પાટે તે પાંચ શિમાંના ચેથા શિષ્ય શ્રી સોમસુંદરસૂરીશ્વરજી, ગણના સ્વામી થયા! કે જેઓ યુગપ્રધાનની જેમ જયવંતા વર્તે છે. તે શ્રી સોમસુંદરસૂરીશ્વરજીના પાંચ શિ થયા, તેમાં મરકીના ઉપ
1. ઉ. શ્રી ધર્મસૂરિજીકૃત અનુવાદમાં આ સુત્રની ટીકામાંથી જેમ લગભગ એક હજાર લોક પ્રમાણ ટીકાને અનુવાદ છેડી દેવામાં આવેલ છે, તેમ ગ્રન્થને અંતે વૃત્તિકાર મહાત્માએ સ્વયંરચેલી પ્રશસ્તિ તેય છોડી દેવામાં આવેલ છે. તે વિદ્વાન ગણાતા પૂ. ઉપાધ્યાયજી માટે ઓછું શોચનીય નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org