________________
શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ
૪૧૫
पिंडविसोही समिइ, भावण पडिमा अ इंदिअनिरोहो । पडिलेहण गुत्तिओ अभिग्गहा चेव करणं तु ॥१॥
અર્થ:-૪ પ્રકારે પિંડવિશુદ્ધિ, ૫ સમિતિ, ૧૨ ભાવના, ૧૨ પ્રતિમા, ૫ ઈન્દ્રિયનિષેધ, ૨૫ પડિલેહણા, ૩ ગુપ્તિ અને ૪ પ્રકારના અભિગ્રહ મળીને એ ૭૦ ભેદે ક્રિયા છે. તે સર્વ ભેદની અનુક્રમે સમજણ આ પ્રમાણે -
૪ પ્રકારે પિંડવિશુદ્ધિા-આહાર, શય્યા, વસ્ત્ર અને પાત્ર એ ચાર અકલ્પનીય ત્યજીને કલ્પનીય લેવાં.
૫ સમિતિ -ઈ, ભાષા, એષણા, આદાનનિક્ષેપણ અને પારિકાપનિકા એ પાંચ સમિતિમાં સમ્યક્રવૃત્તિ.
૧૨ ભાવના-અનિત્ય, અશરણ, એકત્વ, અન્યત્વ, સંસાર, અશુચિત્વ, વિવિધ લેકસ્વભાવ, આશ્રવ, સંવર, નિજેરા, ઉત્તમ ગુણવંતોના ગુણોનું વર્ણન અને જિનશાસનને વિષે બેધિની દુર્લભતા વગેરે સંબંધી ૧૨ ભાવના=ચિત્વન.
૧૨ પ્રતિમા –એકથી લઈ સાત સુધી કમે ‘એકમાસી, બે માસી, ત્રણ માસી, ચાર માસી, પાંચ માસી, છ માસી, સાત માસી,” આઠમી-નવમી અને દસમી સાત-સાત દિવસની, અગ્યારમી એક દિવસની અને બારમી એક રાત્રીની આ બારે પ્રતિમા સંબંધીને વિશેષ અધિકાર આવશ્યકસૂત્રની વૃત્તિ આદિથી જાણ.
પ-પાંચ ઈન્દ્રિયનો નિરોધ.
૨૫ પ્રતિલેખના -૧ દષ્ટિપ્રતિલેખના, ૬ આંતરે આંતરે ૩-૩ મળી ૬ પ્રસ્ફોટક (પોડા) તથા ૯ આસ્ફાટક અને ૯ પ્રસ્ફોટક એટલે કે તે ત્રણ ત્રણ પ્રસ્ફટકને અંતરે અંતરે કરવામાં આવતા ત્રણ ત્રણ અક્ષટક (અખેડા) અને ત્રણ ત્રણ પ્રર્ફોટક (ખેડા) એ સર્વ મળીને મુહપત્તિની એ પચ્ચીશ પડિલેહણ છે, અને તે ગુરૂગમથી જાણવી.
૩ ગુપ્ત:-મન, વચન અને કાયાના અશુભ યોગનું ગોપન.
૪ અભિગ્રહ-દ્રવ્યને અભિગ્રહ, ક્ષેત્રને અભિગ્રહ, કાળથી અભિગ્રહ અને ભાવથી અભિગ્રહ | કૃતિ હળપત્તરી
એ પ્રમાણે મુનિરાજમાં ૧૨ પ્રકારને તપ અને ૭૦ પ્રકારને સંયમ હોવા સાથે આ સિત્તેર પ્રકારે ક્રિયા પણ હોય છે. એવા મુનિ મહારાજને વિષે સંતે રાહુકાળ=માસુક (અચિત્ત) અને એષય (નિદોષ) આહારાદિ હોવા છતાં Íવમા ન જોકસંવિભાગ ન =દાન ન આપ્યું તે વિપરીતતાને હું નિર્દુ છું, અને ગહું છું.
અહિં ચરણસિત્તરીમાં ૧૨ પ્રકારના તપને સમાવેશ હોવાં છતાં તે તપની વ્યાખ્યા “મૂળ ગાથામાં “તપ” પદ અલગ સ્થાપીને ” અલગ જણાવવામાં આવેલ છે, તે તપમાં નિકાચિત કર્મોને ય તોડવાનું સામર્થ્ય હોવાના કારણે ક્રિયાના તે સિત્તેર ભેદમાંય તપની પ્રાધાન્યતા=
१ पढमा ७ बिआ ८ तइम ९४ ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org