________________
શ્રી શ્રદ્ધપ્રતિક્રમણ વંદિત્તસત્રની બાદ ટીકાને સરલ અનુવાદ
૪૩
તે વિસ્તૃત ફલના પ્રેમને લીધે અપાતું હોવાથી તે દાન, વ્યાજવૃદ્ધિની ઈચ્છાએ શાહુકારજનને ત્યાં મૂળ રકમ વ્યાજે મૂકવા બરાબર કેમ નહિ? માટે દાન તો તે ગણાય કે-જે ક્ષીણુજનને કંઈપણ બદલાની ઈચ્છા વિના તેની સામે જઈને અપાય. પા એ પ્રમાણે ૩૧ મી ગાથાને અર્થ સમજ. |૩||
અવતા:-હવે જણાવાતી ૩૨ મી ગાથા દ્વારા અતિથિ વિભાગને આશ્રયીને કરવા ગ્ય કૃત્ય ન થવા પામ્યું હોય, તેની નિંદા અને ગહ જણવાય છે
साहुसु संविभागो, न कओ तवचरणकरणजुत्तेसु ।
संते फासु अ दाणे, तं निंदे तं च गरिहामि ॥३२॥ જાથા -પડિલાભવા યોગ્ય આહારાદિ હોવા છતાં પણ તપ, ચારિત્ર અને ક્રિયાવંત મુનિ રાજેમાં તેને સંવિભાગ ન કર્યો હોય, તે પ્રમાદાચરણની હું નિંદા અને ગહ કરું છું. ૩રા
વૃત્તિનો માવાર્થ-સદાને માટે તપ-ચારિત્ર અને ક્રિયાયુકત ગણાતા મુનિરાજોમાં ૬ બાહ્ય અને ૬ અત્યંતર એમ બાર પ્રકારે તપ હાય છે. ૧ અનશન, ૨ ઉનેદરી, કે-વૃત્તિ સંક્ષેપ, ૪-રસત્યાગ, ૫-કાયકલેશ અને ૬-સંસીનતા એ છ ભેદે બાહ્યતા છે. અને ૧–પ્રાયશ્ચિત, ૨-વિનય, ૩-વૈયાવચ્ચ, ૪-સ્વાધ્યાય, પ-ધ્યાન અને ૬-કાયોત્સર્ગ એ છ ભેદે અત્યંતર તપ છે. આ બાર પ્રકારના તપની વિશેષ વ્યાખ્યા વગેરે મારી (શ્રી રત્નશેખરસૂરિની) રચેલી વિધિકૌમુદી (શ્રાદ્ધવિધિ) માંથી જાણવી. એ સાથે મુનિરાજેમાં ૭૦ પ્રકારે ચરણ=ચારિત્રધર્મ હોય છે. કહ્યું છે કેवय समणधम्म संजम, वेआवञ्चं च बंभगुत्ताओ। नाणाइतिअं तवकाहाँनग्गहाई चरणमेअं ॥१॥
અથ:- ૫ મહાવ્રત, ૧૦ પ્રકારે શમણુધર્મ, ૧૭ પ્રકાર સંયમ, ૧૦ પ્રકારે વૈયાવચ્ચ, ૯ પ્રકારે બ્રહ્મચર્યની ગુપ્તિ, ૩ જ્ઞાન-દર્શનાદિ ૧૨ પ્રકારે તપ અને કોધાદિ કષાયોનો નિગ્રહ) એમ ૭૦ પ્રકારે ચારિત્ર છે. તેની અનુક્રમે સમજ આ પ્રમાણે --
પ-મહાતઃ-પ્રાણાતિપાતવિરમણ મૃષાવાદવિરમણ, અદત્તાદાન મિણ મૈથુન વિરમણ અને પરિગ્રહવિરમણ.
૧૦ પ્રકારે શ્રમણધર્મ - ક્ષમા, માર્દવ (મૃદુતા), આર્જવ (સરલતા), યુક્તિ (નિર્લોભતા,) તપ, સંયમ, સ ય અપરિગ્રહ અને બ્રહ્મચર્ય: અહિં શૌચ એટલે સંયમ પ્રત્યે નિ. ષણતારૂપે ભાવશૌચ સમજ, અને અદત્તાદાનના ત્યાગરૂપ નિર્દષણતા સમજવી. કારણ કે-લાભથી પીડા? જીવ જ પરધન લેવાને ઇચ્છતો સયમને મલીન કરે છે. લૌકિકશાસ્ત્રમાં પણ કહ્યું છે કે -સવામજ શૌનાનાં સર્વ શૌચમાં અર્થ શૌચ (લફ પીને સ્થાને ભેજવી તે પ્રધાન કહેલ છે. કારણકે-૩ અથજનને વિષે જે ( ૯મી જવા પવિત્ર છે, તે જ પવિત્ર છે. માટી કે જલથી પવિત્ર થયા તે પવિત્ર નથી. ૧
૧ વિવિૌમુદી x + ૨ પૂ. . શ્રી ધર્મસુવિકૃત અનુવાદમાં અહિ “ નિર્લેપતા' અર્થ કરીને “સંયમને સ્પર્શવું નહિ” એ લાવ રજુ કર્યો છે, તે આશ્ચર્ય છે. | ૩ અર્થg x !
૩
૧ ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org