________________
૩૯૪
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ
નાર, પરના ગુણ બોલનાર અને પરનાં દ્રવ્યથી જીવનાર એ સર્વ, ગુણવાનું હોય તે પણ નિંદાપાત્ર છે. તે ' માટે ગુણાકરને અહિં તજીને હું એકલે જ પરદેશમાં શીધ્રપણે જઈ પુષ્કલ લક્ષમી ઉપાઈ મારૂં ભાગ્યવંતપણું અને કીર્તિ, લેકને બતાવી આપુ. || ૭૨ . ગુણાકર, સાથે આવે તેમાં લોકો તેનાં જ કરી આણું ખરીદે (મારા ખરીદે નહિ ) તેથી મને લાભ થાય નહિ. અને હમણાં વસ્તુના ભાવ પણ વધ્યા છે. વળી સ્વભાવથી કાયર એ તે મિત્ર, મારા વિના ક્યાંઈ જવાનો પણ નહિ! કારણકે–અબ્ધ જેમ લાકડીના આધારે ચાલે તેમ તે સર્વત્ર મારા આધારે જ હરે ફરે છે. વળી પરદેશ ગયા વિના તે લક્ષમી પણ મેળવી શકશે નહિ. તેથી ઘણી લક્ષમી મેળવવાને લીધે લેકમાં મારું જ મહત્વ વધશે. . ૭૭ થી ૭૯ I ધન ઉપાર્જનથી જ પુરૂષ પ્રતિષ્ઠા પામે છે કળવાનું પણ કલારૂપી ધન ઉપાર્જવાથી જ પૂજાય છે. તે ૮૦ . ”
એમ વિચારી પ્રેમ દેખાડવામાં વાચાલ એવો તે ગુણધર, મિત્રથી અજાણપણે જ કરીઆણાનાં ઘણાં ગાડાં ભરીને અને મનને પણ અનેક મરથી ભરીને લક્ષ્મી માટે ધરા ધજાવતો અતિ ઉત્કંઠાએ એકલો ચાલ્યો! અહો મિત્રને વિષે પણ કેવી ઈર્ષ્યા? ૮૧-૮૨ | સાંજે પિતાના મિત્રનું પરદેશ જવું સાંભળીને ગાયને મળવા ઈચ્છતા વાછરડાની જેમ મિત્રને એકવાર મળવા ઈચ્છતો ગુણાકર, તેની પાછળ શીધ્ર ચાલે છે ૮૩ + “અત્યંત સ્નેહમાં વિચારવા જવાનું હેય નહિ” એ હિસાબે ગુણાકર એકલો જ નગર બહાર શીધ્રપણે કેટલાક માર્ગ ઉલઉંઘી ગયે. તેવામાં દુષ્ટ મિત્રના દુષ્ટ વિચાર જેવો અંધકાર થઈ ગયો, ત્યારે સામેથી ચાલ્યા આવતા એક પથિકને તેણે ઉત્સુકતાથી પૂછ્યું કે-“હે પાંથ! સાથે કેટલેક દૂર ગયો?” પથિકે પણ કહ્યું કે અત્યારે તે ઘણે દૂર ગયે, હવે કયાંથી ભેગો થાય તે માટે તારે હમણાં પાછા વળવું ઠીક છે. પ્રોપે સંપુર્ણ કરવા હું ત્રણેત, પ્રોપે તવ =રાત્રિમુખે તે શત્રુઓ જ સામે જાય; પ્રકૃષ્ટ દોષવાળી વેળાએ તારે (મિત્રે) જવું યોગ્ય નથી.” | ૮૪ થી ૮૭ | એમ કહી તે પથિક નગરમાં આવ્યું. ગુણાકર વિચારે છે કે-મિત્રે મને દુમિત્રની જેમ પિતાનું પરદેશગમન કેમ કહ્યું નહિ હોય? મેં એને કયાંઈ દુભવ્યો હશે? અથવા કોઈએ મારી બાબત કાંઈ જુદું ભરાવ્યું હશે ? અથવા અંતરમાં કૃત્રિમ પ્રેમ રાખતો હશે ? કે-મને પણ સહન કરી શકતો નહિ હેય? ૮૮-૮૯ અથવા ઘણા વિકલ્પથી શું? મહાભાગ્યશાળી તે મિત્ર તે પરદેશથી નક્કી ક્રેડો ગમે ધન મેળવશે, પરંતુ હું કેમ કરીને મેળવીશ? મુડી વિના વેપાર થઈ શકે નહિ, અને મારે મુડી કાંઈ નથી. . ૯૦-૯૧ . પિતાની મુડીથી ધન મેળવવામાં પિતાની લક્ષમી (બહેન) ભેગવવા જેવું થાય છે, માટે પિતૃલક્ષમીના ત્યાગી મને તે પિતાની લક્ષમીનો સ્પર્શ પણ યુક્ત નથી. તે ૯૨વળી વ્યાપારાર્થે પારકી મુડી લેવી તે તો મહાન પરાભનું સ્થાન છે. ધન માટે જે પરની ખુશામતખેરી કરે છે તે નરાધમને ધિક્કાર છે. . ૯૩. મનુષ્ય ત્યાં સુધી જ પ્રશંસાપાત્ર છે, અને ત્યાં સુધી જ ગુણી છે, કે-જ્યાં સુધી પોતાનાં કાજે પારકાનું મુખ જેતે નથી. જે ૯૪ પિતાને ઈષ્ટ લક્ષમી મેળવ્યા વિના, મેળવ્યા પછી તેને પાત્રમાં જ્યા વિના અને તેનાથી પરની દીનતાને દૂર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org