________________
૩૩૬ શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વદત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ ખેદની વાત છે કે જો તે પ્રકારે બીજે ભવે વેદે છે: આગલ જતા=વધીને અનંતગુરુ પણ વેદે છે! ૩૫૧ વિધિપૂર્વક ચારેય પ્રકારનો ધર્મ આરાધવાથી તને દેવીની સાથે દિવ્ય અશ્વ પલંગ અને પિપટરૂપ ચાર રને અને ચાર રાજ્યની પ્રાપ્તિ થઈ ! u ૩પર છે
એ પ્રમાણે કેવલી ભગવંતના શ્રીમુખથી પોતાના પૂર્વભવને વીરસેન અને કુસુમશ્રીને સવિસ્તર વૃત્તાંત મધ્યસ્થપણે સાંભળીને તે ચતુર દંપતિને જાતિ
જાતિસ્મરણ જ્ઞાન સ્મરણ જ્ઞાન થયું અને પૂર્વે બનેલું તે સર્વ યાદ આવ્યું. આ ૩૫૩ . અને પરંપરાએ આથી ભવનિર્વેદ પામીને તે બંનેએ શ્રાવકનાં બારવ્રત અંગીમોક્ષ પ્રાપ્તિ કાર કર્યો, તેમાં પણ અનર્થદંડવિરમણવ્રત તો અનર્થદંડને
સર્વથા ત્યાગ કરવાપૂર્વક સ્વીકાર્યું! I ૩૫૪ એ પ્રમાણે ચારે પ્રકારના ધર્મનું વિશુદ્ધપણે ચિરકાલ આરાધના કરી અને અનશન કરવાપૂર્વક કાલ કરી તેઓ બારમા દેવલેકમાં ઉત્પન્ન થયા : ૩૫૫ ત્યાંથી ચ્યવીને તે બંને જણ મહાવિદેહમાં ઉત્પન્ન થયા ત્યાં સંદેહ વિનાનું મહદ્ધિકપણું પામી અરિહંત ભગવંતના ધર્મને પામી મોક્ષપદ પામશે. ૩૫૬ જિનેશ્વર ભગવંતના ધર્મનું અખંડપણે પાલન કરવા છતાં પણ કાંઈક હાંસી કરવા માત્રથી એ અનર્થદંડને એ પ્રમાણે પ્રચંડ દંડ જાણીને હે ભો! અનર્થદંડને ત્યાગ કરીને સત્વર સુખ પામે. . ૩૫૭ છે
॥ इति ८ अनर्थदण्डविरमणव्रते वीरसेन-कुसुमश्रीचरित्रम् ॥ ४ शीक्षाव्रतमा प्रथम, श्रावकना व्रत तरीके ९ मुं सामायिक व्रत.
શ્રાવકના ૧૨ વ્રતમાંનાં ૫ અણુવ્રત અને ૩ ગુણવ્રત મળીને ૮ વ્રતનું સ્વરૂપ જણાવી ગયા. હવે બાકીનાં ૪ શીક્ષાવ્રતો જણાવવાં રહે છે, તેમાં પ્રથમ સામાયિકવ્રત જણાવાય છે. જે મૂળથી તે નવમું વ્રત છે. તે સામાયિકવ્રત બાબત શ્રી આવશ્યકચૂણિ અને શ્રી યેગશાસ્ત્રની વૃત્તિમાં દશાવેલ વિધિ આ પ્રમાણે છે:-- આ સામાયિકવ્રત સંબંધમાં અધિકારી તરીકે શ્રાવક અદ્ધિવંત અને નિર્ધન એમ બે પ્રકારે હોય છે. તેમાં જે નિધન શ્રાવક હોય તે સાધુની નિશ્રાવાળા ચંત્યે-સાધુ સમીપે-પષધશાળામાં અથવા ઘરે એમ ચાર સ્થાનને વિષે સામાયિક કરે અથવા જે કઈ ગામે કે સ્થાને વિસામે કરે તે સ્થળે અથવા નવરાશ મળે ત્યાં વગેરે સર્વ સ્થળે સામાયિક કરે. જ્યારે તે નિર્ધન શ્રાવક, સાધુ પાસે સામાયિક કરે ત્યારે જે વિધિ છે તે આ પ્રમાણે -કેઈના તરફથી ભય ન હોય, કોઈની સાથે તકરાર ન થઈ હોય તેમજ કોઈનું દેવું ધરાવતું ન હોય. કારણકે–તેવી સ્થિતિમાં જે સામાયિક લીધું હોય તે તે વિપક્ષી ને આવીને સામાયિકમાં બેઠેલા તે શ્રાવક ઉપર હુમલો વગેરે પણ કરે અને તેથી સામાયિકમાં ચિત્તને વિષે સંકલેશ ઉપજે; વળી જે નિવૃત્ત હોય તો ઘેર સામાયિક લઈને ઇયોસમિતિનું પાલન કરવાપૂર્વક સાવદ્યભાષાને ત્યજ, કાણ-પત્થર વગેરેની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org