________________
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિનુસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ રદર નહિ મળે તે શું કરવું ?” એ પ્રમાણે શેઠે ચિંતા કરવાની સાથે જ તેના ભાગ્યયોગે દેવે આપવાની જેમ કોઈ પક્ષીના મુખમાંથી તેની આગળ કાળી ચિત્રાવેલી પડી ! નિશાનીથી જાણ નાર ધનશેઠે તેને ઓળખીને ગ્રહણ કરી અને હર્ષથી તેનાં અક્ષીણ લક્ષમીનાં બીજની જેમ ટુકડા કરીને ધાન્ય ઘી તેલ વિગેરેમાં નાખ્યા ! ચિત્રાવેલીના ટુકડાના પ્રભાવે ધાન્ય વિગેરે અહેશત્ર ઘણું આપવા છતાં ચક્રવર્તિના નિધિનાં દ્રવ્યની જેમ અક્ષીણ બની ગયાં ! તેથી અત્યંત ભયંકર દુકાળમાં પણ માંડેલી પુણ્ય અને કીર્તિની સત્યતા સાબિત કરનારીદાનશાળાઓ વડે તે શ્રેણી તે કલિયુગમાં કલ્પવૃક્ષની માફક શોભવા લાગ્યા. અહ, સંતોષવતનાં પોષણનું આ લેકને વિષે પણ કેવું મહાન ફળ કે-ઘેર દુષ્કાળના પ્રસંગે પિતાના નિવડમાં પણ સંદેહવાળા આ ધનશ્રેણી સર્વ પ્રાણીઓનો નિવાહ કરવા ભાગ્યશાળી થયા ! | ૧૪૮ થી ૫૩. એક દિવસે ધનશેઠને તેના નિસ્પૃહપણું વિગેરે ગુણોથી ખુશી થએલ રાજાએ કહ્યું-“હે શેઠ! તમે વિશ્વાસ કરવા લાયક છે, માટે મારા ભંડારી બને,” શેઠે કહ્યું–મારે રાજ્યકારભારનો નિયમ હોવાથી આપની એ મારું વ્રત લેપે તેવી મહેરબાની સ્વીકારી શકતો નથી. તેવાં ઉત્તમ ભેજન કે તેવી ઉત્તમ ભેગ્ય વસ્તુઓ કામની શું કે તેના ભોગવનારને જે અશાતાકારી નીવડે? તેથી હે દેવ ! પાપના સમૂહના મુખ્ય ભંડાર જેવા તે કેશાધ્યક્ષપદને દેવનિર્માલ્યની જેમ હું
નહિ જ સ્વીકારી શકું! બાદ રાજાઓની આજ્ઞાનું પ્રધાનપણું રાજાના ભંડારી બના- હાવાથી (મને પૂછયા સિવાય આ નિયમ કરે જ કેમ? એ વવાના? દુરાગ્રહમાં હિસાબે ) અંતરમાં કોધે ભરાએલ રાજા બે-“સત્યકાર્યની વ્રતના ભંગની ભીતિએ જેમ નિર્દોષ ગણાતા આ ભંડારીપદમાં દોષ કર્યો છે? ઉલટું ચારિત્રગ્રહણ વિશ્વના આધાર સ્વરૂપ મારા ભંડારનું રક્ષણ કરવામાં તો પુણ્ય
છે. પછી સજજનેને આ બાબત નિયમ હોય જ કેમ? માટે તે કદાગ્રહ છોડીને ભંડારીપણું સ્વીકારે, નહિ તે બળાત્કારે પણ તમને હું તે પદ આપીશઃ માટે એમાં ફેકટ વિચાર ? || ૧૫૪ થી ૬૦ | તે સાંભળીને તાત્વિક શિરોમણિ ધનશેઠ ચિત્તમાં વિચારવા લાગ્યું કે-પરાધીનતારૂપી અગ્નિથી દાઝતા એવા મુશ્વ સંસારી પ્રાણીઓને ધિકાર છે. જે મેં પહેલાં ચારિત્ર ગ્રહણ કર્યું હોત તો આ સંકટ ક્યાંથી હોત? રાજા વિગે. રેના બળાત્કારથી મુનીન્દ્રો જ બીતા નથી. હવે હું શું કરું ? અથવા તો હજુ આજે પણ જલદી કાંઈ ઉચિત વિચારી લઉં. એ પ્રમાણે વિચાર કરવાની સાથે ધનશ્રેણીએ પંચ મૌષ્ટિક લેચ કર્યો! | ૧૬૧ થી ૧૨૩ . તુર્ત જ દેવે મુનિ વેષ આપે અને સત્વશાળી એવા ધનશ્રેણીએ રાજાની સામે જ દીક્ષા ગ્રહણ કરી. પોતાના નિયમને નિવડ કરવાનું અહો સાહસ T!! # ૧૬૪ છેહવે રાજાએ પણ મુનિને પ્રણામ કરીને ખમાવ્યા: કમે તે ધનમુનિ લાંબે કાળ ચારિત્રનું આરાધના કરી કેવલજ્ઞાન પામી સિદ્ધપદને વર્યા. | ૧૬૫ હે ભાગ્યવંત! એ પ્રમાણે પાંચમા અણુવ્રત સંબંધમાં ઘનશ્રેણીનું ચરિત્ર સાંભળીને ત્રણેય જગતને ક્ષોભ પમાડનારા લાભ સમુદ્રને પ્રસરતા અટકાવે છે ૧૬૬ |
॥ इति पंचमाणुव्रतोपरि धनश्रेष्ठी कथानकम् . ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org