________________
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આદ ટીકાનો સરલ અનુવાદ ૨૭ પ્રસંગને લઈને અપ્રશસ્તભાવે “રૂરથ” તે વિરતિમાં જે કાંઈ વિરૂદ્ધ આચરણ થઈ જવા પામ્યું હોય [તે આચરણની આ પછીની ગાથાવડે પ્રતિક્રમણ કરવાને ઈચ્છું છું. એ સંબંધ.]
જે કે-અપરિગ્રહીતા દેવીઓ અને કેટલીક તિર્યંચ સ્ત્રીઓ, તેણીઓને કોઈ પરણનાર અને સંગ્રહ કરનારને અભાવ હોવાથી વેશ્યા સરખી જ છે, તે પણ પ્રાય: તે પરજાતિને ભેગ્ય હોવાથી પરદાર જ ગણાય. માટે તે વજનીય છે. સ્વદારા સંતોષીને તે પરણેલી સ્ત્રી સિવાયની સર્વે (અપરિગ્રહીતા આદિ) પણ સ્ત્રીઓ પરદાર જ છે. અહિ ‘રાર’ શબ્દનું ઉપલક્ષણપણું હોવાથી પુરૂષને પરસ્ત્રીના ત્યાગની જેમ સ્ત્રીને માટે પણ પિતાના પતિ સિવાય (ના સર્વ પરપુરૂષ હોવાથી તે) સર્વ પુરૂષોને ત્યાગ ઉપલક્ષણથી જાણ. એ પ્રમાણે પંદરમી ગાથાને અર્થ થયે. ૧૫ II હવે આ પછીની ગાથાથી આ ચોથા વ્રતના અતિચારોનું પ્રતિકમણ કરાય છે.
चौथा अणुव्रतना पांच अतिचारो अने तेनी प्रतिक्रमणा. अपरिग्गहिआ इत्तर, अणंगविवाहतिवअणुरागे ॥
चउत्थवयस्सऽइआरे, पडिक्कमे देसिअं सव्वं ॥१६॥ જાથા-અપરિગ્રહીતાગમન = વિધવા અને કુમારી વિગેરેને સંગ, ઈત્વર પરિગ્રહીતાગમન=અપકાલ માટે સ્વવશીકૃત ગણિકાગમન, અનંગકોડા = મૈથુન માટેનાં અંગ સિવાયની કામપ્રધાન બીજી બીજી કુચેષ્ટાઓ, વિવાહ કરણ અન્યનાં સંતાનના વિવાહ કરવા-કરાવવા, અતીત્રાનુરાગ = કામને વિષે અત્યંત આસક્તિ: એમ ચેથા વ્રતનાં એ પાંચ અતિચારે છે. તે પાંચ અતિચારમાંથી દિવસ સંબંધી જે કઈ અતિચારો લાગ્યા હોય તે સર્વનું હું પ્રતિક્રમણ કરું છું. I ૧૬ .
વૃત્તિનો ભાવાર્થ-અપરિગ્રહીતા = જેને સ્વામી નથી એવી વિધવા-કન્યા વિગેરે. તેને વિષે આ કેઈની સ્ત્રી નથી” એવી બુદ્ધિથી ગમન કરવું તે અપરિતામન તવારઃ તથા વર = અ૯પાલ માટે કે અમુક મુદત સુધી કેઈએ ભાડેથી પિતાને વશ કરીને
ખેલી વેશ્યાને વિષે “આ તે સર્વને માટે સાધારણ સ્ત્રી છે” એવી બુદ્ધિથી ગમન કરવું તે ૨ પૃહીતામન અતિચાર તથા અન એટલે કામ = તે કામની પ્રધાનતાવાળી કીડઃ જેવી કે-એક્ષત, સ્તન વિગેરેનું મર્દન, ચુંબન, આલિંગન, દંતક્ષત, નક્ષત વગેરે કામોત્તેજક કુચેષ્ટા પરદારાને વિષે કરવી, તે રૂ શinશી તવાર: સ્વદારસંતોષવ્રતધારી શ્રાવકને તે પરસ્ત્રીનાં કોઈપણ અંગે વિકારદષ્ટિએ જેવાં વિગેરે પણ કલ્પતું નથી. કહ્યું છે કે'छन्नंगदंसणे फासणे अ, गोमुत्तगहणकुस्सुमिणे । जयणा सव्वत्थ करे, इंदिअअवलोयणे अतहा॥१॥
અર્થ:- સ્ત્રીનાં ગુપ્ત અંગે જોવામાં, તેને સ્પર્શ કરવામાં, ગોમૂત્ર ગ્રહણ કરવામાં, કસ્વપ્ન આવે તેમાં અને ઇન્દ્રિયનું અવલોકન કરવામાં સર્વત્ર યતના રાખે; એટલે કે તે સર્વમાં ૧ આ ગાથા પહેલા પચાશકમાં તો નથી, પરંતુ પચાશકનાં ઓગણીશય પચાશમાં જણાતી નથી આથી આ પછીથી શરૂ થતી વ્યાખ્યામાં અન્ય કોઈ સ્થળને “આઇ પંચાશક' નામ અનાભોગે અપાયું જણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org