________________
*
*
*
*
*
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાનો સરલ અનુવાદ ર૧૩ તે તે સમૃદ્ધ થયું છે અને પિતાના દેશમાં જવા તૈયાર થયેલ છે. તેથી તેને આપણે કોઈ પણ ઉપાયે રાજા પાસે દંડાવીએઃ અહહ ! કુમંત્રીઓને અધમમંત્ર! . ૨૩૯ I કહ્યું છે કે: मृगमीनसज्जनानां, तृणजलसंतोषविहितवृत्तीनाम् । लुब्धकधीवरपिशुना, निष्कारणवैरिणो जगति॥
અર્થ:- તૃણથી વૃત્તિ ચલાવનારા હરિના-શિકારીઓ, જલથી આજીવિકા ચલાવનારા મના -મચ્છીમારો અને સંતોષથી વૃત્તિ=આજીવિકા ચલાવનારા પુરૂષના-ચાડીઓ લેકે જગતમાં નિષ્કારણ વૈરી છે. ૨૪૦ તે પ્રધાને, શુદ્ધ એવા તે ધનદત્તની કોઈપણ સ્થળે ખલના મેળવવા પામ્યા નહિ એટલે તેઓએ એક પાનું લખીને તેને ધૂમાડાવડે જૂના જેવું બનાવીને રાજાને આપ્યું અને કહેવા લાગ્યા કે-હે નાથ! પિતનપુરથી આપણા નગરમાં રહેવા આવેલા વસુદરશેઠે આપણું ખજાનામાંથી પૂર્વે દસ હજાર સોનૈયા (વેપાર અર્થે) લીધા છે. તે વસુદરશેઠ મૃત્યુ પામ્યા છે. હાલ અહિં તેને ધનથી પૂર્ણ એવો ધનદત્ત નામે પુત્ર છે. તે હવે પિતાના નગરે જવાની ઈચ્છા કરે છે. માટે આપ તે ધનદત્ત પાસેથી આપણો તે રકમ માગી લે. ૨૪૧ થી ૨૪વા વર્ષ-માસ દિવસ વિગેરે અને દશ હજારને આંક લખેલું તે જુનાં જેવું પાનું સત્ય તરીકે માનતા રાજાએ ધનદત્તને લાવ્યા. ૨૪૪ ધનદત્ત આવીને રાજાને પ્રણામ કર્યા: તે પાતું દેખાડીને રાજાએ કહ્યું- હે ભદ્ર! પિતાનું દેવું પુત્રે પહોંચાડવું જોઈએ. માટે આ લેણી રકમ તું જલદી આપીદે કારણકે દેવું પરિભકારક કહ્યું છે. તે આપવામાં વિલંબ કર ઘટતે નથી: ઉત્તમજનેને માટે તે તે સંબંધી વિલંબ વિશેષે ઘટતું નથી. ર૪૫-૨૪૬ કહ્યું છે કેधमारम्भे ऋणच्छेदे, कन्यादाने धनागमे । शत्रघातेऽग्निरोगेच, कालक्षेप न कारयेत् ॥२४७॥
અર્થ:- ધર્મકાર્ય આરંભ કરવામાં, દેવું ચૂકવામાં, કન્યા આપવામાં, આવતું ધન લેવામાં, શત્રુ પર ઘા કરવામાં, અગ્નિ નિવારવામાં અને રેગનાશ કરવામાં કાલક્ષેપ કરે જોઈએ નહિ. ર૪છા આથી સભામાં ઉભેલે ધનદત્ત પણ રાજ્યનાં પાનામાં પ્રત્યક્ષ અનર્થની જેમ તે લખાણને જેતે “ હા ! આ શું અન્યાય ?' એ પ્રમાણે ચિંતા કરવા લાગ્યા. ર૪૮. છતાં પણ વ્યવહારકુશળ એવા તે ધનદત્તે રાજાને કહ્યું- હે નરનાથ! મારા ચોપડા જોઈને આપું છું કારણકે-વ્યાપાર છે તે ઉધાર અને જમા પાસુ જેમાં સારભૂત છે એવો છે. ર૪૯ તેથી ધનદ ઘેર જઈને પૂર્વે લખેલ બધા ચેપડા તપાસ્યા, પરંતુ તેમાં કઈ પણ સ્થળે તે રકમ સંબંધી નામનિશાન પણ દીઠું નહિ ર૫ ધનદત્ત આવીને રાજાને તે પ્રમાણે કહ્યું એટલે રાજાએ કહ્યું- ઠગવાનાં કાર્યમાં શક્તિશાળી પણ વણિકધૂને, ભરવાડની જેમ રાજાઓને ઠગવા શકય નથી.” ૨૫૧ રાજાના એ વાક્ય બદલે-“સ્વામી આ (ધનદત્ત) વેપારમાં શુદ્ધ છે, અન્યને ઠગવામાં મુગ્ધ છે અને પરાયું ધન લેવામાં નિત્યને માટે અલુબ્ધ છે. તેથી કરીને આ બાબત વિચારણીય છે રપરા કહ્યું છે કેमा होह सुअग्गाही,मा पत्तिजन दिपच्चक्खं । पच्चक्खे विय दिहे,जुत्ताजुत्तं वियारिज्जा ॥२५३॥
અર્થ - લખેલું જોઇને સાચું માનનારે થઈશ નહિ પ્રત્યક્ષ દીઠું ન હોય તે બરાબર ૧ નારો | ર સ [ સરઘંટાઈ] વિત્ત [૪] ૩ જિજે ૪ ૪ gણીનુf .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org