________________
૧૭૪
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ વદિત્તસૂત્રની આડશ ટીકાનો સરલ અનુવાદ
શબ્દ, ઉપલક્ષણથી ગ્રહણ કરેલ હોવાથી મિત્રાદિકનો મંત્રભેદ અને પતિએ સ્ત્રીને કહેલ તેવી કઈ છૂપી વાતને સ્ત્રી બીજાને કહી દે છે તેમાં સ્વપતિમત્રભેદ પણ અતિચાર તરીકે જાણવા.
ક પૃપા કરેા - બે જણને વાદવિવાદ ચાલતો હોય તેમાંના એક જણને બીજાને ખોટી રીતે ઠગવાને ઉપાય શીખવો તે અથવા મંત્ર અને ઔષધિ આદિને સિદ્ધ કરવાના ઉપાયે કે ગુણે આદિ પિતે સમ્યફ પ્રકારે જાણતો ન હોય છતાં બીજાને તે મંત્ર અને ઔષધિ આદિને સિદ્ધ કરવાના ઉપાયો કે ગુણોનો ઉપદેશ કરો અથવા હિંસા પ્રધાન શાસ્ત્રો ભણાવવા વિગેરે મૃપદેશ કહેવાય છે. તે મૃષા ઉપદેશને વિષે (જે કોઈ અતિચાર સેવ્યા હોય તેનું હું પ્રતિક્રમણ કરું છું.)
૧ ફૂટવ:-બીજાની મુદ્રા-મહેર, અક્ષર વિગેરે બનાવી કાઢીને જુડા અર્થ ઉભા થાય તેવાં ખાતાં-દસ્તાવેજ વિગેરે ઉભાં કરવાં તે કુટલેખ કહેવાય છે. તે કુલેખને વિષે (જે કોઈ અતિચાર સેવ્યા હોય તેને હું પ્રતિક્રમું છું.) પ્રશ્ન તેવા ફૂટલેખનું સ્થૂલ અસત્યપણું હોવાથી કૃટલેખમાં (અતિચાર કેમ7) વ્રતભંગ કેમ નહિ?
વર-કહેવું ઠીક છે, પરંતુ “મેં અસત્ય બોલવું નહિ એમ પચ્ચક્ખાણ કરેલ છે. જ્યારે આ અસત્ય બોલાયું નથી, લખાયું છે: ' એ આશયથી વ્રત સાપેક્ષ એવા મુગ્ધ બુદ્ધિવાળાને અતિચારજ છે અથવા અનાગ વિગેરેથી તેમ બન્યું હોય તો તે કુલેખનું અતિચારપણું છે. કહ્યું છે કે – સામરવાળા, ગાળતો ન શકિન્ન તે મંજો
___ जइ पुणऽणाभोगाहितो. तो होइ अइआरो ॥१॥ અર્થ -દોષ નથી, એમ જાણતા હોવા છતાં એકદમ દોષારે ૫ આદિ કરે તે વ્રતનો ભંગ થાય, અને જે મૃષા ઉપદેશ કે ફલેખ વિગેરે બનેલ હોય તો અતિચાર લાગે. / ૧
બીજા મૃષાવાદ વિરમણ વ્રતનું પાલન અને અપાલનનું ફળ. આ બીજા વ્રતનું પાલન કરવાથી જે સુંદર ફળ પ્રાપ્ત થાય છે તે જણાવે છે કે “લોકમાં વિશ્વાસ સ્થપાય, સર્વત્ર યશ ફેલાય સ્વાર્થની સિદ્ધિ થાય, સર્વને પ્રિય બનાય, –મોષમધુરવવત્તાવિ=તેનું વચન સર્વ કઈ સ્વીકારે, સફલ હોય અને સર્વને મધુર લાગે.” તથા કહ્યું છે કે- મંત્રના યોગ સત્યથી સિદ્ધ થાય છે, ધર્મ, અર્થ અને કામ એ સર્વ સત્યથી એકઠા થાય છે. સત્યથી રોગ અને શોક નાશી જાય છે. ૧. સત્ય” યશનું મૂળ છે.- સત્ય” વિશ્વાસનું પરમ કારણ છે-સત્ય” સ્વર્ગનું દ્વાર છે અને સત્ય એ મુક્તિનું પગથીયું છે. ૨ ” લેકશાએ પણ કહ્યું છે કે-સત્યે પૃથ્વી ધારણ કરી છે, સત્યથી સૂર્ય તપે છે, સત્યથી વાયરાઓ વાય છે, સર્વ કાંઈ સત્યના આધારે છે. તે ૧ / સત્યવાદી મહાત્માઓ દ્વારા થતા દિવ્ય વિગેરેને વિષે તેઓની વિશુદ્ધતા–રાજપૂજા, પ્રજાપૂજા અને સર્વત્ર પ્રશંસા વિગેરે વર્તમાનમાં પણ દેખાય જ છે.
આ વ્રતને નહિ ગ્રહણ કરવામાં અથવા ગ્રહણ કરીને અતિરિત કરવામાં જે વિપરીત ફળ છે તે જણાવે છે. સં સં વર્ષ અર્થ જેને જેને ઈચ્છે છે-જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં અપ્રિયવાદી થાય છે, તે જે શુભ શબ્દ બોલે તો કેઈ સાંભળે નહિ, અને બીજાને નહિ સાંભળવા દેવા જેવા શબ્દો બીજા સાંભળી જાય છે! ૧ દુર્ગધ મુખવાળે થાય, મુખમાંથી પાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org