________________
૧૬૮ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ રહે છે, કેટલાક સુંદર ગીત સાંભળવામાં ઉત્સુક હોય છે, કેટલાકે જુગાર, સ્ત્રી કથા આદિ ચાર વિકથા, શિકાર, સુરાપાન અને નાટક આદિમાં દઢ આદરવાળા થઈ જાય છે, કેટલાક જને, ઘોડા-હાથી- બળદ-વિગેરે વાહનોના રસીયા થઈ જાય છે. ( ઋદ્ધિમંતની બહલતાએ આજ પ્રચલિત સ્થિતિ વચ્ચે) જે ઋદ્ધિમતે ધર્મને વિષે રક્ત રહે છે, તે ધન્ય પુરૂ છે. ll૪૭ળા
વળી ખરેખર યતિધર્મ અને શ્રાવકધર્મ એમ બંને પ્રકારના પણ ધર્મનું મૂલ જીવદયા છે! બાકીનાં વ્રતે આદિ સમસ્ત ધર્મો તે તે જીવદયારૂપ મૂલનો વિસ્તાર છે. ૪૮ તેવી તે જીવદયાને પાળવાને માટે જ વિદ્વાન સર્વવિરતિ ધર્મમાં આદર કરે છે. સર્વ વિરતિનાં પાલન વિના જીવદયાનું યથાર્થ આરાધન થતું નથી. . ૪૭૯ I હે બુદ્ધિમાન ! જે ભાગ્યશાળી, યતિધર્મનું પાલન કરવામાં શક્તિમાન ન હોય તે ઉછરંગભેર સમ્યક્ત્વપૂર્વક ગૃહિધર્મને સ્વીકાર કરે છે. તે ૪૮૦ છે તે બાર પ્રકારને ગૃહિધર્મ પણ પ્રાણીઓનાં રક્ષણ માટે જ પ્રરૂપેલ છે. લોકો પણ એક લક્ષ્મી સારૂ વિવિધ સદુપાયો કરતા નથી શું ? m૪૮૧ જીવદયા વિના કરવામાં આવતા સમગ્ર ધર્મો પણ થોડા કાલમાં અવશ્ય નાશ પામે છે. જેમકે-નાગરવેલીને છેદ થયે સતે વેલડીને વળગીને રહેતા પાંદડાં વેલડીથી દૂર હોવા છતાં પણ સૂકાઈ જાય છે. In ૪૮૨ . વિશેષ કહેવાથી શું યમ-નિયમ વિગેરે સમગ્ર ધર્માનુષ્ઠાન, દયા વિના નિષ્ફલ છે. અલ્પ એવા પણ યમ-નિયમાદિ તે જીવદયાથી બહુ ફલવાળા થાય છે. માટે તે જીવદયાને વિષે જ યત્ન કરવો ઘટે છે. ૪૮૩ / ઈત્યાદિ ગુરૂની દેશનારૂપ અમૃતથી સંતુષ્ટ થએલ તે હરિબલ રાજાએ વિશિષ્ટ ભાવથી સમ્યગદર્શન પૂર્વકના શ્રાવકના પ્રથમ અણુવ્રતને સ્વીકાર કર્યો. અને બાકીના ૧૧ વ્રતે પણ યથાશક્તિ અંગીકાર કરીને કલ્પવૃક્ષની પ્રાપ્તિથી દરિદ્ર હર્ષિત થાય તેમ શ્રાવકનાં વતની પ્રાપ્તિ થવાથી હર્ષિત થએલ હરિબલ રાજા પિતાની પ્રિયા સાથે પિતાનાં નિવાસ સ્થાને આવ્યું. તે ૪૮૪-૪૮૫ |
ત્યારથી જીવદયાનાં પાલનમાં પ્રયત્નશીલ બનેલ હરિબલે ધર્મકાર્યમાં મશગુલ એવા પિતાના દેશભરમાં પડહ વજડાવવા પૂર્વક મારી” શબ્દ બોલવાનું પણ અટકાવી દીધું! અને સાત નારકીઓનાં સત્ય પ્રતીક હોય તેવા (જગતના પ્રાણીઓને સંકટોથી વ્યાકુળ બનાવનાર ) સાતેય વ્યસનને પિતાની પૃથ્વીમાંથી હાંકી કાઢયાતદુપરાંત ઉપકાર રૂપ સાબુિદ્ધિવાળા તે હરિબલે તે તુંબડામાંના અમૃતવડે લેકેને બહુ પ્રકારે ઉપકાર કર્યો. તે ૪૮૬-૮૭-૮૮ કહ્યું છે કે - मेहाणं जलं चंदाणं चंदिण, तरुवराण फलनिवहो। सप्पुरिसाण विढत्तं, सामन्नं सयललोआणं ॥
અર્થ -મેઘનું જળ, ચંદ્રમાની ચાંદની, આમ્રવૃક્ષને ફલસમૂહ અને સત્પરૂષેની સમૃદ્ધિ સમસ્ત જને માટે સામાન્ય ઉપયોગની હોય છે. જે ૪૮૯ છે એ પ્રમાણે નીતિ કુશલતા વડે અને અગણ્ય પુ વડે આ હરિબલ રાજાએ ધમસામ્રાજ્ય અને પિતાનાં સામ્રાજ્યને એક છત્રી બનાવ્યું ! ! ૪૯૦ . જો કે તે હરિબલ, જાતે માછી-કૃત્યે જાળ નાખનાર-બતે પણ માછી અને કુલે પણ માછી હોવા છતાં (ગુણવડે) આ સમર્થ રાજા થયે તો (ગુણ પ્રગટે ત્યારે) જાતિ-કૃત્ય-સબત અને કુલથી શું ? ! ૪૯૧ ! કહ્યું છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org