________________
કર શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વદિતૃસત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ રોકીને અને (જાળમાં પહેલે આવેલ તેજ મત્સ્ય ફરીથી પણ જાળમાં આવે તે તેને જીવતે છેડી દે સુગમ પડે એ માટે) તે મત્સ્યના કઠે કેડી બાંધીને તે મર્યને જલદિ છેડી મૂકે! . રર ! નિર્ભય બન્યો હોય તેમ ફરીથી પણ તે જ મત્સ્ય જાળમાં આવ્યો ! છતાં પણુ હરિબલે તેને ફરીથી પણ એ પ્રમાણે છોડી મૂક્યો! (તે મત્સ્યની દયા ખાતર) હરિબલે બીજે સ્થળે જઈને જાળ નાખી, તો ત્યાં પણ જાળમાં તે જ મત્સ્ય આવ્યો! અને હરિબલે દયાથી તેને છેડી મૂક્યો. એમ સાંજ સુધી પણ તે જ મત્સ્ય આવ્યા કર્યો અને હરિબળે પણ તેને મુક્ત કર્યા જ કર્યો! | ૨૩ . તેમ કરવામાં સ્વીકૃત નિયમના પાલનને વિષે દઢ આશયવાળા એ હરિગલનાં મનમાં પરિતાપની વાત પણ ન આવી! ખરેખર, ધીરપુરૂષે વિëલતામાં પણ સ્વીકારેલ વિધિને વિષે અધીરતાને ભજતા નથી. ૨૪ સાંજ સમયે એ રીતે છેવટે છૂટ થએલ તે મત્ય, મનુષ્યની વાચાવડે હરિબલને કહેવા લાગે-“હે સાહસિક! તારા સાહસથી હું પ્રસન્ન થયે છું તને ઈષ્ટ હોય તે વરદાન માગી લે.” ૨૫ ! (એ પ્રમાણે મનુષ્યની વાચાથી માસ્યને બોલતે સાંભળીને) અતિ વિમયપૂર્ણ હૃદયવાળે બુદ્ધિમાન હરિગલ પણ મસ્યને કહેવા લાગે-“હે મસ્ય! તું મનસ્ય અને શું આપી શકીશ?” મયે પણ કહ્યું - મને તું મસ્ય જાણીશ નહિ, અને (મેં વરદાન માગવા આપેલ વચનની) અવજ્ઞા કરીશ નહિ: કારણકે-હું સમુદ્રને દેવ છું તે આ પ્રકારે જીવદયાને નિયમ સ્વીકાર્યો ત્યારે હું નજીકમાં હોવાથી મેં તારી (જાળમાં પહેલા આવેલ મત્સ્યને ન મારે) તે પ્રકારની નિયમની કોટીને જાણીને (તે કોટીમાં તું કેટલે ટકે છે ? એ જેવા) મેં તારી પરીક્ષા કરી છે. આ ૨૬-૨૭ .
गृहणन्ति नैव नियम, केचिद् गृहणन्ति निर्वहन्ति न च ॥
गृहणन्ति निवहन्ति च, ते केचित्पंचषाः पुरुषाः ॥ २८ ॥ અર્થ-કેટલાક નિયમ જ લેતા નથી અને કેટલાક લે છે તો નિયમન નિર્વાહ કરતા નથી, નિયમ લે અને પાળે તેવા તે પાંચ-છ પુરૂષ જ હોય છે. જે ૨૮ / તું માછીમાર હિોવા છતાં પણ તારી (નિયમને વિષે) દઢતા છે, તે જોઈને હું પ્રસન્ન થયે છું માટે
કહે-હું તને શું આપું? મસ્યરૂપ ધારી તે સમુદ્રના દેવે એ પ્રમાણે ક સતે હરિબલ કે હર્ષપૂર્વક બે -“હું જ્યારે આપત્તિમાં આવી પડું ત્યારે તું મારું રક્ષણ કરજે.” . ૨૯
દેવ પણ હરિબલની તે માગણીને સ્વીકાર કરીને તત્કાળ અદશ્ય થયે. આખા દિવસમાં મિસ્યનો લાભ નહિં થયો હોવાથી મત્સ્ય વિના ઘેર જઈશ તે સ્ત્રી દુઃખી કરશે એ
ભયમાં) હરિબલ તે ગભરાયે થકે તે રાત્રિએ શહેર બહારના કેઈ દેવમંદિરમાં રહ્યો. - ૩૦ ત્યાં રહો કે “માછીમાર અને શ્રેષ્ઠ બુદ્ધિમાન્ ” એમ બંને પ્રકારે ધીવર-હરિબલ વિચારે છે, જે-અહે! ચક્રવર્તિની ડાંગર (આજે વાવે અને આજે જ ફળે)ની જેમ મને નિયમ જલદિ કેમ કરીને ફલદાયી થયે? | ૩૧ | એક જ જીવની દયાથી અને તે પણ આ પ્રમાણે વેગથી દેવનું વરદાન પ્રાપ્ત થયું, તે જોતાં જે બધા જ જેની દયા પાળું ત્યારે તે કેને માલુમ કેટલું ફળ પ્રાપ્ત થાય છે ૩૨ પરની દયાને લીધે જેઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org