________________
"
!
૧૦૪ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિરની આદર્શ ટીકાને સરલ અનુવાદ છતાં પણ મણિ, સર્પના દેશને સ્પર્શતું નથી અને સર્ષ મણિના ગુણેને અડત નથી. ૩ /
સમાધાન-(તમારું કહેવું ઠીક છે. પરંતુ) લેકમાં ભાવુક અને અભાવુક એમ બે પ્રકારનાં દ્રવ્ય છે. તેમાં વેડુર્યરત્ન અને મણિ, અભાવુક (વિપરીત સંસર્ગથી વાસિત ન થાય તેવાં) દ્વ છે. અને અનાદિ અનંત એવો જીવ, જે તે દ્રવ્યેની ભાવનાથી ભાવિત થઈ જવાના સ્વભાવવાળે છે. આથી તેને જે કઈ દેષિત સંસર્ગ મળે એટલે તે તુર્ત જ તેવાં હવેથી વાસિત થઈ જાય છે. એ ૪-૫ | જેમ મીઠું જળ ક્રમે સમુદ્રનાં જળને મળે છે, તે તે સંસર્ગના દેષને લીધે લૂણપણને ભજે છે-ખારું થઈ જાય છે, તેમ સદાચારી જીવ કુશીલના સંસર્ગમાં આવ્યું કે સંસર્ગ દેષના પ્રભાવે ગુણહીન થઈ જાય છે. આ ૬-૭ આ સંબંધમાં–
બે પિપટનું દષ્ટાંત. " [ જુદા જુદા માલિકને ત્યાં રહેલા બે પિપટની ભાષામાં તફાવત જોઈને તે બે પિપટમાંના એક ગુણવાન્ પિપટને રાજાએ કારણ પૂછવાથી પિપટ જણાવે છે કે- ] હે રાજન ! અમે બંને પિોપટની માતા પણ એક છે અને પિતા પણ એક છે, પરંતુ મને આ ઋષિઓ લઈ આવ્યા, અને તેને ભીલ લેકે લઈ ગયા. તે પોપટ દરરોજ ભીલ લેકેની વાણી સાંભળે છે અને હું આ મહાઋષિજનની વાણી સાંભળું છું. [તેથી હું દરેકને માનથી લાવું છું. અને તે પોપટ, કેઈ આવે તેને બીભત્સ ભાષા સંભળાવે છે. માટે ] આપે પણ સંસર્ગથી ગુણ અને દોષ થાય છે તે પ્રત્યક્ષ દીઠું. આ રીતે મનવાળા પ્રાણીઓને સંસર્ગથી થતા દોષ અને ગુણની વાત તે બાજુએ રહો, પરંતુ વૃક્ષને સંગ પણ શુભ અને અશુભ નીવડે છે જેમકે-અશોકવૃક્ષ શોકના નાશ માટે થાય છે, જ્યારે બેડાંનું વૃક્ષ [તેની છાયા] કલેશને માટે થાય છે. તે ૧-૨-૩ આથી કુલિંગીઓ વિગેરેને સંગ-પરિચય સર્વથા તજી દે અને સંવિગ્નગીતાર્થ મુનિરાજ અને સાધર્મિક બંધુઓને પરિચય કેઈપણ ઉપાયે કરે.
શ્રાવક કેવા સ્થળે વસે, તે સ્વધર્મનું રક્ષણ થઈ શકે? " શ્રાવકને માટે નિવાસ પણ જે સ્થળે દેવ-ગુરૂ અને ધર્મની જોગવાઈ હોય ત્યાં જ કરે શ્રદ્ધા છે. તેવાં સ્થાને રહેવાથી જ પોતાના ધર્મને નિર્વાહ થાય છે, ધર્મની દઢતા થાય છે અને વૃદ્ધિ થાય છે. જે તેવા પ્રકારની ધર્મ સામગ્રી વિનાના સ્થાનમાં નિવાસ કરવામાં આવે તે નંદમણિયારની માફક વિકારેલ ધર્મને નાશ થવાની આપત્તિ છે. કહ્યું છે કે – जस्थ पुरे जिणभवणं, समयविऊ साहुसावया जस्थ । तत्थ सया वसियव्वं, पउरजलं इंधणं નથ ? અથ– જે નગરમાં જિન મંદિર હોય, જ્યાં સિદ્ધાંતના જાણકાર સાધુ મહા
જે અને શ્રાવકે વસતા હોય અને જ્યાં ઘણું જળ અને ઇંધન વિગેરે હોય તેવા નગરમાં શ્રાવકે સદા વસવું. / ૧. પૂ. આચાર્ય મહારાજ શ્રી હરિભદ્રસૂરિ વિરચિત પંચાશક નામના ગ્રંથરત્નના પ્રથમ પંચાશકમાં પણ નિવશેકા તથ ઢો. ગાથાથી જણાયું છે કે-જે નગરમાં જિન-મંદિરે હય, જ્યાં મુનિરાજેનું આવાગમન ય અ જ્યાં તત્વના જાણુને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org