________________
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસત્રની આદર ટીકાને સરલ અનુવાદ ૯૫ પિતે દેવ થયા છે એમ જણાવતા નથી ! માટે આ તપ તપ વિગેરે ધમનુષ્ઠાનનું ફળ માત્ર કાયકલેશાદિ જ હોય એમ જણાય છે.” ઈત્યાદિ, પરંતુ તેઓ આ પ્રમાણે તાવને નથી જાણતા કે “સમ્યગ રીતે ધમરાધન કરનારા પુણ્યાત્માઓ (સામાન્ય માનવી કે સગા તરીકે નથી રહ્યા) દેવપણું પામ્યા છે! તેથી તેવી “દેવ વિમાન-દેવાંગના વિગેરે દેવતાઈ મહાન ઋદ્ધિના લાભ આદિથી પૂર્વભવના સંબંધીઓને સંભારતા પણ નથી. કદાચિત્ સંભારે તે પણ “હંમણાં જ પૂર્વભવનાં સ્થાને જઉં અને હું દેવ થયે છું, એમ બતાવું' ઈત્યાદિ વિચારતાં છતાં પણ દિવ્યભેગોની સાહ્યબીના રસમાં તલ્લીન બનવું આદિ પ્રકારે વડે ઘણે પણ કાલ ત્યાં પસાર કરી નાખે છે. તે તલ્લીનતામાં તે કાલ ત્યાં એટલે બધે વ્યતીત થયે હોય છે કે-(તેટલા વખતમાં તે અહિં) પૂર્વભવના સંબંધીઓનાં આયુષ્ય પણું પૂરાં થઈ ગયાં હોય છે! એમ બને છે, પછી દેવ આવીને પોતે દેવ થયે છે, એમ અહિં કોને જણાવે ? કે કોની પાસે પ્રગટ થાય? અને જે કોઈ ઠેકાણે દેવે પ્રગટ થઈને પિતાને દેવ થયે હોવા તરીકે દેખાડે છે અને જેમ “ભદ્રદેવે શાલિભદ્રને દિવ્યશદ્ધિ આપ્યા કરી તેમ” દિવ્યભાગોની અદ્ધિ આપે છે, ત્યાં પણ અતિગાઢ સ્નેહ વિગેરેનું આકર્ષણપણું જ કારણ છે.” આ માટે (સંગ્રહણીની ગાથા ૧૫૦-૧૫૧ અને ૧૪૯ માં) સંગ્રહણીકારે કહ્યું છે કે
संकंतदिव्वपेमा, विसयपसत्तासमत्तकत्तव्वा ।। अणहीणमणुअकज्जा, नरभवमसुहं न इंति सुरा ॥ १ ॥ चत्तारिपंचजोयणसयाई गंधो अ माणुअलोगस्स । उड्डे वच्चइ जेणं न हु देवा तेण आवंति ॥२॥ पञ्चसु जिणकल्लाणेसु, चेव महरिसितवाणुभावाओ ।
जम्मंतरनेहेण य आगच्छंति सुरा इहयं ॥३॥ અર્થ:–“અત્યંત રમ્ય એવી દેવાંગનાઓને વિષે સંક્રમેલ દિવ્યપ્રેમવાળા, રૂપ-રસ-ગંધસ્પર્શ અને શબ્દના વિષયમાં અત્યંત આસક્ત હોવાથી જ દેવલોકનાં તે મજજન, નાટક જેવું વિગેરે કાર્યો પ્રતિ અસમાપ્ત કર્તવ્યવાળા અને મનુષ્યને અનાધીન કાર્યવાળા પિતાનાં કાર્યમાં મનુષ્યની મદદની પરવા વિનાના એવા દે, મનુષ્ય ભવમાં અશુભપણું હાઈને તેની ગંધને સહન કરી શકતા નહિ હોવાથી મનુષ્યલોકમાં આવતા નથી. તે ૧ . એ જ વાતને ગાથા બીજીથી સ્પષ્ટ કરે છે કે-મનુષ્યલકની ગંધ ૪૦૦ થી ૫૦૦ એજન પર્યત ઉચે ઉછળે છે, તેથી દેવ અહિં આવતા નથી. . ર શ્રી જિનેશ્વર દેનાં પાંચ કલ્યાણકમાં, મહામુનિઓના તપના પ્રભાવથી અને પૂર્વભવના સ્નેહને લીધે દેવો અહિં આવે છે. ૩” : સાધુ ધર્મ અને શ્રાવકધર્મની સુંદર આરાધના કરીને થએલા દેવને અહિં ધાર્યા મુજબ
૧ જુઓ વિશેષાવશ્યક મુકિત પૂ. ૭૮૨ ગાથા ૧૭૮૫ ની ટીકા-અશુમાન્ નામવર તપાદિષ્ણુतया नेहागच्छन्ति देवाः स्वत्यक्तकडेवरवदिति.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org