________________
૧૪
શીયાળની ગુલામી સ્વીકારે, શીયાળની સેવા-સુશ્રષા કરે, શિયાળીઆની આગળ રાંક બકરા જે બની જાય, અને છેવટે એ નમાલા નિર્બળ શીયાળીયાથી માર પણ ખાય-તેની સાથે સરખાવી શકાય. આ સ્થિતિ કલ્પનામાં પણ ન આવી શકે એવી છે. આ અનંત વિચિત્રતાઓથી ભરેલા આ સંસારમાં કલ્પના પણ જ્યાં ન પહોંચી શકે એવી વસ્તુઓ પણ બને છે જે આપણું પિતાના આત્માને જ વિચાર કરતાં એ આપણને આપોઆપ સમજાઈ જાય છે.
૪ અનાદિ નિગોદમાંથી નીકળી વ્યવહારરાશિમાં આવ્યા બાદ અનેક જન્મો લીધા, અને ભાગ્યયોગે આ મનુષ્ય જન્મ પ્રાપ્ત થયે, અને આત્માની અગાધશક્તિનું પણ અંશત: ભાન થયું, તે એ અગાધશક્તિને દબાવી દેનારને ઓળખી લઈ, તેની સાથે યુદ્ધ કરી આપણી આત્મશક્તિને પૂર્ણ વિકાસ થાય તે માગે આપણે પ્રયાણ કરવું જ જોઈએ. અનાદિકાળથી કર્મરાજાએ આપણી આત્મશક્તિ દબાવી દીધી છે. છીનવી લીધી છે. જેમ કેઈ પરદેશી, રાજ્ય જીતેલા દેશને નિ:શસ્ત્ર કરી તેની સઘળી શક્તિઓને દબાવી રાખી નિર્બળ બનાવી મૂકી ગુલામગીરીમાં જકડી રાખે અને આઝાદીથી વંચિત રાખે તેવા પરદેશી રાજ્યની પાસે આજીજી કરવાથી કે અરજીઓ કરવાથી તે આઝાદી બક્ષતું નથી, પણ તેની સામે લડાઈ જ કરવી પડે છે, અને એક વખત હાય તો બીજી, ત્રીજી, ચોથી કે પાંચમી કે વધારે વખત પણ લડાઈ ચાલુ કરી વિજય પ્રાપ્ત થાય ત્યારે જ જીતાયેલા દેશને આઝાદી મળી શકે છે તેમ કમરાજાની સાથે પણ લડાઈ જ કર્યા વિના છૂટકે નથી. એ લડાઈમાં કેટલીક વખત પાછા પડવાનું થાય, છતાં જે લડાઈ ચાલુ રહે તે એનું શુભ પરિણામ આવ્યા વગર ન જ રહે. - ૫ આ લડાઈ કરવાને માટે ઉત્તમ સાધનો ખોળી કાઢી તેને ઉપયોગ કરવો જરૂર છે. ઉત્તમ સાધનો સિવાય ઉત્તમ સાધ્ય એવું કમકલેશાભાવવાળું આત્માનું શુદ્ધ સ્વરૂપ મળી શકે જ નહિ. આ સંસાર દુઃખરૂપ, દુઃખફળ અને દુઃખાનુબંધ જણાવવામાં આવે છે, અને તે પ્રમાણે પ્રત્યક્ષ અનુભવાય છે, છતાં પણ જે આ જીવ આ સંસારને સદુપયોગ કરી પિતાના આત્માને એવે માર્ગે ચઢાવે કે–પરિણામે કર્મ કલેશનો અભાવ થઈ અનંતકાળને માટે તેનું પરમાત્મ સ્વરૂપ પ્રગટતું રહે તે ખરેખર તેને આ જન્મ પણ સુલબ્ધ છે, કૃતાર્થ છે. - ૬ પરોપકારી શાસ્ત્રકારોએ આ સંસાર સમુદ્રને તરવાના જે જે ઉપાયો અને સાધનાનું વર્ણન કર્યું છે, તે બધામાં સૌથી પ્રથમ અને સૌથી મહત્વનાં સાધન તરીકે મનુષ્યજન્મને ગણવામાં આવે છે. દેવપણું કેઈ અપેક્ષાએ મનુષ્યપણા કરતાં ચડિયાતું ગણવામાં આવે છે, પરંતુ તે તો કેવળ લગભગ એહિક સુખવૈભવ અને સાંસારિક આનંદવિલાસની દષ્ટિએ જ: એટલે કે-કેવળ ભૌતિકદષ્ટિએ જ મુખ્યતા છે. જે કેવળ આધ્યાત્મિકદષ્ટિને લક્ષ્યમાં રાખીને આ બંનેનું નિરીક્ષણ કરવામાં આવે તે નિર્વિવાદપણે મનુષ્યપણું જ સર્વોત્તમ ગણાય.
૭ આ મનુષ્યપણાની દુર્લભતા શાસ્ત્રોમાં દશપ્રકારનાં દષ્ટાંત આપીને આપણને સ્પષ્ટપણે સમજાવવામાં આવી છે. એ મનુષ્યપણું તે પૂર્વની કોઈ મહાપુણ્યાઈનાં ફળરૂપે નદી-પાષાણના ન્યાયે કરીને પિતાની મેળે જ મળેલી વસ્તુ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org