________________
ટેર શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વાદિનુસૂત્રની આદર્શ ટીકાનો સરલ અનુવા ભવ્ય અથવા અભવ્ય જીવ શ્રી જિનેશ્વર પ્રભુનાં સમવસરણ આદિની દ્ધિ દેખવાથી “તેવી ત્રાદ્ધિ તો દેવલોક વિગેરેમાં મળે, એ હિસાબે દેવકાદિનાં સુખેની ઈચ્છાથી જ-અથી પણથી જ દીક્ષા ગ્રહણ કરે અને દીક્ષામાં “કાંઈક ન્યૂન એવાં દસ પૂવ સુધીનું ” દ્રવ્યથત મેળવે તેવું આત્મનિસ્તારક જ્ઞાન, મેક્ષને બદલે દેવકનાં સુખને માટે મિથ્યાત્વી જ મેળવે અને તેથી-મિથ્યાત્વી
જીવે ગ્રહણ કરેલું હોવાથી તે દ્રવ્યથત ગણાય છે-સમ્યગ હોવા છતાં પણ તેવા પાત્રવિશેષે મિથ્યાશ્વત થાય છે. જે જીવને ચૌદ પૂર્વનું યાવત્ સંપૂર્ણ દસ પૂર્વનું કૃત હોય તે જીવને નિશ્ચયે સમ્યકૃત્વ હોય છે. અર્થાત્ દસ પૂર્વથી ન્યૂન થતજ્ઞાનવાળા જીવમાં સમ્યકત્વની ભજન છે.–હોય પણ ખરૂં અને ન પણ હોય. શ્રી કપભાષ્યમાં કહ્યું છે કે “વાર ર અમિને ચિમાં સન્મ, તુ સેના માળા” અર્થ -ચૌદ પૂર્વ અને યાવત્ દસ પૂર્વના જ્ઞાનવાળા આત્માને વિષે નિયમો સમ્યકત્વ છે અને દસ પૂર્વથી ઓછાં જ્ઞાનવાળામાં સમ્યકત્વની ભજના છે.
યથાપ્રવૃત્તિકરણ વડે ગ્રન્થીદેશે રહેલા તે આમાંથી કોઈ જીવ, તીર્ણ કુહાડાની ધાર જેવા વિશુદ્ધ પરિણામવડે (કુડાડાની તીક્ષણ ધારવડે જેમ લાકડાં આદિની કઠોરતર ગાંઠ ભેદે તેમ) તે ગ્રન્થીને-કમની તીવ્ર રાગદ્વેષના પરિણામરૂપ ગાંઠને ભેદે છે. મિથ્યાત્વની સ્થિતિને કાળ પણ અન્તર્મુહૂર્ત પ્રમાણ છે. આ ગ્રન્થી ભેદતી વખતે ગ્રન્થી ભેદનાર જીવના શુભ પરિણામ એવા પ્રબળ હોય છે કે- તે શુભ પરિણામના અન્તમુહૂર્તને કાલ પછી મિથ્યાત્વની સ્થિતિના અંતમુહૂર્તને જે તુરત જ ઉદય થવાને હતો તે) મિથ્યાત્વની સ્થિતિના ઉદયક્ષણની ઉપર એળગી જઈને આગળ વેગ કરી ગયા હોય છે. પહેલા અંતર્મુહૂર્ત વેદ્ય એવા તે મિથ્યાત્વ દલીને દાબીને બીજા અંતર્મુહૂર્વ વેદવાના મિથ્યાત્વના દલીકાની ઉથલપાથલ કરવા લાગી ગયા હોય છે! એ રીતે મિથ્યાત્વની સ્થિતિને અંતર્મુહૂર્વકાલીન ઉદયક્ષણને તેના ઉદયકાલે ઉદયમાં જ નહિ આવવા દેવાપૂર્વક બીજા અંતર્મુહૂર્તકાલીને મિથ્યાત્વની સ્થિતિને પણ વેલવી નાખનારા પ્રબલ આત્મસામર્થ્યને આ જીવે કદિ નહિ પ્રગટાવેલા પ્રાદુભોવને અપૂવકરણ કહેવાય છે.
આ અપૂર્વકરણ કર્યા બાદ સત્તામાં રહેલ મિથ્યાત્વની સ્થિતિના આ રીતે તે જવ બે ભાગ કરવાના ઉદ્યમે લાગી જાય છે. જીવની આ પ્રવૃત્તિને અનિવૃત્તિકરણ કહેવાય છે. (ટકામાંની ટુંક પંક્તિના આશયને અનુલક્ષીને એ અનિવૃતિકરણનું અહિં યથાસમજ વિશેષથી વરૂપ બતાવાય છે.)
૧ બારમા દેવલેક સુધી દેવોમાં સ્વામિસેવકની સ્થિતિ છે. એ ઉપરના નવ રૈવેયક અને પાંચ અનારના દેવોમાં સ્વામિસેવકભાવ નથી, સહુ સરખા હાઈને અહમિન્દ્ર અને અતુલ સુબાના ભક્તા છે. આવી અહમિન્દ્ર સ્થિતિના દેવ બનવું તે દીક્ષાથી જ બનાય છે. અયરમશરીરી જીવ તે દીક્ષા આ લેકનાં સુખને અર્થે અતિ તીવ્રપણે પાળે તો ગ્રેવેયક સુધી જાય છે અને મેક્ષના દરોયથી એ રીતે પાળે તે અનુત્તરમાં ઉત્પન્ન થાય છે.
૨ અપૂર્વકરણના સામર્થ્યથી નીપજતા આ કરણના તે પરિણામ આવ્યા બાદ “અંતરકરણ કરીને ઉપશમસમ્યકત્વને પ્રાપ્ત કરાવી આપવારૂપ” પિતાનું કાર્ય કર્યા સિવાય પાછા જતા જ નહિ હોવાથી આ કરણને અનિવૃત્તિકરણ કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org