________________
ઉર શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ વદિત્તસૂત્રની અંદર ટીકાના સરલ અનુવાદ
નિવેદ-કીધ-લજ્જા-ઉદ્વેગ અને ભ્રમણાવડે રાજા, ધમ ને વિષે એક ભાવવાળા હાવા છતાં પણુ મિશ્રિતભાવને અનુભવવા લાગ્યા ! ॥ ૩૪૦ ॥ તે પણ વિશેષજ્ઞ એવા તે રાજાએ વિચાર કરીને તે સુનિને કહ્યું–“અહહ ! તદ્દન અયેાગ્ય અને હદપાર ઊલટુ આ શું? II ૩૪૧ ॥ ( મુનિ અતિચરિત ચારિત્રવાળા પણુ હોય, પરંતુ ) ઈન્દ્રનું રમણ કયાં અને ( તમારું આ ) વિષ્ટાના કીડાનું રમણુ કયાં? તમારું પવિત્ર ચારિત્ર કયાં અને આ દુષ્ટ આચરણુ કયાં ? આ તે શું જ્ઞાન છે કે દર્શોન છે? આ શું ચારિત્ર છે? આ શું તપ છે? આ કયા જપ ? કઈ ક્રિયા ? કઈ લજ્જા ? ( ભવની ) કઈ ખીક ? કે જેથી આવું દુષ્ટતર દુરાચરણ કરી રહ્યા છે? ॥ ૩૪૨-૩૪૩ ॥ ધિક્કાર છે તમને અને ધિક્કાર છે તમારી બુદ્ધિને! ધિક્કાર છે તમારા દંભી વેષને ! ધિક્કાર છે તમારા નિ:શંક મનપણાને! ધિક્કાર છે સંસારને અને ધિક્કાર છે (તે સંસારને વધારનારા ) વિષયાને? ॥ ૩૪૪ ॥ આ લેકમાં અને પરલેાકમાં પણ તમારું સ્થાન કયાં થવાનું ? અરે! સ્મૃતિ માટા અનંત દુ:ખા તમે કેમ કરીને સહન કરશે? ॥ ૩૪૫ ॥ નિષ્કલક ધર્મને કલંક લગાડતા હાવાથી તમે અનંત દુ:ખ ભરેલા અનંત ભવા ભમશે; તેથી હું તત્ત્વજ્ઞ ! તે કુકર્મોથી તમે જલદી વિરમેા. જે આત્મા કુકૃત્યમાં પ્રવર્તે છે તેણે તત્ત્વ શું જાણ્યું ? ૩૪૭ ||
એ પ્રમાણે શિક્ષા આપતા નૃપતિને તે વેષધારી સાધુએ કહ્યું- અરે, અરે ! તત્ત્વાર્થીને જાણ્યા વિના મને આવું વિપરીત કેમ કહે છે? અન્ય મુનિઓની પણ આંતર રીતિ આ પ્રકારની જ છે; આ રીતિને તજી દેવા કાણુ શક્તિમાન છે? અથવા તે તેને પણ જોતાં તે સ્વયં જાણીશ ॥ ૩૪૮-૩૪૯ ॥ આશ્ચર્ય પૂર્વક ખેદની વાત છે કે પતિત મનુષ્ય ખીજાઆને પશુ પતિત કહે છે!’ એમ વિચારીને રાજા આગળ જતાં એક સાધુને પરસ્ત્રીલ પટ તરીકે, એકને ચારી કરતા, એકને શિકાર કરતા તથા એકને માછલાં પકડતા કૈંખે છે! ॥ ૩૫૦-૩૫૧ ॥ ‘આ બધા સાધુએ નક્કી ભ્રષ્ટ અને અધમ છે. ગુરુમહારાજ દ્વારા તે સ સડેલા પાનની જેમ જલદી ગચ્છમહાર કઢાવવા જેવા છે.’ એ પ્રમાણે ચિતવતા રાજા જેવામાં પાતાના મહેલે આવે છે, તેવામાં તે સાધ્વાભાસેાના ગુરુને પેાતાના અંતેઉરમાંથી-રાણીવાસમાંથી નીકળતા દેખે છે! ॥ ૩૫૨-૩૫૬ ॥ તેથી આવેશપૂર્વકના અત્યંત ઉદ્વેગને વહન કરતા રાજાને તે કળાકારે અવધૂતે, ‘રાત્રે શું જોયું?' એમ પૂછતાં રાજાએ જોયું હતુ' તેવુ સ કહ્યું ! ॥ ૩૫૪ ॥ અવધૂતે કહ્યું-રાજન ! વેદની જેમ મારું વચન ખોટું કેમ હોય ? માટે ધૂર્તોની જેમ સાધુને વિષે તમે આસ્થાવાળા ન થાવ ॥ ૩૫૫॥ રાજા સન્માના—કૃતિમાના અનુગામી હાવાથી પેાતાની (તે માન્યતામાં ) ઉચ્ચતા પ્રગટ કરતા થકા કહે છે− & કલાવાન્! સાધુઓમાં એ વાત અત્યંત જ અસંભવિત છે: સૂર્યથી અંધકારની જેમ અહા ! સાધુએથી એવું કુકૃત્ય યુગાન્તે પણ યુક્તિયુક્તતાને કેવી રીતે પામે ? એ જે કાંઇ સાક્ષાત્ દેખ્યું તે અસત્ય હૈ। અથવા સત્ય પણ હે: તેમાં સત્યપણુ હોય તે પણ તેથી બધા જ સાધુ આને વિષે અનાસ્થા-અવિશ્વાસ રાખવા તે યુક્ત નથી. કેાઈ જનસમૂહ ચાર કે ધાડપાડુ દીઠા, તેથી શું ખધા જ સાક્ષ અવિશ્વસનીય છે ? એ રીતે જે એક પરથી બધા માટે અવિશ્વાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org