________________
- અનુવાદ અને અનુવાદક સંબંધી બે બેલ પતિ
શાસનવત્સલ પરમોપકારી ગીતાર્થ પુંગવ મહષી શ્રી રત્નશેખરસૂરીશ્વરજી મહારાજ વિરચિત શ્રી શ્રાવક પ્રતિકમણુસૂત્રની અર્થદીપિકા=સુંદર ટીકાને અનુવાદ આમ તો સં. ૨૦૦૨ ની સાલમાં પણ બહાર પડયો છે, પરંતુ તે અતિ અશુદ્ધ, અંદર ખેલનાઓવાળે અને ઘણે અધુર હોવાથી પરમપૂજ્ય-શાસનરત્ન-શાસનકંટકેદારક પ્રસિદ્ધ મુનિ મહારાજ શ્રી હંસસાગરજી મહારાજે તે અનુવાદને મૂળથી જ સવાંગ સંપૂર્ણ બનાવવા પાછળ ચાર ચાર વર્ષ પર્યત અપ્રમત્તપણે મહેનત લઈ અતિ પરિશ્રમે આ અનુવાદરૂપે પરિશુદ્ધિપણે પ્રસિદ્ધ કરીને શાસનને એક અણમોલ વારો આવે છે ! એટલું જ નહિ, પરંતુ તેઓશ્રીએ તે અમૂલ્ય ટકાગ્રન્થમાંની પંક્તિ એ પંક્તિ અને શબ્દ શબ્દને સત્ય અર્થ કરીને રચેલ આ અનુવાદ દ્વારા શ્રાવકસમાજને આરાધનાની સાચી દિશાનું યથાર્થ ભાન કરાવવા વડે સ્વના “હંસ” નામની જ યથાર્થતા પૂરવાર કરી છે તે જણાવતા આનંદ થાય છે.
આ શ્રી શ્રાવક પ્રતિકમણુસૂત્રની ટીકાના રચયિતા પૂજ્ય મહષ શ્રી રત્નશેખરસૂરીશ્વરજી મહારાજ જેવા પ્રાચીન અને પ્રભાવક ગીતાર્થ પુંગવના સત્તાસમયની આછી રૂપરેખા પ્રસ્તુત પ્રસંગે આવશ્યક ધારી તેને ટુંક ઉલેખ કરું છું.
તે પૂજ્ય મહષને જન્મ સં. ૧૪૫૭ છે, અને દીક્ષા સં. ૧૪૬૩ છે. તેઓશ્રીને ૧૪૮૩ માં પંડિત પદ, ૧૪૯૩ માં વાચકપદ અને ૧૫૦૨ માં આચાર્યપદ મળ્યું હતું. તેઓશ્રીને બાળી નામના ભદ્દે બિરૂદ તરીકે “બાલસરસ્વતી” કહ્યા, ત્યારથી જૈન સમાજમાં તેઓશ્રી “ બાલસરસ્વતી’ તરીકે પ્રસિદ્ધ હતા.
આ મહાગીતાર્થ મહષીએ સં. ૧૪૯૬ માં જેમ આ શ્રાદ્ધપ્રતિકમણવૃત્તિ રચેલ છે, તેમ સં. ૧૫૦૬ માં શ્રી શ્રાદ્ધવિધિવૃત્તિ તથા સં. ૧૫૧૬ માં આચારપ્રદીપ નામના ભવ્ય ગ્રન્થો પણ રચીને જૈનસમાજ ઉપર ભારે ઉપકાર કરેલ છે. આ સમર્થ ગીતાર્થ પુંગવ મહષી, સં. ૧૫૧૭ ના પિોષ વદી ૬ ના રોજ સ્વર્ગે સીધાવ્યા છે. આ શ્રાદ્ધ પ્રતિકમણવૃત્તિ ગ્રન્થ તે સમર્થ જ્ઞાની પુંગવે રચેલ હોવાને લીધે શાસનમાન્ય છે, આવા ઉત્તમ ગ્રંથરત્નનો “આવા પૂજ્ય પ્રસિદ્ધ મુનિમહારાજશ્રીની જાતમહેનતે તૈયાર થઈ આપણી સમક્ષ રજુ થતો” આ અનુવાદ ગ્રન્થ અતિ મહત્વપૂર્ણ ગણાય તેમાં નવાઈ નથી.
આ અનુવાદગ્રંથની વિશિષ્ટતા સંબંધમાં પણ કાંઈક નિર્દેશ કરે જરૂરી માનું છું. અને તે એ કે આપણામાં શ્રાવકની આવશ્યકકિયાનાં મુખ્ય અંગરૂપ આવા સૂત્રોના અર્થભાવાર્થ વગેરે સમજાવનારાં અનેક પુસ્તક બહાર પડ્યાં છે, પરંતુ તે બધા “આવશ્યક અંગે મહત્વનું સ્થાન ભેગવનાર આ શ્રી વંદિત્તસૂત્રનો આવશ્યક અનુષ્ઠાન કરનારને આસાદ રહે-તે સૂત્રનું તાત્પર્ય તલસ્પશીંપણે અને સહેલાઈથી સમજાય અને તેથી અનુષ્ઠાન કરનાર ભાવિકજનો, તે આવશ્યક કરવા ઉમંગથી પ્રેરાય તેવાં તો પ્રગટ થયાં નથી જ એમ કહેવું પડે છે. તે દરેક ખામી આ આદર્શ અનુવાદ ગ્રંથ પૂરી પાડે છે, અને તેથી જ તે તે બધા અનુવાદ ગ્રંથ કરતાં આ અનુવાદગ્રંથની મહત્તા છે-વિશિષ્ટતા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org