________________
આ શ્રાદ્ધપ્રતિકમણ-વદિત્તસત્રની આશ ટકા સરલ અનુવાદ અક્ષ, (સાધુ મહારાજે સ્થાપનાજી રાખે છે તે) વરાટક-કડા, કાષ્ટ-દાંડી દાંડે વિગેરે, પુસ્ત-પુતળી ઢીંગલી વિગેરે કોઈ પણ લેખ્યાદિ કર્મ, અથવા તે ગુરુમૂર્તિ વિગેરે કેઈપણ પ્રકારનાં મૂર્તિરૂપક ચિત્રકમે-વિગેરેમાં ગુરૂની સ્થાપના કરવી. એ પ્રમાણે ગુરૂના ભાવમાં ગુરૂની સ્થાપના કરવી અને ગુરૂના અભાવમાં અક્ષ વિગેરેમાંના કોઈ એક પદાર્થમાં ગુરૂની સ્થાપના કરવી. તે સ્થાપના “ઈવરા” અને “યાવત્ કથિકા ” એમ બે ભેદે છે. રા”
(શ્રાવકને સાક્ષાત્ ગુરૂની સ્થાપના અનુષ્ઠાન પૂરતી હોવાથી ઇત્વરિક છે અને સાધુ મહારાજને “જિંદગીભરનાં દરેક જ સતત અનુષ્ઠાન માટે એક જ ગુરૂની નિશ્રા સ્વીકારેલ હેવાથી ' યાવત્રુથિકા છે. અને શ્રાવક તથા સાધુ મહારાજે બંનેને) દાંડ-દાંડી-ઢીંગલી પુતળી-કેતરેલ કે ચિત્રલ ગુરૂઆદિને આકાર સૂચક ચિત્રો વિગેરેમાં કરેલ ગુરૂસ્થાપના ઈવરા છે અને અક્ષ કે કેડામાં કાયમ માટે સ્થાપેલ ગુરૂસ્થાપન યાવતુકથિકા છે. ઈરા એટલે અલ્પકાળ માટેની અને ચાવકથિકા એટલે જ્યાં સુધી તે સ્થાપના કરેલ દ્રવ્ય-પદાર્થ રહે ત્યાં સુધીની. (ગુરૂ હયાત રહે ત્યાં સુધી તે યાવત્રુથિકા સદ્દભાવ સ્થાપના અને અક્ષ વિગેરે દ્રવ્યો જ્યાં સુધી હયાત રહે ત્યાં સુધી તે યાવત્રુથિકા અસદ્દભાવ સ્થાપના.)
તહેવં ગુમાવે -તેથી કરીને સામાયિક કરનાર શ્રાવકે સાક્ષાત ગુરુના અભાવે (સ્થાપના રાખવાનું પ્રથમ સિદ્ધ કર્યું છે તે) સ્થાપનાચાર્યની સ્થાપના અવશ્ય કરીને આ જે પ્રમાણે વિધિ જણાવ્યો છે તે વિધિવડે કરવી એ પ્રમાણે સિદ્ધ થયું. સામાયિક કરનાર શ્રાવકે ધરપકરણ રાખવાં જોઈએ અને ભાવ આવશ્યક કરવું જોઈએ.
તેમજ સામાયિક કરતા શ્રાવકે રજોહરણ-ચરવળો મુહપત્તિ વિગેરે ધર્મનાં ઉપકરણે ગ્રહણ કરવા જોઈએ. તેને માટે શ્રી અનુગદ્વાર સૂત્ર પૂર્ણ ૩૦ માં પાઠ છે કે- જિં
ગુત્તપિચં માવાવરણઘે? તે લકત્તર ભાવ આવશ્યક શું છે? તે જણાવે છે કે-“asoi ઉમે મળો વા વમળ વા વાવ વા સાવકા વા' જે આ સાધુ અથવા સાધ્વી અથવા શ્રાવક અથવા શ્રાવિકા, “તારે આદરેલ આવશ્યકમાં સામાન્ય ઉપયોગ રૂપ ચિત્ત છે જેનું, “તમને'
૧ તદુપરાંત શ્રી નંદિસૂત્રવૃત્તિ પૃ. ૨૫૧ તથા શ્રી અનુગારસૂત્રવૃતિ ૧૨ વિગેરે સ્થળે દેઢિ, રિમ, સંઘાર વિગેરે પદાર્થો પણ સ્થાપનાને યોગ્ય જણાવ્યા છે.
૨ તેમાં સાક્ષાત ગુરૂની સ્થાપનાને સભા સ્થાપના જાણવી અને ગુરૂના અભાવે–અક્ષ, કાડા, દાંડ, દાંડી, પુતલી, ઢીંગલી કે ગુરૂરૂપક વિગેરે કોઈપણ પ્રકારના લેય કે ચિત્રકમ વિગેરેમાં સ્થાપેલ ગુરૂસ્થાનને અહિં સામાન્યપણે અસદ્દભાવ સ્થાપના જાણવી. (તે અસદ્દભાવ સ્થાપનાની પણ સાકાર અને નિરાકાર તરીકેના બે ભેદે સદ્દભાવ સ્થાપના અને અસદ્દભાવ રથાપના ગણી શકાય છે. લેપ્યાદિ કર્મ અને ચિત્રકર્મ તરીકેના ગુરુમૂર્તિના સાકાર રૂપકમાં સ્થાપેલ ગુરૂસ્થાપના સદ્ભાવસ્થાપન ગણાય છે અને અક્ષ-કંડા દડિકાંડી -પૂતળી-ઢીંગલી વિગેરેમાં સ્થાપેલ ગુરૂસ્થાપના અસદ્દભાવ રથાપના ગણાય છે; પરંતુ તે વાત વિષ હેઈને અહિં ગાથામાં જણાવેલ નહિં હોવાથી અહાર સમજવાની છે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org