SearchBrowseAboutContactDonate
Page Preview
Page 839
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપસંહાર : કુલગી આદિને આ ગ્રંથથી કંઈક ઉપકાર (૪૩) કુલગી આદિકને, મુજથય જડમતિધાર; શ્રવણથી પક્ષપાતાદિથી, આથી લેશ ઉપકાર. રરર અર્થ –આ ગદષ્ટિસમુચ્ચય થકી, મહારા કરતાં પણ જડબુદ્ધિ એવા કુલગી આદિને, શ્રવણુ વડે કરીને પક્ષપાત આદિને લીધે, લેશથી ઉપકાર છે. વિવેચન ઉક્ત લક્ષણવાળા કુલગી આદિ કે જે મહારા કરતાં પણ જડબુદ્ધિ હોય તેવા બીજાઓને, આ ચગદષ્ટિસમુચ્ચય ગ્રંથથકી, આના શ્રવણથી ઉપજતા પક્ષપાત-શુભેચ્છા આદિને લીધે બીજ પુષ્ટિ આદિવડે કરીને લેશથી ઉપકાર છે. દયા શાંતિ સમતા ક્ષમા, સત્ય ત્યાગ વૈરાગ્ય; હાય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજાગ્ય. -શ્રી આત્મસિદ્ધિ. ઉપરમાં કહ્યું તેમ,-જે યોગિકુલમાં જગ્યા છે અને જન્મથી જ ગિધર્મને પામેલા છે, તથા બીજાઓ પણ જે પ્રકૃતિએ કરાને દ્રવ્યથી અને ભાવથી વિધર્મને અનુગત છે–અનુસરનારા “અનુયાયી’ છે, તે લોગીઓ છે, આ મહાનુભાવ કલયોગી ને કુલગીઓ તથા પ્રકારે ગ્રહના અભાવને લીધે જગતમાં સર્વત્ર અષી પ્રવૃત્તચક ચોગી હોય છે, ધર્મપ્રભાવને લીધે ગુરુ-દેવ-દ્વિજ તેઓને પ્રિય હોય છે, તથા કિલ પાપના અભાવને લીધે તેઓ પ્રકૃતિથી-સ્વભાવથી દયાળુ હોય છે, પુણ્યાનુબંધી પુણ્યને લીધે વિનીત-વિનયવાનું હોય છે, ગ્રંથિભેદ વડે કરીને બેધવત-તત્વસમજણવાળા હોય છે, અને ચારિત્રભાવે કરીને તેંદ્રિય-જિતેંદ્રિય હોય છે. અને પ્રવૃત્તચક ગીઓ પ્રથમના બે પ્રકારના યમ-ઇચ્છાયમ અને પ્રવૃત્તિયમનો સમ્યક્ પ્રકારે આશ્રય કરનારા હોય છે, અને બાકીના બે યમ-સ્થિરથમ અને સિદ્ધિયમના અત્યંત અથ– અભિલાષી હાઈ સદા તેમાં સદુપાય પ્રવૃત્તિ કરનારા હોય છે, અને તેથી કરીને શુશ્રષા આદિ આઠ ગુણથી યુક્ત એવા હોય છે. તથા આદ્ય અવંચક ચોગની પ્રાપ્તિથી તેનાથી અન્ય એવા બે અવંચકનો લાભ પામેલા હોય છે, અર્થાત ચોગાવંચકની પ્રાપ્તિને લીધે ક્રિયાવંચક ને ફલાવંચક પણ પામેલા હોય છે.-આવા આ મહાત્મા કુલયોગીઓ અને પ્રવૃત્તચક્ર યોગીઓ આ મહાન્વેગ પ્રયોગના અધિકારીઓ છે એમ ગવિદ વદે છે. અર્થાત આ યુગપ્રવેગ યોગ્ય જે “જેગિજને” હોય તે આવા લક્ષણવંતા-આવા ઉત્તમ ગુણ સંપન્ન અવશ્ય હાય, સાચા મુમુક્ષુઓ, સાચા આત્માથીએ હાય, એમ અત્ર તાત્પર્ય છે. અને આવા આ વિશિષ્ટ અધિકારી ચોગીઓને ઉદ્દેશીને આ પરમ પરોપકારપરાયણ મહાયોગી શાસ્ત્રકાર મહર્ષિ કહે છે કે-આ કુલગી–પ્રવૃત્તચક્ર ગીઓમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy