SearchBrowseAboutContactDonate
Page Preview
Page 831
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપસાર : યોગાવથકથી જીવનપલટો ( ૫) સમસ્ત ગક્રિયારૂપ રાધાવેધમાં પણ પ્રથમ પગથિયું સાધ્યરૂપ લક્ષયને-નિશાનને સુનિ. શ્ચિત કરી બરાબર તાકવું તે છે. આ સાધ્ય લક્ષ્યની સાથે યોગ થવો–જેડાણ થવું, તેનું નામ જ ચગાવંચક છે. અને તે પરમ નિશ્ચયરૂપ સાધ્ય લક્ષ્ય તે “સ્વરૂપ જ’ છે, એટલે સ્વરૂપ લક્ષ્યને અનુલક્ષીને કરવામાં આવેલો એગ તે ચગાવંચક છે. (જુઓ પૃ. ૬૯૩) તો પછી અત્રે પુરુષના તથા દર્શનરૂપ યોગ પર આટલો બધે ભાર મૂકવાનું શું કારણ? કારણ એટલું જ કે- પુરુષ મૂર્તિમંત પ્રગટ સ્વરૂપ છે, સાક્ષાત-પ્રત્યક્ષ મૂત્તિમંત પ્રગટ સ્વરૂપને વેગ પામેલ પ્રગટ “યોગી” છે, સાક્ષાત્ સાક્ષાત્ સત્ સહજાન્મસ્વરૂપ પ્રભુ છે. એટલે આવા સાક્ષાત્ યાગી સપુરુષના સ્વરૂપ જવલંત આદર્શ દર્શનથી ન ભૂંસાય એવી ચમત્કારિક છાપ મુમુક્ષુ આત્મામાં પડે છે. જેથી એકાંત સ્વરૂપલક્ષી પુરુષનું પરમ અદ્દભુત આત્મચારિત્ર દેખી, તેનો આત્મા સહેજે સ્વરૂપ લક્ષ્ય ભણી ઢળે છે. વાચલ વક્તાઓના લાખો ઉપદેશે જે બોધ નથી કરી શકતા, તે આવા એક સપુરુષનો જીવતે જાગતે દાખલ કરી શકે છે. આમ યોગી પુરુષના તથાદર્શનથી જીવનું લક્ષય એક સાધ્ય સ્વરૂપ નિશાન પ્રતિ કેન્દ્રિત થાય છે, અને પછી તેની બધી પ્રવૃત્તિ તે સ્વરૂપલક્ષી જ હોય છે. એટલા માટે સ્વરૂપને સાક્ષાત લક્ષ્ય કરાવનાર પુરુષના ચોગને ચગાવંચક કદો છે. આ પુરુષના વેગથી પ્રાપ્ત થતું ગાવંચક રોગ જીવનું આખું જીવનચક્ર બદલાવી નાંખે છે. પ્રથમ જે જીવનું સમરત આચરણ સંસારાર્થ થતું હતું, તે હવે સ્વ રૂપલક્ષી થયા પછી કેવળ આમાથે જ થાય છે. પ્રથમ જે જીવની ચગાવંચથી સમસ્ત કિયા-પ્રવૃત્તિ આત્મબાધક થઈને પ્રવર્તતી હતી, તે હવે આત્મજીવનપલટે સાધક થઈને પ્રવર્તે છે. પ્રથમ જે સહુ સાધન બંધનરૂપ નીવડતા હતા, તે હવે સત્ય સાધનરૂપ થઈ પડે છે. પ્રથમ જે વરૂપલક્ષ વિના ષષ્કારક ચક્ર આત્મવિમુખપણે ઉલટું ચાલતું હતું, તે હવે આત્મસમુખપણે સુલટું ચાલે છે. (જુઓ આકૃતિ ૨૦). પ્રથમ જે આત્માની બધી ચાલ આશ્રવ-બંધ પણે અવળી ચાલતી હતી, તે હવે સંવર-નિર્જરારૂપ થઈ સવળી ચાલે છે. પ્રથમ જે જીવના સમસ્ત વેગ-ક્રિયાદિ સ્વરૂપ લક્ષને ચૂકી વાંકાચૂકા ચાલતા હોઈ, વંકગામી હોઈ, વંચક થઈને પ્રવર્તતા હતા, તે હવે સ્વરૂપ લક્ષ્યને સાંધી સીધા સરલ ચાલી, “અવંકગામી’ થઈ, અવંચક થઈને પ્રવર્તે છે. આ ચમત્કારિક પલટો-ફેરફાર આ જીવમાં થઈ જાય છે. સકલ જોગજીવનરૂપ આ ગાવંચક જ્યારે જીવને પ્રાપ્ત થાય છે, ત્યારે જ તેનું ખરેખરૂ જોગીજીવન” શરૂ થાય છે. અને એટલા માટે જ એને “આઘ’–સોથી પ્રથમ એ અવંચક કહ્યો છે, પ્રથમ એ અવંચક હોય તો જ પછી બીજું બધું ય અવંચક હોય છે, નહિં તે વંચક જ હોય છે, કારણ કે તે પહેલાંના તેના સર્વ ગ-સાધન વંચક જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy