SearchBrowseAboutContactDonate
Page Preview
Page 781
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપસંહાર : કુલયોગી-આજન્મવેગ, ઉદાહરણ (૬૮૫) છે, પણ થાક ઉતરી ગયા પછી તાજામાજા થઈ તરત જ આગળ અખંડ પ્રયાણ ચાલુ રાખે છે, તેમ મોક્ષપુરીના પ્રવાસે નીકળેલ ગમાર્ગને અખંડ પ્રવાસી મુમુક્ષુ આયુપૂર્ણતારૂપ વિશ્રામસ્થાને વિશ્રાંતિ લે છે, ભવાંતરગમનારૂપ રાત્રીવાસ કરે છે, અને શ્રમ ઉતરી ગયા પછી પાછો પુનર્જન્મરૂપ નો અવતાર પામી, તામાજે થઈને, અપૂર્વ ઉત્સાહથી ગમાર્ગની મુસાફરી આગળ ચલાવે છે, અને આમ આ ગમાર્ગના મુસાફરનું મુક્તિપુરી પ્રત્યેનું પ્રયાણ અખંડિત રહે છે. જેમ વખત પૂરો થઈ જતાં કારકુન આગલે દિવસે અધૂરું મૂકેલું કચેરીનું કામ, બીજે દિવસે જ્યાંથી અધૂરું હતું ત્યાંથી આગળ ચલાવે છે, તેમ આયુનો સમય પૂરો થઈ જતાં ગી આગલા જન્મમાં અધૂરું છેડેલું આત્માર્થનું કામ, બીજા જન્મમાં અધૂરું હતું ત્યાંથી આગળ ધપાવે છે. આમ યોગી પુરુષનું યોગસાધનરૂપ આત્માર્થ કાર્ય અટૂટપણે પૂર્ણતા પર્યત વિના પ્રયાસે-સહજ સ્વભાવે ચાલ્યા કરે છે. દષ્ટિ થિરાદિક ચારમાં, મુગતિ પ્રયાણ ન ભાંજે રે; રયણશયન જિમ શ્રમ હરે, સુરનર સુખ તિમ છાજે રે.”—. સઝા. ૨ બીજાઓનેઅન્ય પ્રાકૃત જનોને જે સંસ્કાર ઘણા ઘણા અભ્યાસે કંઇક જ-અ૮૫ માત્ર જ થાય છે, તે આવા આજન્મ યોગીઓને વિના પરિશ્રમે સહજ સ્વભાવે ઉપજે છે. અને તે પૂર્વજન્મનું અસાધારણુંગારાધકપણું જ દર્શાવે છે, જેનું વર્તમાનમાં પ્રગટ જવલંત ઉદાહરણું પરમ યોગી શ્રીમદ્ રાજચંદ્રજીના આ સંવેદનરૂપ આત્માનુભવગમ્ય સહજ ઉદ્દગાર ઉપરથી સ્વયં સૂચિત થાય છે – “લઘુવયથી અદભુત થયે, તત્વજ્ઞાનનો બધ; એ જ સૂચવે એમ કે, ગતિ આગતિ કાં શેધ ? જે સંસ્કાર થવો ઘટે, અતિ અભ્યાસે કાંય; વિના પરિશ્રમ તે થયે, ભવશંકા શી ત્યાંય? ”—શ્રીમદ્ રાજચંદ્રજી. ભૂતકાળમાં પણ જન્મથી જ અત્યંત અસાધારણ યંગસામ દાખવનારા અનેક મહાપુરુષના ચરિત્રો પણ આ જ વાતની પુષ્ટિ કરે છે. જેમકે-વીશ વર્ષની નાની ઉમરમાં જ્ઞાનેશ્વરી જેવો અસામાન્ય ગ્રંથ લખનાર સંત જ્ઞાનેશ્વર, ઘોડીઆમાં બીજા ઉદાહરણે રમતાં પણ જેને પૂર્વારાધિત મુનિભાવ સાંભરી આવ્યા હતા, તે | મહાગી વજીસ્વામી. પાંચ વર્ષની લઘુવયમાં અસાધારણ બુદ્ધિચાપલ્ય દર્શાવનાર કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી, અને ધર્મધુરંધર શ્રી યશોવિજયજી. સંત કબીરજી, રમણ મહર્ષિ આદિના ચરિત્રે પણ એની સાક્ષી પૂરે છે. ખુદ તીર્થકર ભગવંતે પણ જન્મથી જ મતિ-મૃત-અવધિ એ ત્રણ જ્ઞાનના ધારક હતા એ હકીકત પણ * “અથવા યોનિનામેવ મવતિ ધીમતામ્ પદ્ધ ટુર્રમતાં ઢોરમ ચીરાF I તત્ર સં યુક્તિરંગો ઝમતે ઊંદ્ધિવાન્ ! સતત ૨ તત મૂયા સંસિદ્ધ ગુનંદન ”—ગીતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy