________________
સુક્ત તત્ત્વ મીમાંસા : જીવને ભવરૂપ ભાવરાગ
(૬૨૯ )
પેાતાનું ભાન ભૂલી જઇ જેમ તેમ ખકી રહ્યો છે, ઉન્મત્ત ચેષ્ટા કરી રહ્યો છે. આખા શરીરે તીવ્ર અસહ્ય દાવેદના તેને થઈ રહી છે. હૃદયમાં તીક્ષ્ણ શૂલ લાંકાઇ રહ્યું છે. એમ અનેક પ્રકારની રાગપીડાથી આકુલવ્યાકુલ એવા તે હેરાન હેરાન થઇ રહ્યો છે. આવા મહા રાગા` દુ:ખી જીવને ઉત્તમ સર્વૈદ્યના ઉપદેશથી ઉત્તમ ઔષધને! જોગ મળી આવે ને તેને યથાનિર્દિષ્ટ પધ્યપૂર્વક પ્રયાગ કરવામાં આવે, તે તે રાગીના રાગ નિર્મૂળ થાય; તેના જવર-તાવ ઉતરી જાય, ત્રિદોષ-સન્નિપાત ચાલ્યેા જાય, તે ખરાખર પેાતાના ભાનમાં આવે, તેની દાવેદના દૂર થાય, હૃદયશૂલ્ય નીકળી જાય, ને પછી સંપૂર્ણ રોગમુક્ત થઇ, તદ્ન સાજોતાજો-હૃષ્ટપુષ્ટ બની તે સંપૂર્ણ આરાગ્યને– સ્વાસ્થ્યને અનુભવે. અને આવા આ આરાગ્યસ ંપન્ન ‘સ્વસ્થ પુરુષ રોગમુક્ત થયાના કાઈ અદ્ભુત આનંદરસ આસ્વાદે. આ પ્રકારે લેાકમાં પ્રગટ દેખાય છે.
ભાવરાગ
તે જ પ્રકારે આ જીવને અનાદિ કાળથી આ ભવરૂપ મહારાગ લાગુ પડ્યો છે. આ મહા કષ્ટસાધ્ય વ્યાધિથી તે ઘણા ઘણા દીર્ઘ સમયથી હેરાન હેરાન થઇ રહ્યો છે. તે રાગના વિકારાથી દુ:ખી દુ:ખી થઇ તે ‘ વાય માડી રે ! કરજો ત્રાણ જીવના ભવરૂપ એમ પાકારી રહ્યો છે. તેના જ્ઞાનમય દેહમાં રાગરૂપ ઉગ્ર જવર ચઢી આન્યા છે, માહરૂપ ત્રિદોષ સન્નિપાત તેને થયા છે, એટલે તે નિજ ભાન' ભૂલી જઈ ઉન્મત્ત પ્રલાપ-ચેષ્ટા કરી રહ્યો છે. આખા શરીરે તેને વિષયતૃષ્ણાજન્ય અસહ્ય તીવ્ર દાઢવેદના વ્યાપી રહી છે-બળતરા થઇ રહી છે; હૃદયમાં દ્વેષરૂપ શલ્ય ભેાંકાઇ રહ્યું છે. આવા ઉગ્ર ભવરાગથી આકુલ જીવને શ્રીમદ્ સત્ ગુરુરૂપ ઉત્તમ સદ્યના ‘ જોગ ' બાઝતાં, તેમના સદુપદેશથી સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રરૂપ ઔષધત્રયીની પ્રાપ્તિ થાય છે, અને શુરુઆજ્ઞારૂપ પથ્ય અનુપાન સાથે તે રત્નત્રયીરૂપ ઔષધત્રિપુટીનું સમ્યક્ સેવન કરતાં અનુક્રમે તેના ભવરાગના નિર્મૂળ નાશ થાય છે. તેને રાગ-જવર ઉતરી જાય છે, દ્વેષશલ્ય નીકળી જાય છે, માહુ સન્નિપાતનુ પતન થાય છે, આત્મભાન પાછું આવે છે, વિષયતૃષ્ણાથી ઉપજતી દાહવેદના-બળતરા શમી જાય છે. અને તે નિજ સહુજ આત્મસ્વરૂપનું દર્શીન કરી,જ્ઞાન પામી, આત્મ
સ્વરૂપનુ અનુચરણ કરે છે; કેવલ શુદ્ધ આત્માને જાણી, શ્રદ્ધી, કેવલ જ્ઞાનમય આત્મામાં સ્થિતિ કરી, ‘ સ્વસ્થ ’ થઇ, કૈવલ્ય દશાને અનુભવે છે. અને પછી તે ચરમ દેહના આયુષ્યની સ્થિતિ પર્યંત બળેલી સીંદરી જેવા આકૃતિમાત્ર રહેલા શેષ ચાર કર્મીને પ્રારબ્ધાદય પ્રમાણે ભાગવી નિર્જરી નાંખે છે, અને પ્રાંતે તે કર્મને પણ સર્વથા પરિક્ષીણુ કરે છે. આમ સથા કમ મુક્ત થયેલ તે ભવરાગથી મુક્ત બને છે. અને આવા આ ભજવ્યાધિથી મુક્ત થયેલા, પરમ ભાવારાગ્યસંપન્ન, સહજાત્મસ્વરૂપ સુસ્થિત, એવા આ પરમ ‘ સ્વસ્થ પરમ પુરુષ પરમ આનંદમય એવી ભાવ-આરાગ્ય દશાના કાઇ અવર્ણનીય આનંદરસ ભાગવે છે.
Jain Education International
ܕ
For Private & Personal Use Only
www.jainelibrary.org