________________
ગસિસ ય
(૬૦૮ )
જાણે છે, પણ તેથી તે કાંઇ વિશ્વરૂપ બની જતા નથી. આ અંગે પરમ તત્ત્વદ્રા શ્રીમદ્ રાજચંદ્રજીનું આ પરમ રહસ્યમય વચનામૃત પુન: પુન: મનન કરવા ચેાગ્ય છે;~~~
“ ચંદ્ર ભૂમિને પ્રકાશે છે, તેના કિરણની કાંતિના પ્રભાવથી સમસ્ત ભૂમિ શ્વેત થઈ જાય છે, પણ ચંદ્ર કંઈ ભૂમિરૂપ કાઇ કાળે તેમ થતા નથી. એમ સમસ્ત વિશ્વને પ્રકાશક એવા આ આત્મા તે કયારે પણ વિશ્વરૂપ થતે નથી, સદા સર્વાંદા ચૈતન્યસ્વરૂપ જ રહે છે. વિશ્વમાં જીવ અભેદ્યતા માને છે એ જ ભ્રાંતિ છે. ''——શ્રીમદ્ રાજચંદ્ર
“ જ્ઞેય જ્ઞાન શું નવિ મિલે રે લાલ, જ્ઞાન ન જાયે તથ્ય રે;
પ્રાપ્ત અપ્રાપ્ત પ્રમેયને રૈ લાલ, જાણે જે જિમ જથ્થ રે.--શ્રી દેવચ`દ્રજી
"
અને આમ શુદ્ધ સ્વભાવથી સ્વસ્થાને સ્થિત છતાં ચંદ્રને જેમ મેઘપટલ-વાદળાં આવરે છે, ઢાંકી ઘે છે, તે તેથી તેનું યથાર્થ દન નથી થતું; તેમ શુદ્ધ સ્વભાવસ્થિત આત્માને જ્ઞાનાવરણાદિ કર્મરૂપ મેઘપટલ આવૃત કરે છે-ઢાંકી દ્યે છે, અને તેથી તેનું યથાસ્થિત દર્શન થતું નથી. તથાપિ મેઘપટલ ગમે તેટલુ ગાઢ હાય છતાં, જેમ ચંદ્રની કંઇ ને કંઇ છાંયા દેખાયા વિના રહેતી નથી, તેની કંઇ ને કંઇ ચંદ્રિકા વાદળને વીંધીને હાર નિકળ્યા વિના રહેતી નથી, ચદ્ર છુપે નહિ બાદલ છાયા '; તેમ કેવલજ્ઞાનસ્વરૂપ આત્મ-ચ ગમે તેટલા ગાઢ કર્મ પટલના આવરણથી આવૃત હાય, તાપણું તેની કાંઈ ને કાંઈ આંખી થયા વિના રહેતી નથી, તેની કંઇ ને કંઇ જ્ઞાન-યૈાના ડાકીઉં કરી ચૈતન્ય સ્વરૂપના ખ્યાલ આપ્યા વિના રહેતી નથી. એટલા માટે જ અક્ષરના અનતમા ભાગ જેટલે કેવલજ્ઞાનને! ભાગ નિત્ય ઉઘાડા જ રહે છે એમ શાસ્ત્રમાંx કહ્યું છે. નઢુિં' તા તે પણ જો અવરાઇ જાય તે જીવ અજીવપણાને પામી જાય. એટલે કેવલજ્ઞાનાવરણને લીધે જો કે જ્ઞાનના પૂણ પ્રકાશ પ્રાપ્ત થતા નથી, તાપણુ અશપ્રકાશરૂપ મદ પ્રકાશ તા સદાય અવશ્ય દૃશ્યમાન હાય જ છે. અને તે મ પ્રકાશનું કારણ પણ પ્રસ્તુત કેવલજ્ઞાનાવરણુ જ છે. આમ કેવલજ્ઞાનાવરણુરૂપ એક જ કારણને લીધે પૂર્ણ પ્રકાશરૂપ કેવલજ્ઞાન ઉપજતુ નથી; અને મ'દ પ્રકાશરૂપ છાદ્યસ્થિક જ્ઞાન ઉપજે છે. ધનુન્દ્રિય વૈધલમુÇ îતિ પમા ચંદૂરાળાં ''..શ્રી નંદીસૂત્ર, ૪૨
આ મ`દ પ્રકાશમાં પણ જે તરતમતા દેખાય છે, ન્યૂનાધિકતા દેખાય છે, ચિત્ર
જ્ઞાનાવરણમેઘ
× सजीवापि य णं अक्खरस्स अनन्ततमो भागो णिच्चुग्घाडिओ चिटुर,
""
ણો વિજ્ર સ્રર્ આજ્ઞા તેળ નવો અજ્ઞીવત્તળ વિજ્ઞા। '’–શ્રી નંદીસૂત્ર, ૪૨
* " अयं च स्वभावः केवलज्ञानावरणावृतस्य जीवस्य घनपटलच्छन्नस्य, rafta मंदप्रकाश इत्युच्यते । तत्र हेतुः केवलज्ञानावरणमेव । શ્રી જ્ઞાનભિન્દ
97
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org