________________
પર
કારણ છે, એટલે કે સમ્યગ જ્ઞાન, સમ્યક્ શ્રદ્ધા અને સમ્યફ ચારિત્ર એ રત્નત્રય એટલે જ મુક્તિ. ગીતાજીને પણ એ જ વનિ છે. ચિત્તની સમતા થાય છે ત્યાં જ મેંગ છે. અને ચિત્તની સમતા એજ મોક્ષનું દ્વાર છે. વર્તમાન પરિસ્થિતિને અનુકૂળ થઈ પડે એવી યોગની વ્યાખ્યા કરીએ તો એમ કહી શકાય કે “અજ્ઞાનરૂપી અંધકારમાંથી માણસને જ્ઞાનરૂપી પ્રકાશ તરફ જ લઈ જાય તે જ ગ.” અને આ ગ તે જ દુર્ગતિમાં પડતા પ્રાણીને ધારી રાખે, બચાવે, પડવા ન દે, એ પ્રધાન ધર્મ છે.
હવે આપણે સંસારમાં યોગનું સ્થાન શું ? યોગ શા માટે ? યોગના અધિકારી કે? અને સાધકના કર્તવ્ય શા શા? એ માટે વિચાર કરીએ–શ્રી હરિભદ્રસૂરિજીએ યોગબિન્દુમાં જણાવ્યું છે કે “ જ્યારે આત્માની ઉપર મોહનો પ્રભાવ ઘટવાનો આરંભ થાય છે ત્યારથી જ આધ્યાત્મિક વિકાસનો સૂત્રપાત થઈ જાય છે.” અપુનર્ણધક (જે આત્માને સંસાર પ્રવાસ ચરમ પુદ્ગલપરાવર્ત એટલે બાકી રહે છે, તે આત્માને જૈન પરિભાષામાં અપુનબંધક કહેવામાં આવે છે) આત્માને આંતરિક પરિચય એટલો જ કે તેવા આત્માની ઉપર મોહનું દબાણ ઓછું થઈ ઊલટું મેહની ઉપર તેવા આત્માનું દબાણ શરૂ થાય છે. એ જ આધ્યાત્મિક વિકાસનું બીજારોપણ છે. અહીંથી જ ગમાર્ગને આરંભ થઈ જવાને લીધે તેવા વિકાસગામી આત્માની પ્રત્યેક પ્રવૃત્તિમાં સરલતા, ઉદારતા, નમ્રતા, પરોપકારપરાયણતા આદિ સદાચાર નજરે પડે છે,–જે તેવા વિકાસગામી આત્માને બાહા પરિચય લેખાય.
યોગના સાચા અધિકારી થવા માટે સંસારનો બાહ્ય ત્યાગ એ કાંઈ અનિવાર્યપણે આવશ્યક વસ્તુ નથી, પણ સાચું મુમુક્ષુ પણું એ આવશ્યક વસ્તુ છે. ગૃહસ્થાવાસમાં રહીને પણ સાચો મુમુક્ષુ યથાયોગ્યપણે યોગ સાધી શકે છે. આપણે ત્યાં ભૌતિક અને આધ્યાત્મિક પ્રગતિ વચ્ચે ભેદ પાડવામાં આવે છે, અને તેથી માણસમાં એક જાતની વિકૃતિ અને દંભ ઉત્પન્ન થતાં જોવામાં આવે છે. ઉપાશ્રય અને મંદિરમાં પૂર્ણ ભાવે ભક્તિ કરતે માણસ, તેની પેઢી, ઑફિસ અગર ઘરમાં તદ્દન ભિન્ન સ્વરૂપ ધરાવતા હોય છે. એ ખરું છે કે, ભોતિક જીવનને અવગણીને માત્ર આધ્યાત્મિક પ્રગતિનાં સાધકને હેરાન થવું પડે છે, તેવી જ રીતે આધ્યાત્મિક પ્રગતિ અવગણીને માત્ર ભૌતિક પ્રગતિની પાછળ પડનાર પણ હેરાન જ થાય છે. પણ માણસે વિવેક વાપરી ભોતિક જીવન અને આધ્યાત્મિક જીવનને સમન્વય કરવાનો છે. એકનો વિચાર કરતી વખતે બીજાને ભૂલવું એ દંભ છે. જીવનમાં બન્નેને સ્થાન છે એટલું જ નહિં, પણ બન્ને વચ્ચે દેહ અને આત્માની જે ઘાટે સંબંધ છે, એમ માનીને જીવનવ્યવસાય નક્કી કરવામાં આવે તો જ માણસ પોતાના જીવનમાં સાચી પ્રગતિ સાધી શકે છે. યોગને અંતિમ હેતુ સંસારનો ત્યાગ નથી, પણ આંતરિક અને બાહ્ય સ્થિતિ વચ્ચેનો સમન્વય એ જ ભેગને હેતુ છે. સમર્થ તત્વજ્ઞાની અને મહાન યોગી શ્રી અરવિંદ આ બાબત પર લખતાં કહે છે કે “માણસને પિતાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org