SearchBrowseAboutContactDonate
Page Preview
Page 671
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભાષ્ટિ ! અધ્યાપક્ષી સુખ તે દુખ, ધ્યાનસુખ આત્માધીન (૫૭પ) ક્ષેત્રમાં પાછા જવારૂપ પ્રતિક્રમણ કરે છે, પુન: પરક્ષેત્રમાં નહિં જવાનું પ્રત્યાખ્યાન કરે છે; સ્વરૂપમાં સમવસ્થિત રહી શુદ્ધ સામાયિકરૂપ આત્મસ્વભાવને પ્રતિકમણ’ ભજે છે; સ્વસ્વરૂપના સ્પર્શનરૂપ સાચું આત્મવંદન કરે છે“નમે કર્યો છૂટકે મુજ ! નમો મુજ !” એમ આત્મતૃતિની પરમ ધન્ય ગ્યતાને પ્રાપ્ત થાય છે, અને “કાયાની વિસારી માયા, સ્વરૂપે શરમાયા એવા” નિર્થથના પંથને પામે છે, અર્થાત દેહ છતાં દેહાતીત દશાને પામી નિરંતર કાયેત્સર્ગ ભાવને સાધે છે,–ત્યારે આ આત્મા સ્વાધીન–આત્માધીન એવા પરમ સુખને અનુભવે છે. અને આવી આ કાર્યોત્સર્ગ દશાને પામેલો આ હષ્ટિમાં સ્થિત યોગી તે પરવશપણાથી દુઃખસ્વરૂપ એવા સર્વ વિષયને ત્યાગ કરે છે, અને સ્વવશપણાથી સુખસ્વરૂપ એવા શુકલ આત્મધ્યાનનો આશ્રય કરે છે, તેથી તે પરમાનંદ લહરીઓમાં નિરંતર નિમજજન કરે છે. पुण्यापेक्षमपि ह्येवं सुखं परवशं स्थितम् । ततश्च दुःखमेवैतत्तल्लक्षणनियोगतः ।। १७३ ॥ પુણ્ય અપેક્ષક સુખ પણ, પરવશ સ્થિત છે આમ; તસ લક્ષણ નિયાગથી, દુઃખજ અહીં તમામ. ૧૭૩ અર્થ –એમ પુણ્યની અપેક્ષાવાળું સુખ પણ પરવશ સ્થિત છે, અને તેથી કરીને આ તેના લક્ષણના નિયગથી દુઃખ જ છે. (અને ધ્યાનજન્ય સુખ જ તાત્વિક સુખ છે.) વિવેચન. એમ ઉપર કહી તે નાતિ પ્રમાણે પુણ્યની અપેક્ષાવાળું સુખ પણ પરવશ રહ્યું છે, કારણકે પુણ્યનું પરપણું છે, એટલે તે પણ તેના લક્ષણના નિયેગથી દુઃખ જ છે. તેથી આમ ધ્યાનજન્ય સુખ એ જ તાત્વિક સુખ છે, કારણકે તેનું અપરાધીનપણું છે અને કર્મ વિયેગ માત્રથી ઉપજવાપણું છે. ઉપરમાં જે સામાન્ય નિયમથી કહ્યું કે જેટલું પરવશ છે તેટલું બધુંય દુઃખ છે, અને સ્વવશ છે તેટલું બધુંય સુખ છે, તે નિયમની નીતિ પ્રમાણે જે સુખમાં પુણ્યની અપેક્ષા કૃત્તિ-guથાપેક્ષમા-પુણ્ય પક્ષી પણ, પુણ્યની અપેક્ષાવાળું પણ, શૈવ-એમ, ઉક્ત નીતિથી, પુર્વ પરવરાં સ્થિતમૂ-સુખ પરવશ સ્થિત છે, પુણ્યના પરપણાને લીધે. તતશ્ચ સુમેવૈતર તક્ષનિયોજીત -અને તેથી કરીને આ તેના લક્ષણને નિયોગને લીધે દુઃખ જ છે. તેથી આમ– ઇશાર૪ તારવ કુર્ઘ-ધાનજન્ય એજ તાત્વિક સુખ છે-અપરાધીનપણાને લીધે, કર્મ વિયોગ માત્ર જન્યપણાને લીધે. ( દયાનં તારવવં ગુણ-એ પાઠાંતર છે. ] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy