________________
પ્રભાષ્ટિ : “સમજ્યા તે શમાયા” શમના વિવિધ અથની એકતા
(૫૭) કારણકે હંસ જેમ ક્ષીર–નીરનો વિવેક કરે છે, દૂધ ને પાછું જૂદા પાડે છે, અને પછી પાણીને છોડી દૂધ ગ્રહે છે, તેમ મુનિરૂપ પરમહંસ ગિરાજ આત્મા-અનાત્માને વિવેક કરે છે, અને અનાત્મારૂપ સમસ્ત પરભાવને હેય-ત્યજવા યોગ્ય જાણી તેને ત્યાગ કરે છે, તથા જ્ઞાનદર્શનમય શુદ્ધ આત્મસ્વરૂપને પરમ આદેયગ્રહણ કરવા યોગ્ય જાણ આત્મસ્વભાવમાં ચિત્તવૃત્તિને જોડે છે. આ આત્મસ્વરૂપના એકાગ્ર ચિંતનમાં અનુસંધાનરૂપ ચિત્તવૃત્તિને નિરોધ થવે, તે જ મુખ્યપણે “ગ” છે, અને તેને જ જૈન પરિભાષામાં “ધ્યાન” નામથી ઓળખવામાં આવે છે. અને એ શુકલ ધ્યાનરૂપ હેળીની જવાળા કઠોર કમ પણ બાળી નાંખે છે. “શુકલ ધ્યાન હારીકી વાલા, જાલે કર્મ કઠોર રે....નિજ સુખકે સપૈયા શેષ પ્રકૃતિ દલ ક્ષીરણ નિર્જરા, ભરૂમ ખેલ અતિ જેર રે...નિજ ”–શ્રી દેવચંદ્રજી.
આમ આ ધ્યાનસુખ વિવેકબલથી–જ્ઞાન સામર્થ્યથી ઉત્પન્ન હોય છે, એટલા માટે જ તે સદાય શમસાર–શમપ્રધાન હોય છે. કારણ કે “સમજ્યા તે સમાયા.” જ્ઞાનનું અર્થાત વિવેકનું ફલ વિરતિ-શમ છે. “જ્ઞાનસ્થ શરું વિરતિ”—એ જિનપ્રવચનનું મહાસુત્ર છે.
જેમ છે તેમ આત્મસ્વરૂપ જાણ્યું તેનું નામ સમજવું છે. તેથી ઉપગ અન્ય વિકલ્પ રહિત થયે તેનું નામ શમાવું છે. વસ્તુતાએ બને એક જ છે. જેમ છે તેમ સમજાવાથી ઉપયોગ સ્વરૂપમાં શમા, અને આત્મા સ્વભાવમય થઈ રહ્યો એ પ્રથમ વાય “સમજીને શમાઈ રહ્યા” તેનો અર્થ છે. અન્ય પદાર્થના સંગમાં જે અધ્યાસ હતું, અને તે અધ્યાસમાં આત્માપણું માર્યું હતું, તે અધ્યાસરૂપ આત્માપણું સમાઈ ગયું. એ બીજું વાકય સમજીને સમાઈ ગયા” તેનો અર્થ છે. જે જે સમજ્યા તેણે તેણે મારું તારું એ આદિ અહત્વ મમત્વ શમાવી દીધું કેમકે કઈ પણ નિજ સ્વભાવ તે દીઠે નહિં અને નિજ સ્વભાવ તે અચિંત્ય અવ્યાબાધસ્વરૂપ, કેવળ ત્યારે જોયે. એટલે તેમાં જ સમાવેશ પામી ગયા ” ( જુઓ)–શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૫૬૧.
આમ સ્વરૂપમાં જે સમાયા છે, એવા જ્ઞાની પુરુષના ચિત્તની પ્રશાંતવાહિતા હોય છે. જેમ તરંગ રહિત શાંત સરિતાને પ્રવાહ અખંડ એકધારે વહ્યા કરે, તેમ
અત્રે યેગીની શાંત ચિત્ત-સરિતાને પ્રવાહ એવો અખંડ એકધારે પ્રશાંતવાહિતા શાંત પણે પ્રવહ્યા કરે છે, કે તેમાં કોઈ પણ વિક૫તરંગ ઊઠત નથી,
વિક્ષેપ દૂર કર્યો હોવાથી સદશ એક સરખા પ્રવાહવાળી પરિણામિતા હોય છે. આ પ્રશાંતવાહિતા નિરાધજન્ય સંસકારથી ઉપજે છેઝ (આની વિશેષ સમજૂતી માટે જુઓ પાત. . ૩, ૯-૧૦, તથા દ્વા. દ્વા. ૨૪.)
પ્રશાંતવાહિતા રાત ” – પાતંજલ યે. ૩-૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org