________________
પ્રભાદષ્ટિ : ઇંદ્રિયસુખ તે દુઃખ જ, વિવેકખજજન્ય ધ્યાનસુખ
( ૫૬૯ )
જય હાય છે, જિતેન્દ્રિયપણારૂપ ‘જિનત્વ ’ હોય છે. શબ્દાદિ વિષયે જે લેકમાં સુખસાધન મનાય છે તે તેા પરમા ષ્ટિથી જોતાં દુ:ખસાધન જ છે, અથવા કલ્પિત સુખાભાસ જ છે. કારણ કે પુણ્યપરિપાકને લીધે દેવતાએને ઉત્કૃષ્ટ ઈંદ્રિયસુખની પ્રાપ્તિ ઢાય છે, ‘તેઓને પણ સ્વાભાવિક સુખ નથી, ઉલટુ સ્વાભાવિક દુ:ખ જ દેખાય છે. કારણ કે તેએ પાંચે. ન્દ્રિયાત્મક શરીર-પિશાચની પીડાથી પરવશ થઇ ભૃગુપ્રપાત સમા મનગમતા વિષયેા પ્રત્યે ઝાંવાં નાંખી ઝ ંપલાવે છે. ' પુણ્ય ખલથી ઈચ્છા મુજબ હાજર થતા લે!ગેાથી તેઓ સુખીઆ જેવા પ્રતિભાસે છે, પરંતુ ‘દુષ્ટ રુધિરમાં જળાની પેઠે' તેએ વિષયામાં અત્યંત આસક્ત હાઇ વિષયતૃષ્ણાદુઃખ અનુભવે છે. ખરાબ લેાહી પીવા ઇચ્છતી લેાહીતરસી જળા જેમ રુધિર પાન કરતાં પાતે જ પ્રલય પામી ક્લેશ ભાગવે છે; તેમ વિષયતૃષ્ણાવત આ પુણ્યશાળીએ પણ વિષયાને ઇચ્છતા અને ભાગવતા રહી પ્રલય-આત્મનાશ પામી લેશ અનુભવે છે. આમ શુભેચેગજન્ય પુછ્યા પશુ સુખાસાસરૂપ દુ:ખના જ સાધના છે. જયાં મહા પુણ્યશાળી દેવાદિના સુખ પણ પરમાથી દુ:ખરૂપ જ છે, ત્યાં બીજા સુખનુ તા પૂછવું જ શું ?
વળી પુણ્યજન્ય ઇંદ્રિયસુખ સુખાભાસરૂપ છે એટલું જ નહિ, પણ બહુ પ્રકારે દુ:ખ સ્વરૂપ પણ છે. કારણ કે ‘તે પરાધીન છે, બાધા સહિત છે, વિચ્છિન્ન-ખડિત છે, બંધકારણ છે, વિષમ છે. એટલા માટે ઇંદ્રિયાથી જે સુખ પ્રાપ્ત થાય છે, તે દુ:ખ જ છે. 'આત્માથી અતિરિક્ત-જૂદા એવા પર નિમિત્તથી ઉપજતુ હાવાથી, તે ઇંદ્રિયસુખ પરાધીન છે. ક્ષુધા-તૃષાદિ તૃષ્ણાપ્રકારાથી અત્યત આકુલતાને લીધે તે બાધાસહિત છે. એક સરખા અખંડ શાતાવેદનીયના ઉદય રહેતા ન હેાઇ, શાતા-અશાતા વેદનીયના ઉદયથી તે ખડખડ થાય છે, એટલે તે વિચ્છિન્ન-ખડિત છે. ઉલ્લેગમાર્ગોમાં રાગાદિ ઢોષસેના તેા પાછળ પાછળ લાગેલી જ છે, અને તેના અનુસારે ધન કર્મ રજપટલ પશુ સાથે સાથે હાય જ છે, તેના વડે કરીને તે બધકારણ છે. અને સદા વૃદ્ધિ-હાનિ પામવાથી વિષમપણાએ કરીને તે વિષમ છે. આમ પુણ્ય પણ પાપની જેમ દુ:ખસાધન સિદ્ધ થયું.
" सपरं बाधासहिदं विच्छिण्णं बंधकारणं विसमं ।
ન કૃદ્ધિ રુદ્ધ તં સોયણું દુ:વમેવ તધા ।। ”—શ્રી પ્રવચનસાર.
અને આમ પુણ્ય-પાપમાં તફાવત નથી એમ જે નો માનતા તે માહાચ્છાદિત જીવ અપાર ઘાર સંસારમાં ભમે છે. ’× કારણકે સેાનાની ખેડી હાય કે લેાઢાની મેડી હાય, પણ બન્ને મધનરૂપ એડીજ છે; તેમ પુણ્યમ ધ હાય કે પાપબંધ હોય, પણુ અને
× જીએ-શ્રી અમૃતચંદ્રાચાર્યજી કૃત પ્રવચનસાર ટીકા, ગા. ૭૬.
૭૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org