________________
પ્રભાષ્ટિ તરવપ્રતિપત્તિ-શમસારસ્થાન સુખ અનુભવ
( ૫૬૭) શુદ્ધ સ્વરૂપમણુતારૂપ ચારિત્રનો જે ભંગ થાય તે જ રોગ છે. આ બંને વ્યાખ્યાન તાપર્યો એક જ છે. આમ શુદ્ધ આત્મપરિણતિના ભંગરૂપ અથવા પર પરિણતિમાં ગમનરૂપ રંગને અત્ર નાશ થાય છે –એટલે પર પરિણતિમાં ગમન થતું નથી અને આત્મપરિકૃતિમાં જ રમણ થાય છે.-આ “પ્રભા” દષ્ટિમાં સ્થિતિ કરતો મહાગી પરભાવને પરિહરી નિરંતર શુદ્ધ આત્મપરિણતિને જ ભજ્યા કરે છે, શુદ્ધ સહજાભસ્વરૂપી શુદ્ધ આત્મદેવને અવલંબતાં પરભાવને પરિહરે છે, અને આત્મધર્મમાં રમણ અનુભવતાં આત્મભાવને પ્રગટાવે છે. આવી ઉચ્ચ આત્મદશાના સ્વાનુભવનું તાદશ્ય આલેખન આ રહ્યું
એક આત્મપરિણતિ સિવાયના બીજા જે વિષયે તેને વિષે ચિત અવ્યવસ્થિતપણે વસે છે.” “અત્રે આત્માકારતા વત છે. ” ઈત્યાદિ. (જુઓ) શ્રીમદ્ રાજચંદ્ર.
તત્ત્વમતિપત્તિ
“એ આશ્ચર્ય જાણે તે જાણ, જાણે જ્યારે પ્રગટે ભાણ ”—શ્રીમદ્ રાજચંદ્રજી.
છઠ્ઠી દ્રષ્ટિમાં “મીમાંસા’–સૂમ તત્વવિચારણા નામને ગુણ પ્રકટ્યા પછી તેના સ્વાભાવિક પરિણામરૂપે સાતમી દષ્ટિમાં તપ્રતિપત્તિ નામના ગુણનો અવિભવ થાય છે. તવમતિપત્તિ એટલે યથાસ્થિત-જેમ છે તેમ આત્મતત્વનો અનુભવ. “શુદ્ધાતમ અનુભવ સદા”. આમ અત્રે આસમાને પ્રત્યક્ષ અનુભવ-સાક્ષાત્કાર થાય છે. એટલે જેમાં તેનું પરોક્ષ વર્ણન છે, એવા અન્ય શાસ્ત્રો અકિંચિકર થઈ પડે છે, નકામા-અણખપના થઈ પડે છે, કારણ કે શાકા તો માત્ર માર્ગનું દિશાદર્શન કરાવે છે, અને જે આત્મવસ્તુતવનો લક્ષ કરાવવા માટે શાસ્ત્રનું મુખ્ય પ્રજન છે, તે વસ્તુતવ તો અત્રે સાક્ષાત અનુભૂતિમાં-અનુભવમાં આવ્યું છે, એટલે હવે તેનું શું કામ છે ? તેનું હવે કંઈ પ્રયેાજન રહ્યું નથી.
“અગમ અગોચર અનુપ" અર્થને, કોણ કહી જાણે રે ભેદ ? સહજ વિશુદ્ધ રે અનુભવ વયણ જે, શાસ્ત્ર તે સઘળે રે ખેદ વીર જિનેશ્વર પરમેશ્વર જયે.
જેહ અગોચર માનસ વચનને, તે અતીંદ્રિય રૂપ અનુભવ મિતે રે વ્યક્તિ શક્તિ શું, ભાખ્યું તાસ સ્વરૂપ.વર૦ –શ્રી આનંદઘનજી.
જે મન-વચનને અગોચર છે, જ્યાં વાણી અને મનને મોન ભજવું પડે છે, જ્યાં વિક૫-જાનો અવકાશ નથી, એવું અતીનિદ્રય આત્મસ્વરૂપ અનુભવ મિત્રના પ્રસાદથી અત્રે સાક્ષાત જણાય છે. જે નય-નિક્ષેપથી જણાતું નથી, અને જયાં પ્રમાણુનો પ્રસર નથી, ગતિ નથી, તે શુદ્ધ સ્વરૂપી બ્રાને કેવળ અનુભવ–ભાનુ જ દેખાડે છે. (જુઓ પૃ. ૩૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org