SearchBrowseAboutContactDonate
Page Preview
Page 642
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૫૪૬ ) ગાદિસપુશ્ચય અને આમ ભેગરૂપ નિઃસાર માયાજાલમાં જ જેને દઢ રંગ લાગ્યો છે, દઢ અભિનિવેશ ઉપ છે, એવા ભેગતવ પુરુષને પિતાના શુદ્ધ આત્મસ્વરૂપનું દર્શન હતું નથી, એટલે મોક્ષમાર્ગમાં તેનો પ્રવેશ પણ કયાંથી હોય ? દેહાદિની મોક્ષમાર્ગ ભૂલભૂલામણ ભરી અંબાલમાં જે ફસાઈ ગયે છે, દેહાદિ માયાપ્રપંચમાં અપ્રગતિ- આત્મબુદ્ધિના વ્યામોહથી જે મુંઝાઈ ગયો છે, માયાજલરૂપ વિષયની સ્થિતિ અટપટી માયાવી જાલમાં જે અટવાઈ પડ્યો છે, તેના નિમિત્તે રાગદ્વેષ કરતે જે કષાયરંગથી રંગાઈ રહ્યો છે, અને તેથી જે ભવપ્રપંચના અનંત ચક્રાવામાં પડી ગયો છે,–એવા આ મહામોહમૂઢ જીવને મોક્ષમાર્ગ પામ પણ મુશ્કેલ થઈ પડે છે, તેની મિથ્યાત્વમાં જ સ્થિતિ હોય છે, તેથી તે આગળ વધતો નથી, પ્રગતિ કરતો નથી, કારણ કે જ્યાં લગી કષાયની ઉપશાંતતા ન થઈ હોય, વિષયાદિ પ્રત્યે અંતરંગ વૈરાગ્ય ન વ તે હોય, મેક્ષ શિવાય બીજી કોઈ અભિલાષા ન હોય, ત્યાંલગી મોક્ષમાર્ગમાં પ્રવેશ કરવા યોગ્ય યોગ્યતા પણ પ્રાપ્ત થતી નથી, સાચું મિથ્યાત્વ ગુણસ્થાનક’ પણ પ્રાપ્ત થતું નથી, ને પ્રથમ મિત્રાદષ્ટિ પણ ખૂલતી નથી, તો પછી ઉક્ત ભેગતત્વ પુરુષનો મે ક્ષમા માં પ્રવેશ કયાંથી હોય? ને તેમાં તે આગળ કયાંથી વધે? ઉત્તરોત્તર ગુણસ્થાનની પ્રાપ્તિથી પ્રગતિ કેમ કરે? આમ ને ભેગમાં તત્વબુદ્ધિ છે એ ભોગતત્વ પુરુષ સંસારમાં “સ્થિતિ કરે છે, અર્થાત્ અનંત કાળસ્થિતિ પર્યત અનંત પરિભ્રમણ દુઃખને પામે છે. અને મોક્ષમાર્ગમાં પણ તે સ્થિતિ” જ કરે છે, અર્થાત ગુણવિકાસ પામી આગળ પ્રગતિ કરતો નથી, ગળીયા બળદની જેમ જ્યાંને ત્યાં પડ્યો રહે છે. અને આમ તેનું પરિભ્રમણ દુઃખ ચાલુ રહે છે, ને તેને નિવારણનો ઉપાય તેને મળતો નથી. એટલે બને રીતે તે દુઃખી થાય છે. मीमांसाभावतो नित्यं न मोहोऽस्यां यतो भवेत् । अतस्तत्त्वसमावेशात्सदैव हि हितोदयः ॥ १६९ ॥ નિત્ય મીમાંસા ભાવથી, મેહ એહમાં હોય; એથી તવ સમાવેશથી, સદા હિતોદય હોય. ૧૬૯ અર્થ –નિત્ય મીમાંસા ભાવને લીધે આ દષ્ટિમાં મહ હેતે નથી, એથી કરીને તવ સમાવેશને લીધે સદૈવ હિદય જ હોય છે. વૃત્તિ-મીમાંસામાવતો–મીમાંસા ભાવથી, સદ્વિચાર ભાવથી, નિ-નિય, સર્વ કાળ, ન મોદોથ થતો મત-કારણકે આ દષ્ટિમાં મહ હેતે નથી, અતઃ-એથી કરીને, તરવસમાવેરાન્ તરવસમાવેશરૂ ૫ કારણ થકી. સર ફ્રિ દિતો :-આ દષ્ટિમાં ચક્કસ સદૈવ હિતેાદય જ હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy